Home /News /tech /

નેતાઓનું રિપોર્ટ કાર્ડ બતાવશે આ એપ, તમે પણ જોઈ શકસો રેટિંગ

નેતાઓનું રિપોર્ટ કાર્ડ બતાવશે આ એપ, તમે પણ જોઈ શકસો રેટિંગ

આ એપ દ્વારા તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કામને રેટિંગ આપી શકાશે.

આ એપ દ્વારા તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કામને રેટિંગ આપી શકાશે.

  મોબાઈલ સ્ટોર પર કેટલીએ પ્રકારની એપ્સ છે, પરંતુ હવે એક એવી એપ લોન્ચ કરાવમાં આવી છે, જેના દ્વારા મતદાના પોતાના વિસ્તારના નેતાને રેટ અને રિવ્યૂ કરી શકશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખરજીએ 24 ઓગષ્ટે 'નેતા એપ'ને લોન્ચ કરી, જેના દ્વારા તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કામને રેટિંગ આપી શકાશે.

  'નેતા એપ' દ્વારા જનપ્રતિનિધિઓના કામનું આંકલન સામાન્ય પ્રજા દ્વારા આપવામાં આવેલા મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવશે. મુખરજીએ આ એપને લોકતાંત્રીક વ્યવસ્થામાં જનપ્રતિનિધિઓની જવાબદેહી ્ને જનતાની ભાગીદારી વદારવાની પહેલ બતાવી હતી.

  તેમણે કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થાને જવાબદેહી અને પારદર્શીતા વગર કારગર નથી બનાવી શકાતી. ટેક્નોલોજીના માધ્યમથી નેતાઓની જવાબદેહી, પ્રજાની ભાગીદારી અને વ્યવસ્થામાં પારદર્શીતા લાવવા માટે આ એપ એક સારી પહેલ છે. મુખરજીએ કહ્યું કે, યુવા આઈટી વિશેષજ્ઞ પ્રથમ મિત્તલ દ્વારા ડેવલપ કરવામાં આવેલી 'નેતા એપ' જનપ્રતિનિધિના કામકાજ પર મતદાતાઓ અને જનસામાન્યની સતત દેખરેખ રાખવા માટે કારગર હથિયાર સાબિત થશે.

  આઈટી વિશેષજ્ઞ પ્રથમ મિત્તલે કહ્યું કે, 'નેતા એપ' એંડ્રોયડ અને આઈઓએસ બેસ્ડ સ્માર્ટફોન સિવાય વેબ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે. આનો ઉપયોગ કરી કોઈ પણ વ્યક્તિ પોતાના વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કામનું રિપોર્ટ કાર્ડ તો જાણી શકશે, સાથે તેમના કામની રેટિંગ પણ પોતે આપી શકશે.

  તેમણે જણાવ્યું કે, આ એપનો પ્રાયોગિક આધાર પર હમણાં જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આમાં ચૂંટણી જીતનારા 93 % ઉમેદવાર નેતા એપની શ્રેષ્ઠ રેટિંગમાં સામેલ હતા.

  મિત્તલે જણાવ્યું કે, છેલ્લા આઠ મહિનામાં 543 સંસદીય વિસ્તાર અને 4120 વિધાનસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ લોકોએ નેતા એપનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તેમણે અગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા આ સંખ્યા 10 કરોડ સુધી પહોંચવાની આસા રાખી છે.

  આ અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત એસ વાય કુરેશીએ 'નેતા એપ'ને લોકતાંત્રિક વ્યવસ્થામાં ફીડબેકનું શ્રેષ્ઠ માધ્યમ જણાવીને કહ્યું કે, આ ભારતમાં રાજનૈતિક પ્રક્રિયા અને લોકતાંત્રિક વ્યવસ્થામાં મોટો ફેરફારનું કારણ બનશે.

  અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ એપથી મતદાતાને સારૂ કામ કરનારા નેતાની પસંદગી કરવામાં સરળતા થશે, સાથે રાજનૈતિક દળોને પણ સારો રિપોર્ટ કાર્ડ ધરાવતા ઉમેદવારો પસંદ કરવામાં પણ મદદ થશે.

  આ અવસર પર કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિજય સાંપલા, પૂર્વ મંત્રી મુરલી મનોહર જોશી, શિવરાજ પાટિલ અને અશ્વિની કુમાર સિવાય પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત નસીમ જૈદી પણ હાજર રહ્યા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Transparency, નેતાઓ

  આગામી સમાચાર