MWC 2019: LGએ લોન્ચ કર્યા ત્રણ સ્માર્ટફોન, જાણો શું છે નવું?

કંપનીએ ત્રણ સ્માર્ટફોન LG V50 ThinQ 5G, LG G8 ThinQ અને LG G8s ThinQ લોન્ચ કર્યા છે

કંપનીએ ત્રણ સ્માર્ટફોન LG V50 ThinQ 5G, LG G8 ThinQ અને LG G8s ThinQ લોન્ચ કર્યા છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: બાર્સિલોનામાં ચાલી રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં દક્ષિણ કોરિયાની કંપની LG ઇલેક્ટ્રોનિકે 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ત્રણ સ્માર્ટફોન LG V50 ThinQ 5G, LG G8 ThinQ અને LG G8s ThinQ લોન્ચ કર્યા છે. જોકે, કંપની તરફથી તેના વેચાણ અને કિંમત અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

    LG V50 ThinQ 5Gના ફીચર્સ

    LGના ફ્લેગશિપ 5G ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. આ ફોનમાં 6.4 ઇંચની QHD+ OLED ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 144x3120 પિક્સલ છે. ઉપરાંત આ ડિસ્પ્લે 19.5:9 આસ્પેક્ટ રેશિયો અને 538ppi પિક્સલ ડેન્સિટી સાથે અને HDR10 સપોર્ટ કરે છે. LG V50 ThinQ 5Gમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓસ મળશે.

    કંપનીએ આ ફોન સાથે ડ્યુઅલ સ્ક્રીન પણ લોન્ચ કરી છે, જે જોવામાં ફ્લિપ કવર જેવી લાગે છે અને અટેચ કરતાં સેકેન્ડરી સ્ક્રીનની જેમ કામ કરશે. આ સ્ક્રીનમાં 6.2 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2160X1080 પિક્સલ છે.

    LG V50 ThinQમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન

    855 SoC પ્રોસેસર અને આ 5G કનેક્ટિવિટી માટે આમાં સ્નેપડ્રેગર X50 મોડમ આપવામાં આવ્યું છે. ઉપરાંત ફોનમાં 6GB RAM અને બેકમાં 12MP, 12MP અને 16MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે ફ્રન્ટમાં 8MP અને 5MPનો ડ્યુઅલ કેમેરા છે. આ ફોનની ઇન્ટરનલ મેમરી 128 GB અને બેટરી 4000mAhની છે, જે ટાઇપ-સી પોર્ટ સાથે આવે છે.

    LG G8 ThinQના ફીચર્સ

    LG G8 ThinQમાં 6.1 ઇંચની QHD+ OLED ફુલવિઝન ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1440X3120 પિક્સલ છે. આ ડિસ્પ્લેનું આસ્પેક્ટ રેશિયો 19.5:9 અને આમાં 564ppi પિક્સલ ડેન્સિટી મળશે. આ ફોનમાં 6GB RAM અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસર મળશે. ત્યાં જ કેમેરાની વાત કરીએ તો LG G8 ThinQને બે વેરિએન્ટમાં ઉતારી શકાય છે. જેમાં એક ડ્યુઅલ કેમેરા સેટઅપ અને બીજામાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. ડ્યુઅલ કેમેરા સેટઅપમાં 12MP અને 16MPના બે સેન્સર અને ટ્રિપલ કેમેરા સેટઅપમાં 12MP, 16MP અને 12MPના ત્રણ સેન્સર મળશે. ત્યાં જ સેલ્ફી માટે 8MP ઓટોફોકસ કેમેરા મળશે.

    આ પણ વાંચો: MWCમાં શિયોમીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો ખાસિયત

    LG G8s ThinQના ફીચર્સ

    આ ફોનમાં તમને 6.2 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 1080X2248 પિક્સલ છે અને આસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. આમાં પણ 6GB RAM સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસર છે. જ્યારે 12 MP, 13MP અને 12MP સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે આમાં 8MP કેમેરા છે.

    LG G8 ThinQ અને LG G8s ThinQ બન્ને ફોનમાં ફેસ અનલોક, હેન્ડ આઇડી અને એર મોશન જેવા ફીચર્સ મળશે. LG G8 ThinQમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ જેને માઇક્રોએસડી કાર્ડ સાથે વધારી શકાય છે. ઉપરાંત આમાં 3,500mAhની બેટરી છે. આ સ્માર્ટફોનની થિકનેસ 8.4mm અને વજન 167 ગ્રામ છે. આવી રીતે LG G8s ThinQમાં 64GB અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન સાથે 3,550mAhની બેટરી આપવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published: