MWC 2021: Apple, OnePlus અને Xiaomiને પછાડી Samsungના આ ફોને જીત્યો બેસ્ટ સ્માર્ટફોન અવોર્ડ

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2021માં સેમસંગના Galaxy S21 Ultra 5G સ્માર્ટફોને મેદાન માર્યું, જાણો બેસ્ટ સ્માર્ટફોનના ફીચર્સ

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2021માં સેમસંગના Galaxy S21 Ultra 5G સ્માર્ટફોને મેદાન માર્યું, જાણો બેસ્ટ સ્માર્ટફોનના ફીચર્સ

  • Share this:
    નવી દિલ્હી. સેમસંગ (Samsung)ના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S21 Ultra 5Gએ બેસ્ટ સ્માર્ટફોનનો અવોર્ડ પોતાના નામે કર્યો છે. દુનિયાના સૌથી મોટા મોબાઇલ ટેલિકોમ્યુનિકેશન એક્સ્પોમાં Samsungના નામની જાહેરાત કરવામાં આવી છે. Samsung Galaxy S21 સીરીઝના ટોપ મોડલને બાર્સિલોનાના મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2021 (Mobile World Congress 2021) સમારોહમાં ગ્લોબલ મોબાઇલ અવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ સ્માર્ટફોન અવોર્ડની સ્પર્ધામાં દિગ્ગજ સ્માર્ટફોન Apple iphone 12 Pro Max, OnePlus 9 Pro અને Xiaomi Mi 11 Ultra સામેલ હતા. જોકે, અંતમાં Galaxy S21 Ultra 5Gની બેસ્ટ સ્માર્ટફોન તરીકેની પસંદગી થઈ.

    Samsung Galaxy S21 Ultra 5Gના શું છે સ્પેસિફિકેશન?

    ન્યૂઝ એજન્સી મુજબ, Samsung Galaxy S21 Ultra 5Gને પહેલાથી બેસ્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું ટાઇટલ પ્રાપ્ત હતું. જોકે હવે ફોને તમામ સેગમેન્ટમાં બેસ્ટ સ્માર્ટફોન હોવાનું ટાઇટલ પોતાના નામે કરી દીધું છે. ફોન શાનદાર એમોલેડ ડિસ્પ્લે સપોર્ટની સાથે આવે છે. ફોન બેસ્ટ ઇન ક્લાસ કેમેરા કેમેરા સપોર્ટની સાથે આવે છે. Samsung Galaxy S21 Ultra 5Gમાં 6.8 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં ગોરિલ્લા ગ્લાસ Victusનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેનું રેઝોલ્યૂશન 1,440x3,200 પિક્સલ છે. તેમાં 10Hzથી 120Hz રિફ્રેશ્ડ રેટનો સપોર્ટ મળશે. તેની પીક બ્રાઇટનેસ 1500nits હશે.

    આ પણ વાંચો, LICએ લૉન્ચ કર્યો Saral Pension પ્લાન, 6 મહિના બાદ લઈ શકો છો લોન

    Samsung Galaxy S21નું પ્રોસેસર

    ફોન S-Pen stylus સપોર્ટની સાથે આવશે. ફોન એક ક્વાડ રિયર કેમેરા સપોર્ટની સાથે આવે છે. તેનો મેઇન કેમેરા 108MPનો છે. આ ઉપરાંત ફોનમાં એક વાઇડ એન્ગલ લેન્સ અને બે ટેલિફોટો લેન્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. Galaxy S21 Ultra સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે Snapdragon 888નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 11 આધારિત One UI3 પર કામ કરે છે.

    આ પણ વાંચો, Gold Price Today: સોનાના ભાવમાં મોટો ફેરફાર! 47 હજારના લેવલને પાર, ફટાફટ ચેક કરો આજના રેટ્સ


    Samsung Galaxy S21ની બેટરી

    Samsung Galaxy S21 Ultra 5G સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જેને 25W ફાસ્ટ ચાર્જરની મદદથી ચાર્જ કરવામાં આવી શકશે. ફોનનું ડાયમેન્શન 165.1x75.6x8.9mm અને વજન 229 ગ્રામ હશે.
    Published by:Mrunal Bhojak
    First published: