Home /News /tech /વધુ એક NRI CEO: મુંબઈમાં જન્મેલી આમ્રપાલી ગન બની એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ OnlyFansની CEO

વધુ એક NRI CEO: મુંબઈમાં જન્મેલી આમ્રપાલી ગન બની એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ OnlyFansની CEO

OnlyFansની નવી CEO આમ્રપાલીનો જન્મ મુંબઇમાં થયો હતો

Mumbai born CEO Amrapali Gan - અનેક ભારતીયો જેવા કે સુંદર પિચાઇ, સત્યા નડેલા, ઇન્દ્રા નૂયી, અરવિંદ ક્રિષ્ના અને હાલમાં જ પરાગ અગ્રવાલ વગેરે વૈશ્વિક લેવલે દિગ્ગજ કંપનીના સીઇઓ બનીને ઝળહળ્યા છે, જેમાં વધુ એક નામ ઉમેરાયું છે

મુંબઇમાં જન્મેલી 36 વર્ષિય આમ્રપાલી(એમી) ગન (Amrapali Gan) હાલ ખુબ ચર્ચાઓ વહોરી રહી છે. હકીકતમાં એડલ્ટ કન્ટેન્ટ પ્લટફોર્મ OnlyFansએ ભારતીય મૂળની આમ્રપાલીને સીઇઓ (New CEO of OnlyFans Amrapali Gan) તરીકે નિયુક્ત કરી છે. OnlyFansના સંસ્થાપક 38 વર્ષીય ટીમ સ્ટોકલી (Tim Stokely)એ પોસ્ટ પરથી રાજીનામું આપી દીધું હતુ. ટીમે વર્ષ 2016માં OnlyFansની સ્થાપના કરી હતી. અનેક ભારતીયો જેવા કે સુંદર પિચાઇ, સત્યા નડેલા, ઇન્દ્રા નૂયી, અરવિંદ ક્રિષ્ના અને હાલમાં જ પરાગ અગ્રવાલ વગેરે વૈશ્વિક લેવલે દિગ્ગજ કંપનીના સીઇઓ બનીને ઝળહળ્યા છે, જેમાં વધુ એક નામ ઉમેરાયું છે, આમ્રપાલી ગન(NRI CEO Amrapali Gan).

કોણ છે આમ્રપાલી ગન?

OnlyFansની નવી CEO આમ્રપાલીનો જન્મ મુંબઇમાં થયો હતો. આમ્રપાલીએ પ્રારંભિક અને ઉચ્ચ શિક્ષણ કેલિફોર્નિયામાં લીધું હતું. જ્યાં તે હજુ પણ રહે છે.

આમ્રપાલી પાસે કુલ 3 ડિગ્રીઓ છે. તેણીએ FIDMમાંથી મર્ચેન્ડાઇઝ માર્કેટિંગમાં તેણીની એસોસિએટ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. તેણીએ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી પીઆર અને ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન્સમાં બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો હતો. તેણીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઓનલાઈનમાંથી એન્ટરપ્રેન્યોરશિપનું સર્ટિફીકેટ મેળવ્યું છે. 36 વર્ષીય અમી ગન હજુ પણ સિંગલ છે. તેણીની LinkedIn પ્રોફાઇલ દર્શાવે છે કે ઓનલી ફેન્સના સીઇઓ તરીકેની તેણીની ભૂમિકા સિવાય તેણે છેલ્લા ચાર વર્ષથી આર્કેડ એજન્સી સાથે સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો - Year Ender 2021: 1 લાખ રૂપિયા સુધીમાં મળી રહી છે આ મોટરબાઇક્સ, જુઓ લિસ્ટ

આમ્રપાલી ગને અગાઉ કરેલા કામ

CEO તરીકે નિયુક્ત થયા પહેલા અમીએ 2020થી OnlyFans માટે ચીફ માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ઓફિસર તરીકે કામ કર્યુ હતું. તે પહેલાં તેણે એક વર્ષ માટે યુ.એસ.માં કેનાબીસ રેસ્ટોરન્ટ, કેનાબીસ કેફે સાથે માર્કેટિંગ અને પબ્લિસિટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું હતું. તેને લોવેલ હર્બ કંપનીમાં થોડા સમય માટે કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેણે રેડ બુલ મીડિયા હાઉસ સાથે તેના બ્રાન્ડ એક્ટિવેશન અને કોમ્યુનિકેશન મેનેજર તરીકે લગભગ બે વર્ષ સુધી કામ કર્યું હતું. તે પહેલા તેએ 2008થી 2016 સુધી ઘણા સ્ટાર્ટઅપ્સમાં માર્કેટિંગ ભૂમિકાઓમાં કામ કર્યું હતું.

પબ્લિક ફીગર?

અમી ગનની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ઓછી એક્ટિવ રહે છે અને તાજેતરની એપોઈન્ટમેન્ટ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કોઈ ઉલ્લેખ નથી. જે દર્શાવે છે કે આમ્રપાલી પબ્લિક ફીગર નથી. તેણીનું પોતાનું OnlyFans એકાઉન્ટ પણ બનાવ્યું છે. જ્યાં તેણી તેના ફેનબેઝ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે કંઇકને કંઇક શેર કરે છે. જો કે, આ એકાઉન્ટ વધુ એક્ટિવ હોય તેવું લાગતું નથી. તેમાં ખૂબ ઓછી પોસ્ટ શેર કરવામાં આવે છે.

આ પણ વાંચો - Google સહિત નવ મોટી કંપનીઓને પાછળ છોડીને TikTok બની સૌથી પ્રસિદ્ધ વેબસાઇટ, યાદીમાં અન્ય કઈ કંપની સામેલ?

આમ્રપાલીની સેલેરી

આમ્રપાલીએ નવી જવાબદારી મળ્યા બાદ જણાવ્યું કે, હું આપણી કોમ્યુનિટીને સમર્પિત રહીશ અને આપણા ક્રિએટર્સ અને પ્રશંસકો માટે નવી તકો ઉભી કરવાના પ્રયાસો કરીશ. મને આ જવાબદારી મળવાનો ગર્વ છે. હું ક્રિએટર્સ સાથે કામ કરવા ઉત્સાહિત છું. જોકે, આમ્રપાલીએ તેના પગાર વિશે કોઇ ખુલાસો કર્યો નથી.
Published by:Ashish Goyal
First published:

Tags: Amrapali Gan, ટેક ન્યૂઝ, સીઇઓ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन