NASA Live Coverage: 15 માર્ચે માર્કે (Mark Vande Hei) અંતરિક્ષમાં સતત 340 દિવસના Scott Kellyના પહેલાના રેકોર્ડને તોડી નાખ્યો છે. નાસાએ કહ્યું છે કે તે માર્કની વાપસીનું લાઇવ કવરેજ દેખાડશે. આ અનડોકિંગથી લઈને લેન્ડિંગ સુધીનું સંપૂર્ણ કવરેજ હશે.
NASA Live Coverage: અમેરિકન અવકાશયાત્રી માર્ક વેંદે હેઈ (Mark Vande Hei) 30 માર્ચે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 355 દિવસનું રેકોર્ડ તોડ મિશન પૂરું કરીને ધરતી પર પાછા ફરી રહ્યા છે. નાસા (NASA) તેમની લેન્ડિંગની ઇવેન્ટને લાઈવ બ્રોડકાસ્ટ કરશે. માર્કની સાથે બે રશિયન અંતરીક્ષ યાત્રી Anton Shkaplerov અને Pyotr Dubrov પણ હશે. આ ત્રણેય Soyuz MS-19 કેપ્સૂલમાં સવાર થઈને કઝાકિસ્તાનમાં લેન્ડ કરશે. સોયૂજને રાસવેટ મોડ્યુલથી અલગ કરવામાં આવશે. ત્યારબાદ આ પેરાશૂટના માધ્યમથી લેન્ડ કરવાનું શરુ કરશે. 15 માર્ચે માર્કે અંતરિક્ષમાં સતત 340 દિવસના Scott Kellyના પહેલાના રેકોર્ડને તોડી નાખ્યો છે.
નાસાએ કહ્યું છે કે તે માર્કની વાપસીનું લાઇવ કવરેજ દેખાડશે. આ અનડોકિંગથી લઈને લેન્ડિંગ સુધીનું સંપૂર્ણ કવરેજ હશે. તેનું શેડ્યૂલ નીચે મુજબ છે:
પૃથ્વી પર પાછા ફરતા પહેલા Shkaplerov સ્પેસ સ્ટેશનની કમાન નાસાના અવકાશયાત્રી Tom Marshburnને સોંપશે. આ ઇવેન્ટ પણ 29 માર્ચે સાંજે 7:15 વાગ્યે IST પર લાઇવ બતાવવામાં આવશે. તમે નાસાની વેબસાઈટ અને એપ પર લાઈવ પ્રસારણ જોઈ શકો છો.
લેન્ડિંગ બાદ ત્રણેય લોકો સ્ટાન્ડર્ડ ક્રૂ રિટર્ન પ્રેક્ટિસ મુજબ અલગ થઈ જશે. નાસાએ જણાવ્યું કે વેંદે હેઈ હ્યુસ્ટનમાં તેના ઘરે પરત ફરશે અને અવકાશયાત્રી રશિયાના સ્ટાર સિટીમાં તેમના ટ્રેનિંગ બેસ પર પાછા ફરશે.
Aboard the International Space Station, NASA Exp 66 Flight Engineer @Astro_Sabot answered social media questions on Mar. 10 and reflected on his record-breaking spaceflight. pic.twitter.com/nTBIKMAUkr
— International Space Station (@Space_Station) March 16, 2022
સ્પેસ સ્ટેશન પર રહેવાનો રેકોર્ડ તોડ્યા પછી માર્કે આ લાંબા મિશનના અનુભવો પણ શેર કર્યા. ISSએ ટ્વિટર પર વિડિયો શેર કર્યો જેમાં વેંદે હેઈએ કહ્યું કે તેમની પાસે લગભગ એક વર્ષ સુધી એક ઇન્ડોર જોબ હતી. હવે તે બહાર રહેવા માગે છે, પછી ભલે હવામાન ગમે તેવું હોય.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું અવકાશમાં સમય પસાર કરવાથી પૃથ્વી પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે, ત્યારે વેન્ડે હેઈએ કહ્યું, ‘તમે ખરેખર અવકાશમાં જ છો. જે તમને અવકાશથી અલગ રાખે છે તે માત્ર વાતાવરણનું પાતળું પડ છે. તેને જ આપણે ઘર કહીએ છીએ.’
Vande Hei અને Dubrov 9 એપ્રિલ 2021ના પૃથ્વીથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે નીકળ્યા હતા. Shkaplerov 5 ઓક્ટોબરે ત્યાં પહોંચ્યા હતા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર