NaMo એપ તમારા ફોનના આ 22 ફીચર્સની માંગી લે છે પરવાનગી!

NaMo એપ તમારા ફોનના આ 22 ફીચર્સની માંગી લે છે પરવાનગી!

  • Share this:
    બીજેપી અને પીએમ મોદીની ડિજિટલ છબિને રજૂ કરતી નરેન્દ્ર મોદીની એપ્લિકેશનને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીની એપ્લિકેશન તેમાં લોગીન થનાર યુઝર્સની માહિતી તેમની જાણ બહાર અમેરિકાની કંપનીને પહોંચાડે છે. આ અંગે પીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે નમો એપ અલગ જ પ્રકારની એપ્લિકેશન છે, જે યુઝર્સને 'ગેસ્ટ મોડ'ની પર મંજૂરી આપે છે. જોકે, એ વાત સાચી છે કે નરેન્દ્ર મોદીની એપ્લિકેશનમાં મોબાઇલ ધારકના કેમેરા, ઓડિયો, કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન સહિત વિવિધ 22 પ્રકારની માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી માંગવામાં આવે છે.

    ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચારમાં આવો દાવો કરવામાં આવ્યો છે. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીની એપની સરખામણીમાં અન્ય સરકારી એપ્લિકેશન્સમાં ઓછી પરવાગની માંગવામાં આવે છે. ખુદ વડાપ્રધાન કાર્યાલયની પીએમઓ ઇન્ડિયા એપમાં વિવિધ 14 પ્રકારની ડેટા પરમિશન માંગવામાં આવે છે. આવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સિટિઝન-એન્ગેજમેન્ટ એપ, My Gov એપમાં ફક્ત નવ પ્રકારની ડેટા પરમિશન માંગવામાં આવે છે.



    જો પ્રાઇવેટ કંપનીઓની એપની વાત કરીએ તો સૌથી લોકપ્રીય ઇ-કોમર્સ વેબસાઇટ અમેરેઝોન ઇન્ડિયાની એપ્લિકેશનમાં 17 પ્રકારની ડેટા પરમિશન માંગવામાં આવે છે. Paytmની એપ્લિકેશન માટે 28 પ્રકારની ડેટા પરમિશન આપવી પડે છે.

    નોંધનીય છે કે પીએમઓએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે લોકોના સારા અનુભવ માટે અમુક જાણકારી ત્રીજા પક્ષને આપવામાં આવે છે. પરંતુ આ તમામ યુઝર્સની સહમતિથી કરવામાં આવે છે. આ જાણકારીમાં ઈ-મેલ, મોબાઇલ નંબર, ડિવાઇસની જાણકારી, લોકેશન, નેટવર્ક કેરિયર જેવી માહિતીનો સમાવેશ થાય છે.

    નમો એપની 22માંથી અન્ય એપ કેટલી પરમિશન માંગે છે?

    નમો એપઃ 22
    My Gov: 9
    પીએમઓ ઇન્ડિયાઃ 113
    With INC: 10
    સમાજવાદી પાર્ટીઃ 3
    અમેઝોન ઇન્ડિયાઃ 13
    PayTM: 13
    દિલ્હી પોલીસઃ 13

    નમો એપમાં કઈ કઈ પરમિશન માંગવામાં આવે છે?

    1. વીડિયો/તસવીર લેવી
    2. કોન્ટેક્ટ્સ રીડ કરવા
    3. તમારા ડિવાઇસમાં એકાઉન્ટ શોધવું
    4. તમારું લોકેશન મેળવવું
    5. ઓડિયો રેકોર્ડ કરવો
    6. ફોનનું સ્ટેટસ અને આઇડેન્ટિટિ રીડ કરવી
    7. ફોન નંબર ડાયલ કરવો
    8. એસડી કાર્ડમાંથી કોન્ટેક્ટ રીડ કરવા
    9. એસડી કાર્ડમાંથી સંપર્કને બદલવા કે રીડ કરવા
    10. WiFi કનેક્શન જોવું
    11. નેટવર્ક કનેક્શન તપાસવું
    12. ફૂલ નેટવર્કની મંજૂરી
    13. ઇન્ટરનેટમાંથી ડેટા પ્રાપ્ત કરવો
    14. ડ્રો ઓવર અધર એપ (એપ ખુલ્લી ન હોય તો પણ ઉપર પોપઅપ ખુલ જવું)
    15. ફોનને સ્લિપિંગ મોડમાં જતો અટકાવવો
    16. ગૂગલ સર્વિસ કન્ફિગ્રેશન રીડ કરવી
    17. ફોનના વાઇબ્રેશન પર કાબૂ મેળવવો
    18. ફ્લેશ લાઇટને કંટ્રોલ કરવી
    19. ગૂગલ પ્લે લાયસન્સ ચેક કરવું
    20. સ્ટીકી બ્રોડકાસ્ટ મોકલવું (એવું ટુલ જેનો ઉપયોગ એન્ડ્રોઇડ ડેવલપર્સ એપ સાથે સંપર્ક માટે કરે છે)
    21. બ્લૂટૂથ ડિવાઈસ સાથે જોડાણ કરવું
    22. ઓડિયો સેટિંગ બદલવું
    First published:March 26, 2018, 16:49 pm