મુશ્કેલીમાં મહિલાઓને બચાવશે આ એપ, આવી રીતે કરો યૂઝ

News18 Gujarati
Updated: June 16, 2019, 11:09 AM IST
મુશ્કેલીમાં મહિલાઓને બચાવશે આ એપ, આવી રીતે કરો યૂઝ
મિત્રોને અલગ- અલગ 13 ભાષાઓમાં મેસેજ (SOS) મોકલી શકશે.

આ એપ્લિકેશન દ્વારા મહિલાઓ મુશ્કેલીમાં ફસાવવા પર તેમના પરિવાના પાંચ સભ્યો અથવા મિત્રોને અલગ- અલગ 13 ભાષાઓમાં મેસેજ (SOS) મોકલી શકશે.

  • Share this:
મહિલાઓની સુરક્ષાને લઇને સરકારની સાથે-સાથે સમાજમાં દરેક વ્યક્તિ ચિંતિત છે, એટલે અમે તમને એક એવી એપ્લિશન વિશે કહી રહ્યા છીએ જે મહિલાના રક્ષણ માટે જ બનાવાયેલ છે. આ એપ્લિકેશનનું નામ My Circle છે અને તેને Google Play સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનને ટેલિકોમ કંપની ભારતી એરટેલે ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને મહિલાઓની મદદ માટે બનાવી છે. પરંતુ તે માત્ર એરટેલ યૂઝર્સ જ ઉપયોગ કરી શકે છે, પરંતુ કોઇપણ ટેલિકોમ કંપનનીની સેવાઓ લેનાર વ્યક્તિ તેનો લાભ લઇ શકે છે.

આ એપ્લિકેશન દ્વારા મહિલાઓ મુશ્કેલીમાં ફસાવવા પર તેમના પરિવાના પાંચ સભ્યો અથવા મિત્રોને અલગ- અલગ 13 ભાષાઓમાં મેસેજ (SOS) મોકલી શકશે. આ 13 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ, આસામી, ઉડિયા અને ગુજરાતી છે.

શું છે SOS એલર્ટ સક્રિય કરવાની રીત?

એપ દ્વારા એસઓએસ પ્રોમ્પ્ટ પ્રેસ કરીને એલર્ટને લોન્ચ કરી શકાય છે અથવા iOS પર સિરીને વોઇસ કમાન્ડ આપીને પણ આ એક્ટિવેટ કરી શકાય છે.

My Circle એપ્લિકેશન કેવી રીતે કરશે કામ

એસઓએસ એલર્ટ સક્રિય કરવાથી યૂઝર્સ દ્વારા પસંદ કરેલા પાંચ વ્યક્તિઓને મેસેજ જશે. આ ઉપરાંત તે લોકોને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવ આપવા અથવા યૂઝર્સ સુધી પહોંચવાની સલાહ આપવામાં આવશે. માય સર્કલ યૂઝર્સનું સાચુ લોકેશનનું અનુમાન લગાવીને કામ કરે છે જેથી પરિવાર અથવા મિત્ર એસએમએસમાં ગયેલી લિંક્સ દ્વારા રિયલ ટાઇમ લોકેશનને ટ્રેક કરી શકે.
Loading...

યૂઝ કરવા માટે નથી કોઇ ચાર્જ

આ એપ્લિકેશન Google Play Store પરથી કોઇપણ ડાઉનલોડ કરી શકો છે અને તેનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે મફત છે. જો કે તેને ડાઉનલોડ કર્યા પછી તેની નોંધણી કરવી અને ચકાસવી જરુરી છે. ત્યારબાદ યૂઝર્સ તેમાં 5 કોન્ટેક્ટને ઉમેરી શકશે.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...