Netflixએ ખાસ ભારતીયો માટે લોન્ચ કર્યો નવો પ્લાન, જાણો શું છે

News18 Gujarati
Updated: April 10, 2019, 9:34 PM IST
Netflixએ ખાસ ભારતીયો માટે લોન્ચ કર્યો નવો પ્લાન, જાણો શું છે
ઉલ્લેખનીય છે કે, સાઈન ઈન કર્યા બાદ જ્યારે તમે કોઈ પ્લાન પસંદ કરો છો તો, Netflix યૂઝરને 30 દિવસ ફ્રીમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ મહિનો પૂરો થયા બાદ શરૂ થાય છે કંપનીને ચૂનો લગાવવાનો ખેલ. ફ્રીમાં પ્લાન લેવા માટે યૂઝરે પોતાની ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખવાની રહે છે, પરંતુ ડિટેલ નાખ્યા બાદ પૈસા નથી કપાતા.

  • Share this:
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ખાસ કરીને ભારતીય યૂઝર્સ માટે 65 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. યૂઝર્સ 65 રૂપિયા ભરીને એક અઠવાડિયા સુધી સર્વિસનો સબ્સક્રિપ્શન લઇ શકે છે. અત્યારે તો આ પ્લાન ફક્ત મોબાઇલ અને ટેબલેટ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર વગેરેની સામે ટકી રહેવા માટે નેટફ્લિક્સના આ પ્લાન લોન્ચ કર્યો છે.

જો કે આ નવા અને સસ્તા પ્લાન લોન્ચ કર્યા બાદ પણ નેટફ્લિક્સ ભારતીય વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ માર્કેટમાં અત્યારે પણ સૌથી મોંઘો પ્લાન છે. એમેઝોન પ્રાઇમ વીડિયો અને હોટસ્ટાર પોતાના પ્રીમિયમ પ્લાન માટે મહિને માત્ર 199 રૂપિયાનો ચાર્જ લે છે. તાજેતરમાં જ એપલ મ્યૂઝિકે પોતાના માસિક પેકની કિંમત 99 રૂપિયા કર્યા છે. નેટફ્લિક્સનો પહેલો પ્રિમિયમ પ્લાન 800 રૂપિયામાં આવતો હતો, જેમાં યૂઝરને એક મહિના માટે એચડી અને અલ્ટ્રા એચડી વીડિયોની સાથે ચાર સ્ક્રીનનું એક્સેસ મળે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ માત્ર એકવાર 50 હજારનું કરો રોકાણ, 10 વર્ષ સુધી થશે લાખોની કમાણી

નેટફ્લિક્સ ઇન્ડિયાની વેબસાઇટ પર એક અઠવાડિયા સુધી 65 રૂપિયાનો મોબાઇલ પ્લાન છે. તેમાં યૂઝર એક સમયમાં ફક્ત મોબાઇલની સર્વિસનો ઉપયોગ કરી શકે છે. 125 રૂપિયાનો બેઝિક પ્લાનમાં યૂઝર વીડિયોને લેપટોપ અને ટીવી પર પણ એક્સેસ કરી શકશે. 165 રૂપિયાના સ્ટાન્ડર્ડ પ્લાનમાં યૂઝર એક સાથે બે સ્ક્રિન પર પ્લાન એક્સેસ કરી શકાશે. ત્યાં 4 સ્ક્રિનવાળા અલ્ટ્રા પ્લાન 200 રૂપિયામાં રજૂ કર્યો છે.

નેટફ્લિક્સ નવા યૂઝર્સને આકર્ષવા માટે આ પ્લાન્સની સાથે એક મહિનો ફ્રી ટ્રાયલ આપી રહ્યું છે. 65 રૂપિયાના પ્લાનની સાથે યૂઝરને એક મહિનાનો ફ્રી ટ્રાયલ મળશે. એટલે કે જો કોઇ પહેલી વખત નેટફ્લિક્સનો પ્લાન લેશે તેને 1 મહિનો 7 દિવસ ટ્રાયલ પ્લાન મળશે.
First published: April 10, 2019, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading