મનુષ્યને ચંદ્ર પર લઈ જનારા SLS રોકેટની ટેસ્ટિંગમાં થઈ પ્રોબ્લેમ, NASAએ લીધો આવો નિર્ણય
મનુષ્યને ચંદ્ર પર લઈ જનારા SLS રોકેટની ટેસ્ટિંગમાં થઈ પ્રોબ્લેમ, NASAએ લીધો આવો નિર્ણય
એજન્સીએ અપડેટ કર્યું છે કે તે સોમવારે આર્ટેમિસ I (Artemis 1) અનક્રુડ મિશનની ફાઇનલ ટેસ્ટ ફરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. (Image- Twitter/NASA)
NASA Scrubs Artemis I Wet Dress Rehearsal: નાસા (NASA)એ જણાવ્યું કે મોબાઇલ લોન્ચરમાં પ્રેશર જાળવી રાખવાને લઈને આવી રહેલી સમસ્યા બાદ ‘વેટ ડ્રેસ રિહર્સલ’ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
NASA Scrubs Artemis I Wet Dress Rehearsal: અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ ફરી એકવાર તેની સ્પેસ લોંચ સિસ્ટમ (SLS)ના અંતિમ મોટા પરીક્ષણમાં વિલંબ કર્યો છે. નાસાએ કહ્યું છે કે મોબાઈલ લોન્ચરમાં પ્રેશર જાળવી રાખવાની સમસ્યા બાદ 'વેટ ડ્રેસ રિહર્સલ'ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ લોન્ચર જ મિશનના લોન્ચ થવા સુધી રોકેટને સપોર્ટ કરે છે. આ ટેકનિશિયન્સને રોકેટમાં સેફ્ટી સાથે પ્રોપેલંટ (Propellants)ને લોડ કરવાથી અટકાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે નાસાના એન્જિનિયર્સ આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યા છે.
એજન્સીએ અપડેટ કર્યું છે કે તે સોમવારે આર્ટેમિસ I (Artemis 1) અનક્રુડ મિશનની ફાઇનલ ટેસ્ટ ફરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. સ્પેસ લોંચ સિસ્ટમ (SLS)નો ઉપયોગ મનુષ્યને ફરી એકવાર ચંદ્ર પર અને આગળ જઈને મંગળ પર લઈ જવા માટે કરવામાં આવશે.
અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં શુક્રવારે 322-ફૂટના સ્પેસ લૉન્ચ સિસ્ટમ (SLS) રોકેટનું પરીક્ષણ કરવા માટે વેટ ડ્રેસ રિહર્સલ (wet dress rehearsal) શરૂ થયું હતું. તે રવિવાર સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ મોબાઇલ લોન્ચરના કેટલાક પંખા તેની અંદર પોઝિટિવ પ્રેશર ન બનાવી શક્યા. ખતરનાક ગેસને બહાર રાખવા માટે આ પ્રેશર જરૂરી છે. આ કારણે નાસાના એન્જિનિયર ફ્યુઅલ-લોડિંગ પ્રક્રિયા માટે આગળ વધી શક્યા ન હતા. નાસાએ કહ્યું છે કે તે સોમવારે ફ્યુઅલ લોડ કરવાની સંભાવના જોઈ રહ્યું છે.
We're targeting Monday, April 4, to resume the @NASAArtemis I wet dress rehearsal. The launch control team will meet at 6am ET (10:00 UTC) before deciding if they will proceed with propellant loading.
નાસાએ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, મોબાઈલ લોન્ચરમાં પ્રેશર બનાવવામાં થયેલા નુકસાનને કારણે ટીમોએ તેની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
ધ્યાનમાં રહે કે વેટ ડ્રેસ રિહર્સલ દરમિયાન તમામ પ્રોસિજર્સને પૂરી કરવામાં આવશે. માત્ર રોકેટ લોન્ચ કરવા સિવાય બીજું ઘણું બધું જોવામાં આવશે. આ સમયગાળા દરમિયાન હજારો ગેલન ફ્યુઅલ પણ લોડ કરવામાં આવશે. શનિવારે રાત્રે નાસાને ખરાબ હવામાનનો પણ સામનો કરવો પડ્યો. રોકેટના લોન્ચપેડની આસપાસ ટાવરો પર વીજળી પડી. નાસાએ અહેવાલ આપ્યો છે કે લગભગ ચાર વીજળીના આંચકા આવ્યા. આમાંથી એકની તીવ્રતા વધુ હતી.
SLS રોકેટમાં સુપર હેવી-લિફ્ટ એક્સપેન્ડેબલ લોન્ચ વ્હીકલ અને ઓરિઓન સ્પેસક્રાફ્ટનો સમાવેશ થાય છે. રોકેટને આ વર્ષે ઉનાળામાં માનવરહિત મિશન- આર્ટેમિસ 1 માટે લોન્ચ કરવામાં આવશે. બાદમાં તે અવકાશયાત્રીઓને પણ ચંદ્ર પર લઈ જશે. આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ નાસાનો હેતુ ભવિષ્યના મંગળ મિશન માટે એસએલએસ રોકેટનો ઉપયોગ કરવાનો છે, જેમાં મનુષ્યને પણ મંગળ પર મોકલવામાં આવશે. એટલે કે, SLS રોકેટ મનુષ્યને ચંદ્ર અને પછી મંગળ પર મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર