Mozilla Firefox માં આવ્યું બગ,તમારી સ્ક્રીન થઈ શકે છે ફ્રીઝ

News18 Gujarati
Updated: November 9, 2019, 3:05 PM IST
Mozilla Firefox માં આવ્યું બગ,તમારી સ્ક્રીન થઈ શકે છે ફ્રીઝ
mozzila firefox

મેસેજમાં લખાયેલું છે કે, તમારા વિંડોઝની રજિસ્ટ્રી ગેર કાનૂની છે. તેથી અમે તમારા કમ્પ્યુટરને લૉક કરી નાખ્યું છે. તેમાં પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ થઈ રહ્યો છે.

  • Share this:
સામાન્ય રીતે આપણે ખાનગી માહિતીને હેક થવાના સમાચારો તો સાંભળતા રહીએ છીએ, પરંતુ હવે હેકર્સ તે મોટી મોટી કંપનીઓને પણ નથી છોડી રહ્યા. તાજેતરમાં જ મળતી માહિતીમાં મુજબ મોઝિલા ફાયરફોક્સ એક નવા બગનો શિકાર થયો છે. આ બગ Mozilla Firefox નો ઉપયોગ કરનારા વિંડોઝ અથવા મૅક પીસીની સ્ક્રીનને ફ્રીઝ કરી રહ્યું છે. જેને બ્રાઉઝર બ્લોક કહેવામાં આવે છે. મફત ઉપયોગ કરે છે.

દૈનિક જાગરણમાં છપાયેલા અહેવાલ અનુસાર Ars Technica એ એક અહેવાલ રજૂ કરેલ છે. આ અહેવાલની મુજબ વેબસાઇટના માધ્યમથી પહોંચીને કમ્પ્યુટર સ્ક્રીન ને ફ્રીઝ કરી નાખે છે. તે બગ યુઝર્સ એક મેસેજ બતાવે છે કે તમારું ડિવાઇસ પાઇરેટેડ વર્જન પર કામ કરી રહ્યું છે, જો તમે ઓરિજિનલ વર્જન છો, તો તે એક નંબર પર કૉલ કરવાનો રહેશે. જો યુઝર્સ તે નંબર પર કૉલ ન કરે તો તેમની ડિવાઇસને રિમોટલી ડિસેબલ કરી નાખવામાં આવે છે.

શું હોય છે મેસેજ-

મેસેજમાં લખાયેલું છે કે, તમારા વિંડોઝની રજિસ્ટ્રી ગેર કાનૂની છે. તેથી અમે તમારા કમ્પ્યુટરને લૉક કરી નાખ્યું છે. તેમાં પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેની સાથે તે પણ લખ્યું છે કે વિન્ડોઝ ડેસ્કટોપ હેક થઈ ચૂકેલ છે અને અમે તમારી સુરક્ષા માટે તેને બ્લૉક કરી રહ્યા છે. જો તમારે બ્લૉક થતા બચવું હોય તો, અમને 5 મિનિટની અંદર કૉલ કરો. તે પછી તમે તે મેસેજ વાળું ટેબ બંધ કરી રહ્યા છો, તો તમને એક પૉર-અપ આવશે, જેમાં વેબસાઈટ પર લૉગઈનનો મેસેજ હશે. અને યુઝર નેમ અને પાસવર્ડ લૉગઇન કરવા માટે કહેવામાં આવશે.

તેમ છતાં, કંપનીના જણાવ્યા મુજબ જો યુઝર આ સ્થિતિમાં ફસાી જાય તો વિંડોઝમાં ટાસ્ક મેનેજર અને macOS ને ફોર્સ ક્લોઝ ફંક્શનના માધ્યમથી બેધ કરી શકાય છે. એક વાતનું ધ્યાન રાખો કે તમે ફરીથૂ સિસ્ટમ ચાલુ કરશો તો તમને બધા જ ટેબ ખુલ્લા મળશે. અહીં પ્રભાવિત વેવસાઈટના લૉડ થતાં જ ફરીથી બગ વાળો મેસેજ તમને સ્કિરીન પર દેખાશે. આ ત્યારે થશે જ્યારે તમે બ્રાઉઝરમાં ઑટો ટેબ્સ રીઓપન ઑપ્શનને એક્ટિવેટ કર્યું હશે. એવામાં તેને બંધ કરી દો. આપને જણાવી દઈે કે આ બાય ડિફોલ્ટ બંધ જ રહે છે.

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
Loading...

આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...