હવે હાથ બતાવીને અનલોક થશે આ સ્માર્ટફોન

તાજેતરમાં સંપન્ન થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં એલજીએ બે નવા સ્માર્ટફોન LG G8 ThinQ, G8s ThinQ લોન્ચ કર્યા છે.

તાજેતરમાં સંપન્ન થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં એલજીએ બે નવા સ્માર્ટફોન LG G8 ThinQ, G8s ThinQ લોન્ચ કર્યા છે.

 • Share this:
  સ્પેનની બાર્સિલોનામાં તાજેતરમાં સંપન્ન થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં એલજીએ બે નવા સ્માર્ટફોન LG G8 ThinQ, G8s ThinQ લોન્ચ કર્યા છે, આ ઉપરાંત કંપનીએ LG V50 ThinQ 5Gની ઝલક પણ બતાવી છે. એલજી જી8 થીનક્યુ, જી85 થીન ક્યુની ખાસિયત વિશે વાત કરીએ તો તેમા હેન્ડ આઇડી આપવામાં આવી છે. જેની મદદથી હથળીી નસ બતાવીને ફોનને અનલોક કરી શકાય છે. આ બન્ને ફોનમાં ક્રિસ્ટલ સાઉન્ડ OLED આપવામાં આવ્યો છે. આ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ સાથે પણ પોટ્રેટ મોડ મળશે. કંપનીએ હજુ સુધી ફોનની કિંમત વિશે કોઈ માહિતી પૂરી પાડી નથી.

  આ પણ વાંચો:  વનપ્લસે રજૂ કર્યો 5G સ્માર્ટફોન, જાણો આમાં શું હશે ખાસ

  એલજી જી8 થિનક્યુમાં એન્ડ્રોઇડ પાઇ 9.0 અને 6.1-ઇંચ QHD + ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440x3120 પિક્સેલ્સ છે. આ ફોનમાં ક્યુઅલકોમનું ઓક્ટાકોર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે અને તેમાં 6 જીબી રેમ છે. ફોનમાં ટ્રીપલ રિયય કેમેરા સિસ્ટમ છે. જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો છે, બીજો 6 મેગાપિક્સલનો અને ત્રીજો 12 મેગાપિક્સલ છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.


  ફોનમાં એક ટીઓએફ ઝેડ કેમેરા પણ છે જે ઇન્ફ્રારેડ સેન્સર છે, જેની મદદથી હાથની નસમાંથી ફોને અનલોક કરવાની મંજૂરી આપે છે. ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ફોનમાં ફેસ અનલોક પણ આપવામાં આવે છે. એલજી જી8 થિનક્યુને 128 જીબી સ્ટોરેજ મળશે. જેને મેમરી કાર્ડની મદદથી 2 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 3500 એમએએચ બેટરી છે જે ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, ફોનમાં 4જી વૉલ્ટ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, એનએફસી, એફ રેડિયો અને યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ છે.
  Published by:Bhoomi Koyani
  First published: