Home /News /tech /

200 મેગાપિક્સલ કેમેરા સાથે Motorola Frontier લોન્ચિંગ માટે તૈયાર, મળશે 144Hz ડિસ્પ્લે

200 મેગાપિક્સલ કેમેરા સાથે Motorola Frontier લોન્ચિંગ માટે તૈયાર, મળશે 144Hz ડિસ્પ્લે

મોટોરોલા પોતાનો અપકમિંગ ફ્લેગશિપ ફોન મોટોરોલા ફ્રન્ટીયર (Motorola Frontier) લોન્ચ કરવા માટે તૈયાર છે.

Motorola Frontier: મોટોરોલાનો આગામી ફ્લેગશિપ ફોન દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હોઈ શકે છે જે 200 મેગાપિક્સલ સાથે આવશે. કંપની તેમાં સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ ચિપસેટનો ઉપયોગ કરી શકે છે.

    Motorola Frontier: જી-સિરીઝ (G-Series)માં બજેટ અને મિડ-રેન્જ ફોનની એક સિરીઝ રજૂ કર્યા બાદ, લેનોવોની માલિકીવાળી કંપની મોટોરોલા પોતાનો અપકમિંગ ફ્લેગશિપ ફોન મોટોરોલા ફ્રન્ટીયર (Motorola Frontier) લોન્ચ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ મુજબ, આવનારો આ ફ્લેગશિપ ફોન દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હોઈ શકે છે જે 200 મેગાપિક્સલ સાથે આવશે. કંપની તેમાં સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. હાલમાં કંપનીએ તેની લોન્ચિંગ ડેટ વિશે કોઈ જાણકારી નથી આપી.

    જો કે, લેનોવો ચીનના મોબાઈલ ફોન બિઝનેસ ડીપાર્ટમેન્ટના જનરલ મેનેજરે 125W મોટોરોલા ચાર્જિંગ એડેપ્ટરનો ફોટો શેર કર્યો છે, જેથી એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે આવનારો ફ્રન્ટીયર ફોન 125W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. મોટોરોલા 125W ફાસ્ટ ચાર્જર રજૂ કરીને પોતાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. Motorola ઉપરાંત, OnePlus, Oppo અને Realme પણ 125W ચાર્જરવાળા ફોન લોન્ચ કરવા માટે તૈયાર છે.

    આ પણ વાંચો: OnePlus જલ્દી લોન્ચ કરી શકે છે OnePlus Tab 5G, જાણો શું હશે કિંમત અને ફીચર્સ?

    Motorola Frontierની વાત કરીએ તો, લોન્ચ પહેલા ફોનના રેન્ડર ઓનલાઈન લીક થઈ ગયા છે. જેના પરથી ફોનના સ્પેસિફિકેશન્સનો અંદાજો લગાવી શકાય છે.

    મોટોરોલા ફ્રન્ટીયર (Motorola Frontier Specifications) 6.67 ઇંચની ડિસ્પ્લે સાથે આવી શકે છે, જે P-OLED ટેક્નોલોજી સાથે આવે છે. તે ફુલ HD છે, અને તેનો રિફ્રેશ રેટ 144Hz સાથે રજૂ થવાની શક્યતા છે. તેમાં Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ છે, અને 8GB RAM અથવા 12GB RAM આપવામાં આવશે, જેની સાથે 128GB અને 256GB મળે છે.

    આ પણ વાંચો: Realme આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે 108 MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

    બેટરી તરીકે, મોટોરોલા ફ્રન્ટીયરમાં 125W સુધી ચાર્જિંગ આપી શકાય છે, જે 50W વાયરલેસ ચાર્જિંગ સાથે આવી શકે છે. રિપોર્ટ અનુસાર, તે Type-C પોર્ટ સાથે અને તે Android 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

    કેમેરાની વાત કરીએ તો, મોટોરોલાના ફ્લેગશિપ ફોનમાં પ્રાઇમરી કેમેરા તરીકે Samsungનો 200-megapixel S5KHP1 સેન્સર આપી શકાય છે.

    આ ઉપરાંત, તેમાં 50 મેગાપિક્સલનો samsung S5KJN1SQ03 (JN1) અલ્ટ્રાવાઇડ લેન્સ અને એક 12 મેગાપિક્સલનો IMX663 સેન્સર હોવાની અપેક્ષા છે. આ સિવાય તેમાં 60 મેગાપિક્સલ OmniVision OV60A સેલ્ફી કેમેરા હોઈ શકે છે, જે Motorola Edge X30માં પણ આપવામાં આવ્યો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Motorola, Smartphones

    આગામી સમાચાર