Home /News /tech /

Motorola નો 200 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન આ વર્ષે લોન્ચ થવાની શક્યતા

Motorola નો 200 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન આ વર્ષે લોન્ચ થવાની શક્યતા

અફવાઓ અનુસાર, આ ડિવાઇસમાં 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.67 ઇંચની ફુલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે હશે

Motorola smartphone - છેલ્લા ઘણા સમયથી બજારમાં મોટોરોલા ફ્રન્ટિયર નામના ફ્લેગશિપ ફોનની ચર્ચાએ જોર પકડ્યું છે

નવી દિલ્હી : લોકપ્રિય સ્માર્ટફોન ઉત્પાદક મોટોરોલા (Motorola) આ વર્ષના અંતમાં પ્રીમિયમ કેમેરા ફોન (Premium camera phone) લાવવા તૈયાર છે. મોટોરોલાએ ચીનમાં ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર ટીઝર રિલીઝ કર્યું છે, જે ફોનમાં મોટો કેમેરા લેન્સ જોવા મળે છે. જેના પરથી મોટોરોલાના આગામી ફ્લેગશિપમાં 200MP સેન્સર હશે તેવું જાણવા મળ્યું છે. આ સાથે લોન્ચની વિગતો પણ સામે આવી છે.

છેલ્લા ઘણા સમયથી બજારમાં મોટોરોલા ફ્રન્ટિયર નામના ફ્લેગશિપ ફોનની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે 200 મેગાપિક્સેલના આગામી ફોનનું કોડનેમ ફ્રન્ટિયર હોય શકે છે. GSM Arenaના જણાવ્યા અનુસાર નવું ટીઝર 200 મેગા-પિક્સેલ્સ કેમેરા સેન્સરને ઇમેજ એક્સપિરિયન્સ માટે નવો બેંચમાર્ક છે.

ફોનનું કેમેરા સેટઅપ

અફવાઓ અનુસાર, આ ડિવાઇસમાં 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.67 ઇંચની ફુલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે હશે. ફ્રન્ટ કેમેરા માટે ટોપ સેન્ટરમાં હોલ-પંચ કટઆઉટ હોઈ શકે છે. તેમજ તે કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવશે. પાછળની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. 200MPના મેઈન કેમેરા સાથે ફોનમાં 50MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 8MPનો ટેલિફોટો કેમેરો હશે. સેલ્ફી માટે ફોનમાં 60MPનો ફ્રન્ટ કેમેરો પણ આપી શકે છે.

આ પણ વાંચો - Jioએ લોન્ચ કર્યા 3 નવા પોસ્ટપેડ પ્લાન્સ, ખરીદી પર ફ્રીમાં મળશે JioFi 4G વાયરલેસ હોટસ્પોટ

8K વીડિયો રેકોર્ડિંગ

અહીં, નોંધનીય છે કે Snapdragon 7 Gen 1 હવે 200MP કેમેરાને સપોર્ટ કરશે તેવા અહેવાલ હતા. ત્યારે નવો મોટોરોલા કેમેરા ફોનમાં આવી જ ચિપસેટ આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. મોટોરોલા આ ફોન માટે સેમસંગના 200MP ISOCELL HP1 સેન્સરનો ઉપયોગ કરી શકે છે. આ સેન્સર ઉચ્ચ ગુણવત્તાનો 8K વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ હશે. આ સેન્સર 12.5 મેગા-પિક્સેલ્સ અથવા 50 મેગા-પિક્સેલ સ્ટિલ ઇમેજનું આઉટપુટ પિક્સેલ બાયનિંગ દ્વારા ઉત્પન્ન કરી શકે છે અને તે ડીપ લર્નિંગ-આધારિત એલ્ગોરિધમ્સ છે. સેન્સર 30 fps પર 8K વીડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે.

મોટો રેઝર 3 ફોલ્ડેબલ ફોન

થોડા સમય પહેલા મોટોરોલાએ અલ્ટ્રા-પ્રીમિયમ મોટો રેઝર 3 ફોલ્ડેબલ ફોન લાવવાનો પણ સંકેત આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, તે ક્વોલકોમનો નવા અને સૌથી શક્તિશાળી મોબાઇલ ચિપસેટ Snapdragon 8 Gen 1 દ્વારા સંચાલિત છે.

મોટો રેઝર 3 ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ ગયા અઠવાડિયે ક્વોલકોમે કહ્યું હતું કે, Snapdragon 8 Gen 1 સાથેની ડિવાઇસ ત્રીજા ક્વાર્ટર જુલાઈ-ઓગસ્ટમાં સ્ટોર્સમાં જોવા મળશે. તેથી બંને નવા ફોન આવતા ક્વાર્ટરમાં એક જ સાથે આવી તેવી શકયતા છે.
First published:

Tags: Mobile and Technology, Motorola, Smartphones, Tech

આગામી સમાચાર