મજાક મજાકમાં એક યુવકને લાગી ગૂગલની 1.2 કરોડની નોકરી

ખાસ વાત એ છે કે ખાને ગૂગલ માટે અરજી કરી ન હતી. તેમની પ્રોફાઇલ એક એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગથી સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે.

ખાસ વાત એ છે કે ખાને ગૂગલ માટે અરજી કરી ન હતી. તેમની પ્રોફાઇલ એક એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગથી સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે.

 • Share this:
  ગૂગલે 21 વર્ષીય મુંબઈના એક વ્યકિતને 1.2 કરોડના પેકેજની ઓફર કરી છે. આઇઆઇટીમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષામાં પ્રવેશવામાં નિષ્ફળ રહેલા અબ્દુલ્લા ખાનને ગૂગલની એક એવા પેકેજની અપેક્ષા ન હતી. ખાનને આ અઠવાડિયે ગૂગલની ઓફિસમાં નોકરીની ઓફર મળી છે.

  ખાનને જે પેકેજ મળ્યું હતુ તે વાર્ષિક ધોરણે રૂ. 54.5 લાખ રુપિયા તેમની વર્ષની સેલેરી છે. આ ઉપરાંત, 15% બોનસ અને રૂ. 58.9 લાખ રુપિયા સ્ટોક વિકલ્પ સામેલ છે. ખાન સપ્ટેમ્બરમાં ગૂગલ જોઇન્ટ કરશે અત્યારે તે તે કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે.

  ખાસ વાત એ છે કે ખાને ગૂગલ માટે અરજી કરી ન હતી. તેમની પ્રોફાઇલ એક એવી સાઇટ પર હતી જે પ્રોગ્રામિંગથી સંબંધિત સ્પર્ધાઓનું આયોજન કરે છે. ખાનની પ્રોફાઇલ ગૂગલને પસંદ આવી ગઇ અને તેનો ઑનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.  ખાને જણાંવ્યું કે હું માત્ર ખુશી માટે મારી આવી સ્પર્ધામાં ભાગ લેતો હતો. મને ખબર ન હતી કે કંપની પ્રોગ્રાર્મ્સની પ્રોફાઇલ પણ જુએ છે. હું ગુગલની ટીમનો સભ્ય બનવા માટે આશાવાદી છું. મારા માટે અદભુત અને શીખવાનો અવસર છે. ખાને પોતાનો અભ્યાસ સાઉદી અરબમાં કર્યો છે. ધોરણ 12ની પરીક્ષા બાદે તેઓ મુંબઇમાં આવી ગયા હતાં.

  અબ્દુલ્લા 21 વર્ષનો છે અને મુંબઇમાં રહે છે જ્યારે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. અબ્દુલ્લા સપ્ટેમ્બરમાં 1.2 કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજમાં ગૂગલની લંડન ઓફિસમાં સામેલ થશે.

  મીડિયા રિપોર્ટ અનુસાર, અબ્દુલ્લાએ ગૂગલની નોકરી માટે અરજી નહતી કરી. કંપની દ્વારા તેને એક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તેને પોગ્રામિંગ પડકારને હોસ્ટ કરનારી સાઇટ પર અબ્દુલ્લા ખાનની પ્રોફાઇલ જોઇ તે બાદ તેને ગૂગલનો કોલ આવ્યો હતો. અબ્દુલ્લાએ જણાવ્યુ, 'મને ગૂગલનો ફોન આવવાની આશા નહતી, આ કોલ માટી માટે અચાનક આવ્યો હતો.'
  Published by:Bhoomi Koyani
  First published: