કોવિડ 19ના જોખમથી વર્ક ફ્રોમ હોમ કરી રહેલા NASAના કર્મચારીઓ સતત માલવેર અટેકના પ્રયાસથી પરેશાન

News18 Gujarati
Updated: April 7, 2020, 12:10 PM IST
કોવિડ 19ના જોખમથી વર્ક ફ્રોમ હોમ કરી રહેલા NASAના કર્મચારીઓ સતત માલવેર અટેકના પ્રયાસથી પરેશાન
પ્રતિકાત્મક તસવીર

નાસાના કહેવા પ્રમાણે વર્ક ફ્રોમ હોમ દરમિયાન સાઇબર હુમલાની સંખ્યા બે ગણી વધી, નાસાએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને સચેત રહેવા જણાવ્યું.

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાની અવકાશી સંસ્થા નાસા (NASA)ના મુખ્ય માહિતી અધિકારી (Chief Information Officer)ના જણાવ્યા પ્રમાણે તેમના ઘણા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસોમાં તેમની સિસ્ટમ પર માલવેર અટેક (Malware Attack) વધી ગયા છે. નાસાના અધિકારીના કહેવા પ્રમાણે, કોવિડ 19 (Covid 19)ના જોખમ બાદ ઘરેથી કામ કરી રહેલા નાસાના કર્મચારીઓને એક નવા જ પ્રકારના સાઇબર હુમલા (Cyber Attack)થી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આવું છેલ્લા થોડા દિવસોથી શરૂ થયું છે.

ઇ-મેઇલથી ફિશિંગના બનાવો બે ગણા વધ્યા

નાસાના કહેવા પ્રમાણે કોવિડ 19ના ખતરા વચ્ચે તેમની સિસ્ટમને બહારથી એક્સેસ કરવાનો પ્રયાસો ખૂબ વધી ગયા છે. અધિકારીના કહેવા પ્રમાણે નાસાના કર્મચારીઓ અને તેમના કોન્ટ્રાક્ટરોને ઇ-મેઇલ કે પછી મેસેજ સ્વરૂપે મોકલવામાં આવતા માલવેર પર ક્લિક કરવાનું પ્રમાણે બે ગણું વધી ગયું છે. એટલે કે તેમને આવી લિન્ક્સ મોકલવાનું પ્રમાણે પણ વધ્યું હશે. કોઈના વ્યક્તિગત કોમ્પ્યુટર કે કોઈ સંસ્થાના કોમ્પ્યુટરો પછી તેના નેટવર્કમાં ઘૂસવાનો આ સરળ રસ્તો છે. આ વાતને ફિશિંગ કહેવામાં આવી છે. જેમાં ભળતી વેબસાઇટો બનાવી જે તે વ્યક્તિના કોમ્પ્યુટરમાં ઘૂસણખોરી કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ બે જિલ્લામાં કોરોનાનો પેસારો : કુલ 165 કેસ, અમદાવાદમાં નવા 13 કેસ નોંધાયા

નાસાના માહિતી અધિકારીએ કહ્યું હતું કે, "નાસાના કર્મચારીઓ અને તેના કોન્ટ્રાક્ટરોને એ વાતની જાણ હોવી જોઈએ કે કોવિડ 19 મહામારી વચ્ચે સાઇબર ગુનેગારો ખૂબ સક્રિય થઈ ગયા છે. આ લોકો નાસાના ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ, નેટવર્ક, અને વ્યક્તિગત ડિવાઇસને ટ્રાર્ગેટ કરી રહ્યા છે. તેમનો ઉદેશ્ય સંવેદનશીલ માહિતી, Username, Password ચોરી કરીને કૌભાંડ કરવાનો કે પછી ખોટી માહિતી ફેલાવવાનો છે. આ માટે સાઇબર ગુનેગારો નાસાના કર્મચારીઓને મોટા પ્રમાણમાં માલવેર સાથે ઇ-મેઇલ્સ મોકલી રહ્યા છે. આ ઇ-મેઇલ્સ વિવિધ લાલચ જેવી કે દાન, કોરોના વાયરસ મામલે અપડેટ્સ, સાવચેતીના પગલાં, ટેક્સ વળતર, ફેક વેક્સીન અને ખોટી કેમ્પેઇનના નામે મોકલવામાં આવી રહ્યા છે."

ઘરેથી કામ કરતી વખતે સાઇબર હુમલાથી બચવા શું કરવું?માલવેર કે સાઇબર અટેકથી બચવા માટે સુરક્ષા કંપનીઓ તમારી ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર, રાઉટર ફર્મવેર, ફોન અને બીજી સિસ્ટમ અને ડિવાઇસને અપડેટ રાખવાની સહાલ આપી છે. આ ઉપરાંત ખૂબ જ સંવેદનશીલ માહિતી પર કામ કરતા લોકોએ ઓફિસ અને પર્સનલ કામ માલે અલગ કોમ્પ્યુટર કે ડિવાઇસ રાખવા હિતાવહ છે. એટલે કે જે સિસ્ટમ પર ઓફિસનું કામ કરી રહ્યા હોવ તે મોબાઇલ અને કોમ્પ્યુટર પર વ્યક્તિગત ઇ-મેઇલ કે સંદેશ મેળવવા જોઇએ નહીં.

આ પણ વાંચો : લૉકડાઉન વચ્ચે Work from Home કરી રહેલા કર્મચારીઓ પર આવી રીતે તેમના BOSS રાખે છે નજર

નાસા તરફથી પોતાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને સોમવારે એક સલાહ આપવામાં આવી છે કે, આગામી થોડા સમય સુધી તમારા પર સતત સાઇબર હુમલા થવાનું જોખમ રહેલું છે. આથી કામ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. આ ઉપરાંત વ્યક્તિગત કોમ્પ્યુટર અને મોબાઇલ ઉપયોગ કરતી વખતે પણ ખૂબ જ સાવચેતી રાખવી.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading