Home /News /tech /Motorolaએ 55 ઇંચ સુધીની સાઇઝમાં 6 Smart TV ભારતમાં કર્યા લોન્ચ! જાણો કિંમત
Motorolaએ 55 ઇંચ સુધીની સાઇઝમાં 6 Smart TV ભારતમાં કર્યા લોન્ચ! જાણો કિંમત
મોટોરોલાએ આ નવી ટીવી રેન્જ Motorola revou 2 હેઠળ લોન્ચ કરી છે, જેમાં અલગ-અલગ સાઈઝ અને રેઝોલ્યુશન વાળા ટીવી ઉપલબ્ધ છે.
Motorola Smart TV: ફુલએચડી ટીવી 40-ઇંચ અને 43-ઇંચ સાઇઝમાં આવે છે અને 4K રેઝોલ્યુશન વાળા ટીવી 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ સાઈઝમાં આવે છે. સિરીઝના તમામ ટીવી Android TV 11 પર ઓપરેટ કરે છે.
Motorola Smart TV: Motorola એ તેની નવી સ્માર્ટ ટીવી રેન્જ લોન્ચ કરી છે જે Flipkart Big Savings Days સેલમાં ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કંપનીએ આ નવી ટીવી રેન્જ Motorola revou 2 હેઠળ લોન્ચ કરી છે, જેમાં અલગ-અલગ સાઈઝ અને રેઝોલ્યુશનવાળા ટીવી ઉપલબ્ધ છે. HD રેડી ટીવી 32 ઇંચની સ્ક્રીન સાઇઝમાં આવે છે, ફુલએચડી ટીવી 40 ઇંચ અને 43 ઇંચ સાઇઝમાં આવે છે અને 4K રેઝોલ્યુશન વાળા ટીવી 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ સાઈઝમાં આવે છે. સિરીઝના તમામ ટીવી Android TV 11 પર ઓપરેટ કરે છે. આમાં 24W સ્પીકર છે, જેની સાથે HD અને ફુલ HD ટીવીમાં Dolby Audio નો સપોર્ટ છે અને 4K ટીવીમાં Dolby Atmosનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
Motorola revou 2 Smart TV Price, Availability
અગાઉ જણાવ્યા મુજબ, ટીવી 32 ઇંચથી લઇને 55 ઇંચ સુધીની સાઇઝમાં લોન્ચ કરવામાં આવ્યા છે અને તેની પ્રાઇસિંગ અલગ-અલગ છે. 32 ઇંચના HD Ready TVની કિંમત 13,999 રૂપિયા છે. 40 ઇંચના Full HD TVની કિંમત 20,990 રૂપિયા, 43 ઇંચના ફુલ એચડી ટીવીની કિંમત 23,990 રૂપિયા છે. 43 ઇંચના 4K ટીવીની કિંમત 26,999 રૂપિયા, 50 ઇંચના 4K ટીવીની કિંમત 31,990 રૂપિયા અને 55 ઇંચના 4K ટીવીની કિંમત 37,999 રૂપિયા છે. આ તમામ ટીવી Flipkart Big Savings Days Sale હેઠળ ખરીદી માટે ઉપલબ્ધ છે.
રેઝોલ્યુશન મુજબ ટીવીને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ત્રણેય કેટેગરીના ટીવીમાં સ્પેસિફિકેશન્સમાં થોડો તફાવત છે. અહીં ત્રણેય કેટેગરીના ટીવીના સ્પેસિફિકેશન્સ જણાવવામાં આવ્યા છે.
Motorola revou 2 HD Ready TV
આ ટીવી 32 ઇંચ સાઇઝમાં આવે છે જેમાં 1366 x 768 પિક્સલ રેઝોલ્યુશન મળે છે. આમાં, 178° વ્યુઇંગ એંગલ આપવામાં આવ્યો છે અને 300 નિટ્સની બ્રાઇટનેસ મળે છે. ટીવીમાં ક્વાડ કોર મીડિયાટેક પ્રોસેસર છે જેની સાથે Mali G31 MP2 GPU આપવામાં આવ્યું છે. ટીવીમાં 2GB મેમરી છે અને 8GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
રેન્જના ફુલ એચડી ટીવીમાં 1920 x 1080 પિક્સલ રેઝોલ્યુશન છે અને 60Hz રિફ્રેશ રેટ છે. 178° વ્યુઇંગ એંગલ આપવામાં આવ્યો છે અને 300 નિટ્સની બ્રાઇટનેસ મળે છે. તેમાં 5000:1 ડાયનેમિક કોન્ટ્રાસ્ટ રેશિયો આપવામાં આવ્યો છે. ટીવીમાં લો બ્લુ લાઇટ એમિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ક્વોડ કોર મીડિયાટેક પ્રોસેસર છે જેની સાથે Mali G31 MP2 GPU આપવામાં આવ્યું છે. તે 2GB રેમ અને 8GB સ્ટોરેજ સાથે આવે છે.
Motorola revou 2 4K TV
4K ટીવી 3840×2160 પિક્સલ રેઝોલ્યુશન સાથે છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ છે અને તેને Dolby Vision અને Dolby Atmos સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ ટીવીમાં HDR10, 4D સાઉન્ડ, MEMC અને ALLM જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 5000:1 ડાયનેમિક કોન્ટ્રાસ્ટ રેશિયો છે. ટીવીમાં લો બ્લુ લાઇટ એમિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ક્વોડ કોર મીડિયાટેક પ્રોસેસર છે જેની સાથે Mali G31 MP2 GPU આપવામાં આવ્યું છે. તે 2GB રેમ અને 8GB સ્ટોરેજ સાથે આવે છે.
મોટોરોલાના આ સ્માર્ટ ટીવીના કનેક્ટિવિટી ઓપ્શન્સ વિશે વાત કરીએ, તો તેમાં Wi-Fi 802.11 ac (2.4GHz), બ્લૂટૂથ, HD અને ફુલ HDમાં 2 HDMI પોર્ટ, 4Kમાં 3 HDMI પોર્ટ, 2 USB 2.0 અને ઇથરનેટ સપોર્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર