મોટોરોલાના બે જબરદસ્ત ફોન Moto G Stylus 5G અને Moto G 5G લોન્ચ, જાણો ફીચર્સ
મોટોરોલાના બે જબરદસ્ત ફોન Moto G Stylus 5G અને Moto G 5G લોન્ચ, જાણો ફીચર્સ
Moto G Stylus 5G (2022) અને Moto G 5G (2022) સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.
Motorola Latest Smartphone: Moto G Stylus 5Gમાં પાવર બેકઅપ માટે 5000 mAh બેટરી આપવામાં આવી છે. તેને ટર્બો ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 6.8 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે.
Motorola Latest Smartphone Price List: મોટોરોલાએ આજે પોતાના બે નવા સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કર્યા છે. મોટોરોલાએ Moto G Stylus 5G (2022) અને Moto G 5G (2022)ને અમેરિકાની માર્કેટમાં લોન્ચ કર્યા છે. બંને ફોન જૂના મોડલના અપડેટ વર્ઝન છે. જલ્દી આ ફોનને ભારતમાં પણ રજૂ કરવામાં આવશે.
Moto G Stylus 5G (2022) અને Moto G 5G (2022) સ્માર્ટફોન 5G છે. બંને ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.
Moto G Stylus 5G (2022)
Moto G Stylus 5G (2022) સ્માર્ટફોનને બે અત્યંત સુંદર કલર સ્ટીલ બ્લૂ (Steel Blue) અને સીફોમ ગ્રીન (Seafoam Green)માં રજૂ કરવામાં આવ્યા છે. ફોનમાં એલઈડી ફ્લેશ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે.
ક્રિસ્ટલ ક્લીઅર ફોટો માટે 50 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. તેની મદદથી તમે ઓછા પ્રકાશમાં પણ સારા ફોટો ક્લિક કરી શકો છો. સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા–વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર લાગેલો છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
Moto G Stylus 5G (2022) સ્માર્ટફોનને બે અત્યંત સુંદર કલર સ્ટીલ બ્લૂ (Steel Blue) અને સીફોમ ગ્રીન (Seafoam Green)માં રજૂ કરવામાં આવ્યા છે.
Moto G Stylus 5Gમાં પાવર બેકઅપ માટે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેને ટર્બો ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં 6.8 ઈંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 20.5:9ના આસપેક્ટ રેશિયો અને 120Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેનું રેઝોલ્યુશન 1080×2460 પિક્સલ છે. Moto G Stylus 5G ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર અને સ્ટાયલસ પેન છે. આ ફોનની કિંમત 499.99 ડોલર એટલે લગભગ 38,200 રૂપિયા છે.
Moto G 5G (2022) સ્માર્ટફોન 6GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 6.5 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. ફોનમાં બે દિવસ ચાલવાના દાવા સાથે 5000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. તે 10W ચાર્જિંગ સાથે આવે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં પણ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. કેમેરા સેટઅપ સાથે LED ફ્લેશ લાઇટ પણ છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ છે. આ સાથે 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
Moto G 5G (2022) સ્માર્ટફોન 6GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે.
Moto G 5G (2022) ફોનમાં MediaTek Dimensity 700 પ્રોસેસર છે. આ ફોન 6જીબી રેમ અને 256જીબી સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર