મંગળ પર પહેલો પગ મહિલા જ રાખશે, ચંદ્ર પર પણ મોકલવાની તૈયારી

 • Share this:
  ભારતમાં દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. હવે દુનિયાભરમાં મહિલાઓની શક્તિને ઓળખી છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે અંતરીક્ષ ક્ષેત્રે તો પહેલાથી જ મહિલાઓનો દબદબો છે. ત્યારે અંતરીક્ષ વિજ્ઞાન માટે કામ કરતી NASAએ મંગળ ગ્રહ પર મહિલા પ્રથમ પગ મૂકે તેવી યોજના બનાવી છે.

  NASA એડમિનિસ્ટ્રેટર જીમ બ્રાઇડેનસ્ટાઇને વિજ્ઞાન, ટેક્નોલોજી પર આધારિત રેડિયો ટોક શો સાઇન્સ ફ્રાઇડેમાં કહ્યું કે અંતરીક્ષ એજન્સીની યોજનાઓમાં મહિલાઓનો દબદબો છે. મંગળ ગ્રહ પર એસ્ટ્રોનોટ્સ તરીકે કોઇ મહિલાને મોકલવાની યોજના છે, તો ચંદ્ર મિશનમાં પણ મહિલાને મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ વડાપ્રધાન બન્યાના બે મહિના સુધી જેલમાં હતા આ ગુજરાતી નેતા

  જીમે કહ્યું કે એજન્સી મહિનાના અંતમાં પ્રથમવખત એક સ્પેસ વોક કરાવશે, જેમાં એને મેક્કલેન અને ક્રિસ્ટિના કોચ જેવી એસ્ટ્રોનોટ્સ અંતરીક્ષનું ભ્રમણ કરશે. સ્પેસ વોક સાત કલાકનું હશે. તેઓનું કહેવું છે કે સૌથી ખાસ વાત એ છે કે આ અનોખો પ્રયાસ મહિલા દિવસ મહિનામાં થઇ રહ્યો છે.

  મેક્કલેન અને ક્રિસ્ટિના કોચ 2013ની એસ્ટ્રોનોટ ક્લાસનો ભાગ રહી છે. આ સત્રમાં મહિલાઓની સંખ્યા અડધાથી વધુ હતી. આ કલાસમાં સામે થવા માટે 6100થી વધુ લોકોએ અરજી કરી હતી. નાસાના અગાઉ કોઇપણ સત્ર માટે અરજી કરનારા લોકોની આ બીજી સૌથી મોટી સંખ્યા છે.

  નાસામાં હાલ 34 ટકા મહિલાકર્મી છે. 1978માં પ્રથમવખત અંતરીક્ષ એજન્સીમાં છ મહિલાઓ સામેલ કરી હતી. બ્રાઇડેનસ્ટાઇને કહ્યું કે તેમની પાસે ખુબ જ સારી પ્રતિભાઓ છે. હવે તેમની યોજના કોઇ મહિલાને ચંદ્ર પણ મોકલવાની છે.
  Published by:Sanjay Vaghela
  First published: