Home /News /tech /ડ્રાઇવિંગ દરમિયાન Ola S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનું Front Suspension તૂટ્યું, ટ્વિટર પર શરુ થયો ફરિયાદોનો મારો

ડ્રાઇવિંગ દરમિયાન Ola S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનું Front Suspension તૂટ્યું, ટ્વિટર પર શરુ થયો ફરિયાદોનો મારો

તૂટેલા ફ્રન્ટ સસ્પેન્શન સાથે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર (Image Credit: Twitter/@SreenadhMenon)

Ola Scooter Front Suspension Broke: એક તરફ જ્યાં ઘણાં લોકો ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર (E-Scooter) ના સોફ્ટવેરમાં ગરબડની ફરિયાદો કરી રહ્યા છે તો બીજી તરફ હાલમાં જ ઓલાના એક ગ્રાહકે ટ્વિટર પર પોતાના સ્કૂટરના તૂટેલા ફ્રન્ટ સસ્પેન્શનનો ફોટો પોસ્ટ કર્યો છે.

વધુ જુઓ ...
Ola Scooter Front Suspension Broke: કેબ સર્વિસમાં સફળતા મેળવ્યા બાદ ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીલ્ડમાં કૂદનારી કંપની ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચિંગ પહેલા તો ખૂબ ચર્ચામાં રહી. ઓલાએ તેના ઈ-સ્કૂટરનો જોરદાર પ્રચાર કર્યો અને તેનો ફાયદો એ થયો કે લોકોએ મોટી સંખ્યામાં સ્કૂટરની પ્રિ-બુકિંગ કરી નાખી. ત્યારબાદ જેવી આ સ્કૂટરની ડિલીવરી થઈ ત્યારથી ઓલાના સ્કૂટરો અંગે કોઇને કોઈ ફરિયાદ જોવા મળી રહી છે.

પહેલા તો કંપનીએ સ્કૂટરની ડિલીવરીમાં વિલંબ કર્યો અને પછી ચાલતા સ્કૂટરનું તૂટી જવું, ક્યાંક રિવર્સ ગિયરમાં એકદમ સ્પીડમાં દોડવા લાગવું અને સ્કૂટરમાં આગ (Ola Scooter Fire) લાગવા જેવી ઘણી ઘટનાઓ સામે આવી છે. સમયાંતરે ઓલાને સ્કૂટરમાં આવતી ખામીઓ બાબતે સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Ambassador 2.0: નવા અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર દેશની શાહી કાર, એક સમયે PMથી લઇને DMની હતી પહેલી પસંદ

એક તરફ જ્યાં ઘણાં લોકો ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરના સોફ્ટવેરમાં ગરબડની ફરિયાદો કરી રહ્યા છે તો બીજી તરફ હાલમાં જ ઓલાના એક ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાના સ્કૂટરના તૂટેલા ફ્રન્ટ સસ્પેન્શનને દેખાડતા એક તસ્વીર પોસ્ટ કરી છે.



શ્રીનાધ મેનન નામની વ્યક્તિએ પોતાના ઓલા એસ1 પ્રો (Ola S1 Pro) ઇલેક્ટ્રિક સ્કૂટરનો ફોટો ટ્વિટર પર શેર કર્યો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ફ્રન્ટ ફોર્ક સંપૂર્ણપણે તૂટેલો છે. ફોર્ક દ્વારા ટુ-વ્હીલરનો હેન્ડલબાર વ્હીલ સાથે જોડાયેલો રહે છે. એવામાં તેનું તૂટવું વધારે જોખમી બની શકે છે જ્યારે તેને ડ્રાઇવ કરવામાં આવતું હોય. જો કે, પીડિત મેનને પોસ્ટમાં દાવો કર્યો છે કે ઘટના સમયે તેઓ બહુ સ્પીડમાં ડ્રાઇવ કરી રહ્યા ન હતા.

આ પણ વાંચો: શું ફરીથી રસ્તાઓ પર દોડતી જોવા મળશે Tata NANO, ચર્ચામાં છે નેનોનો ઇલેક્ટ્રિક અવતાર

તેમણે લખ્યું કે સામાન્ય સ્પીડની ડ્રાઇવિંગમાં પણ ફ્રન્ટ ફોર્ક તૂટી રહ્યું છે. આમ થવું ગંભીર અને ખતરનાક છે, જેનો આપણે હાલ સામનો કરી રહ્યા છીએ. અમે વિનંતી કરવા ઇચ્છીએ છીએ કે તે ભાગ પર એક રિપ્લેસમેન્ટ અથવા ડિઝાઈન બદલવામાં આવે, જેથી તેમાં ઉપયોગમાં લેવાતા ખરાબ મટીરિયલને લીધે અમે માર્ગ અકસ્માતનો ભોગ બનતા બચી શકીએ.



શ્રીનાધ મેનનની ટ્વીટ પર રિપ્લાયમાં અન્ય એક યુઝર આનંદ લવકુમારે કહ્યું કે આ સમસ્યા મારી સાથે પણ થઇ છે. ઇકો મોડમાં 25 કિમી/કલાકની સ્પીડમાં ફ્રન્ટ ફોર્ક તૂટી ગયું. આ પ્રકારની ઘટના પ્લેન રોડ પર અન્ય ગ્રાહકો સાથે પણ થઈ છે. તેને ગંભીરતાથી લો અને જલ્દી ઉકેલ લાવો. આના પર ઓલા ઇલેક્ટ્રિકના ઓફિશિયલ હેન્ડલ પરથી જવાબ મળ્યો કે તેઓ એક કૉલ દ્વારા તેમનાથી સંપર્ક કરશે.
First published:

Tags: Auto news, Automobile, Electric scooter, Gujarati tech news, Ola Scooter

विज्ञापन