મુંબઈ: નેટફ્લિક્સે સમગ્ર વિશ્વમાં એપલ આઈફોન (Apple iPhone) અને આઈપેડ (iPad users) યૂઝર્સ માટે ગેમ્સ લોન્ચ કરી છે. અગાઉ કંપનીએ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ગેમ્સ (Netflix Games) લોન્ચ કરી હતી. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે જણાવ્યું છે કે, iOS યૂઝર્સ માટે ગેમ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નેટફ્લિક્સે 2 નવેમ્બરના રોજ પાંચ મોબાઈલ ગેમ્સ Stranger Things: 1984 (BonusXP), Stranger Things 3: The Game (BonusXP), Shooting Hoops (Frosty Pop), Card Blast (Amuzo & Rogue Games) અને Teeter Up (Frosty Pop) ઉપલબ્ધ કરાવી છે.
આ એપ્લિકેશન્સને ઓપન કરવા માટે અન્ય કોઈ એપ પર્ચેસ કરવાની જરૂરિયાત નથી. તમે તમારા ચાલુ પ્લાનની મદદથી અને ઑફલાઈન આ ગેમ રમી શકો છો. આ ગેમને માત્ર એડલ્ટ પ્રોફાઈલની મદદથી એક્સેસ કરી શકાશે, બાળકો આ ગેમ નહીં રમી શકે. એક્સેસને ડિસએબલ કરવા માટે પિન પણ સેટ કરી શકો છો.
એન્ડ્રોઇડ બાદ આઈફોન માટે ગેમની જાહેરાત
એન્ડ્રોઈડ માટે ગેમ્સને રોલ આઉટ કર્યા બાદના એક અઠવાડિયા બાદ આઈફોન માટેની ગેમની ઘોષણા કરવામાં આવી છે. નેટફ્લિકસના ઈન્ટરફેસમાં પણ આ ગેમ જોવા મળશે. જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો તો તમે પ્લે સ્ટોરમાંથી અથવા જો આઈફોન યૂઝર છો, તો તમે એપ સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.
કંપનીએ ગેમ લોન્ચ દરમિયાન જણાવ્યું કે, અમે ગેમની એક લાઈબ્રેરી બનાવવા ઈચ્છીએ છીએ, જે તમામ લોકોને કંઈક સારુ પ્રદાન કરે. એક શાનદાર ગેમિંગ અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને યૂઝર્સને આમાં જોડવા ઈચ્છીએ છીએ.
સ્ક્વિડ ગેમ લોન્ચ કર્યા બાદ નેટફ્લિક્સ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે. US આધારિત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે માઈક વર્દુને હાયર કર્યા છે, જેઓ ગેમિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે ફેસબુકમાં કામ કરી રહ્યા હતા. આગામી સમયમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ડિવાઈસ કન્ફિગ્યુરેશનના આધાર પર નવી ગેમ વિકસિત કરશે અને રોલઆઉટ કરશે.
નેટફ્લિક્સની એપ્લિકેશનના માધ્યમથી ગેમ રમવા માટે યૂઝર પાસે નેટફ્લિક્સની મેમ્બરશીપ હોવી જરૂરી છે. ગેમ ડાઉનલોડ કર્યા બાદ તે ગમે ત્યારે રમી શકાશે. તમારે માત્ર એક વખત ક્લિક કરવાનું રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર