Home /News /tech /

Motorola રજૂ કરી શકે છે દમદાર સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન, લૉંચ પહેલા જ ફીચર્સ થયા લીક

Motorola રજૂ કરી શકે છે દમદાર સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન, લૉંચ પહેલા જ ફીચર્સ થયા લીક

મોટોરોલાનો નવો સ્માર્ટફોન.

Motorola Edge 30 Ultra: આ પહેલા લીક થયેલી માહિતીઓ અનુસાર Motorola Edge 30 Ultraમાં 6.67 ઇંચ OLED FHD + 144 Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 899 ચિપ, 8 જીબી-12 જીબી રેમ, 128 જીબી-256 જીબી UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

મુંબઈ: દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા (Smartphone Company Motorola) બહુ ઝડપથી માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન (New Smartphone) Motorola Edge 30 Ultra લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સ્માર્ટફોન વિશે ઘણી જાણકારી લીક (Features Leak) થઇ છે. જેમાં ફોનના સૌથી ખાસ ફીચર્સ વિશે વાત કરવામાં આવી રહી છે. આ ફોનને ચીનમાં Motorola Edge X નામે લોન્ચ કરી શકે છે.

તાજેતરમાં જ લીક થયેલી તસવીરો અનુસાર Motorola Edge 30 Ultraમાં પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઇન આપવામાં આવેલી છે. આ સ્માર્ટફોન વિશે લીક થયેલી અન્ય જાણકારી અનુસાર, તેમા ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર (In-Display Fingerprint Sensor) હોઇ શકે છે અને રીયરમાં 3 કેમેરા સેટઅપ મળી શકે છે.

બે કલર ઓપ્શન મળી શકે છે

91 Mobiles સાથે કોલાબ્રેશનમાં ટિપ્સ્ટર Steve Hmmerstoffer (@OnLeaks)એ રેન્ડર્સ શેર કર્યા છે. જે અનુસાર જોઇએ તો સ્માર્ટફોનને બે કલર ઓપ્શન બ્લૂ અને ગ્રેમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આગામી મોટોરોલા સ્માર્ટફોન્સમાં પાતળા બેઝેલ્સ અને ફ્લેટ કિનારાઓની સાથે પંચ હોલ ડિસ્પ્લે જોવા મળી રહ્યા છે. ફોનની ડાબી બાજુ પાવર બટન દેખાઇ રહ્યું છે. આ સિવાય એક માઇક્રોફોન, નીચેની બાજુએ એક સ્પીકર ગ્રિલ અને એક યૂએસબી ટાઇપ-સી પોર્ટ જોઇ શકાય છે.

આ પણ વાંચો: શું લેપટોપ લાવી રહી છે રિલાયન્સ જિયો? જાણો JiBookના સંભવિત ફીચર્સ વિશે

ટ્રિપલ રિયર કેમેરા સેટ અપથી સજ્જ!

આ પહેલા લીક થયેલી માહિતીઓ અનુસાર Motorola Edge 30 Ultraમાં 6.67 ઇંચ OLED FHD + 144 Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 899 ચિપ, 8 જીબી-12 જીબી રેમ, 128 જીબી-256 જીબી UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી શકે છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જેમાં 50 એમપીનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2 એમપીનો ત્રીજો સેન્સર આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો:  વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને લઈને લાવશે દમદાર ફીચર, જાણો My contact Except ફીચર અંગે

જ્યારે આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 60 મેગાપિક્લસનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. આ સિવાય લીક્સ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 68W ફાસ્ટ ચાર્જીંગની સાથે 5000mAhની બેટરી પણ હોઇ શકે છે. અહેવાલો અનુસાર, આ સ્માર્ટફોનને આગામી મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

અન્ય કામના સમાચાર: 15 દિવસ સુધી પ્રીમિયમ સ્માર્ટફોન વાપરો, પસંદ ન પડે તો પૂરા પૈસા પરત!

ફ્લિપકાર્ટ (Flipkart offer) તરફથી પોતાના ગ્રાહકો માટે ખાસ ઑફર શરૂ કરવામાં આવી છે. યૂઝર્સ હવે સ્માર્ટફોનની ખરીદી બાદ 15 દિવસ સુધી તેનો ટેસ્ટિંગ તરીકે ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન જો ગ્રાહકને ફોન પસંદ ન પડે તો તેને પરત કરી શકે છે. એટલું જ નહીં, ગ્રાહકને ફોનની સંપૂર્ણ કિંમત પણ પરત મળી જશે. જોકે, આ ઑફર તમામ સ્માર્ટફોન પર નથી આપવામાં આવી. આ ઑફર ફક્ત પ્રીમિયમ સ્માર્ટફોન (Premium smartphones) પર છે. 'લવ ઇટ ઓર રિટર્ન ઇટ' (Love It or Return It) નામની આ કાર્યક્રમ હેઠળ શરૂઆતમાં ફ્લિપકાર્ટ અને સેમસંગ (Samsung) વચ્ચે એક મોટી ડીલ થઈ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Motorola, કેમેરા, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन