55 હજારના iPhone 8ની જગ્યાએ ફ્લિપકાર્ટે મોકલ્યો સાબુ, નોંધાયો કેસ

55 હજારના iPhone 8ની જગ્યાએ ફ્લિપકાર્ટે મોકલ્યો સાબુ, નોંધાયો કેસ

 • Share this:
  ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ખરીદી કરવી તમને મુશ્કેલીમાં નાંખી દે છે. આવા કેટલાક ઉદાહરણો પહેલા પણ મળ્યા હતા અને હવે એક નવો કેસ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર કસ્ટમરે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટથી iPhone 8 મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલવા પર તેને ડિટર્જન્ટ સાબુ મળ્યો હતો.

  મુંબઈનો રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર તબરેજ અનુસાર ફ્લિપકાર્ટથી iPhone 8 ઓર્ડર કર્યો હતો. તે માટે તેમને પૂરે પૂરા એટલે 55,000 રૂપિયાનું પેમેન્ટ કર્યો હતો. આ કિંમત પર ફ્લિપકાર્ટ પર iPhone 8નો 64GB વેરિએન્ટ ઉપલબ્ધ છે. તેમને કહ્યું કે, 22 જાન્યુઆરીના મુંબઈમાં તેમને ફોનની જગ્યા iPhone 8ના બોક્સમાં કપડા ધોવાનો સાબુ આપવામાં આવ્યો હતો.  આ બાબતે તેમને કંપનીમાં ફરિયાદ કરી છે અને તેમને ફ્લિપકાર્ટ સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. પીટીઆઈ અનુસાર બાયકુલા પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અવિનાશ શિંઘટેએ કહ્યું છે, તબરેજ અમારી પાસે આ કેસ લઈને આવ્યા છે અને અમે ફ્લિપકાર્ટ પર છેતરપિંડીનો કેસ નોંધી લીધો છે.

  આ બાબતે ફ્લિપકાર્ટ કહ્યું છે કે, તેઓ આની તપાસ કરાવી રહ્યાં છે અને ઝડપી આ કેસનો નિકાલ કરવામાં આવશે.
  First published:February 02, 2018, 22:34 pm

  टॉप स्टोरीज