Home /News /tech /Flipkart પર આ ફોલ્ડેબેલ ફોન પર મળી રહ્યું છે 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ!

Flipkart પર આ ફોલ્ડેબેલ ફોન પર મળી રહ્યું છે 75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ!

ફોલ્ડેબલ ફોન પર મોટું ડિસ્કાઉન્ટ

Motorola razr foldable phone: આ ફોનની કિંમત 1,49,999 રૂપિયા છે, ફિલ્પકાર્ટ પર હાલ આ ફોન પર 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

નવી દિલ્હી: મોટોરોલા પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન Motorola Razr પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ફોનની વાસ્તવિક કિંમત 1.50 લાખ રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ (Flipkart) પર આ ફોન પર બમ્પર ઑફર ચાલી રહી છે. જે ઑફરનો લાભ લીધા બાદ આ ફોન અડધી કિંમતે મળી રહ્યો છે. હાલ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી ઑફર પ્રમાણે 50% ડિસ્કાઉન્ટ બાદ આ ફોનની કિંમત 74,999 રૂપિયા થાય છે. આ કિંમત પર કંપની પોતાનો જૂનો ફોન એક્સેન્જ કરવાની ઑફર (Exchange offer) આપી રહી છે.

જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ કરો છો તો તેના પર કંપની 14,950 રૂપિયાની વધારાની છૂટ આપી રહી છે. આ કિંમતને બાદ કરતા આ ફોન આશરે 60,000 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે, આ ઑફર અહીં પૂરી નથી થઈ જતી. તમે ફ્લિપકાર્ટ પર ચાલતી અન્ય કેશબેક ઑફર (Cashback offers)નો લાભ પણ લઈ શકો છે. જે બાદમાં આ ફોનની કિંમત 60 હજાર રૂપિયા કરતા પણ ઓછી થઈ જાય છે.

ફોનના ફીચર

આ ફોન 6.2 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. સાથે જ 6GB રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આવે છે. આ ફોનનું વજન 205 ગ્રામ છે. ફોનમાં 16 મેગાપિક્સેલનો રિયર અને 5 મેગાપિક્સેલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન ક્વિક વ્યૂ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોનમાં SDM710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં તમને 2510 mAh બેટરી મળે છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે.

આ પણ વાંચો: ભારતમાં બહુ ઝડપથી લૉંચ થઈ શકે છે Nokiaનું T20 ટેબ, જાણો ફીચર અને કિંમત

Flipkart પર દિવાળી સેલ

ઇ-કોમર્સ વેબસાઇટ (E-commerce Site) ફ્લિપકાર્ટ એકવાર ફરી બિગ દિવાલી સેલ (Flipkart Big Diwali Sale 2021) લઈને આવી છે. ફ્લિપકાર્ટની બિગ દિવાલી સેલ 28 ઓક્ટોબર, 2021થી શરૂ થઈ ગયો છે અને 3 નવેમ્બર સુધી ચાલશે. આ પહેલા ફ્લિપકાર્ટે 17 ઓક્ટોબરે બિગ બિલિયન સેલ (Big Billion sale)નું આયોજન કર્યુ હતું. આ સેલમાં ગ્રાહકોને વિવિધ વસ્તુઓની ખરીદી પર અઢળક ઓફર્સ (Bumper Discount & Offers) મળી રહ્યું છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આનંદો! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર લૉંચ

SBI કાર્ડ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં મોબાઇલ, ટીવી પર અનેક ડિસ્કાઉન્ટ અને ઇએમઆઇ (EMI)ના વિકલ્પ મળી રહ્યા છે. જ્યારે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards) પર ગ્રાહકોને 10 ટકા બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ આ સેલમાં સ્માર્ટફોન પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં શાઓમી(Xiaomi), એપલ (Apple) અને રીયલમી (Realme) જેવી કંપનીઓના મોબાઇલ પર દમદાર ઓફર્સ (Offers) ગ્રાહકોને મળી રહી છે.
First published:

Tags: Diwali 2021, Flipkart, મોબાઇલ, સ્માર્ટફોન