Home /News /tech /ભારતનો પહેલો Snapdragon 778G+ પ્રોસેસર વાળો Motorola Edge 30 આ દિવસે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત અને ફીચર્સ

ભારતનો પહેલો Snapdragon 778G+ પ્રોસેસર વાળો Motorola Edge 30 આ દિવસે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત અને ફીચર્સ

Motorola Edge સિરીઝ સ્માર્ટફોનમાં Snapdragon 778G+ ચિપસેટ મળશે.

Motorola Edge 30 ભારતનો પહેલો Snapdragon 778G+ SoC પ્રોસેસર વાળો સ્માર્ટફોન હોઈ શકે છે. આ ફોનમાં કંપની 144Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની OLED ડિસ્પ્લે અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4020mAh ની બેટરી આપી શકે છે.

    Motorola Edge 30 Smartphone Price and Launch Date: મોટોરોલા (Motorola) ટૂંક સમયમાં Motorola Edge 30 ફોન લોન્ચ કરવાની છે. જો કે, લેનોવો (Lenovo)ની માલિકીની બ્રાન્ડ, મોટોરોલાએ હજુ સુધી ઓફિશિયલ લોન્ચ ડેટ જણાવી નથી, પરંતુ હાલમાં જ આવેલી લીકમાં માહિતી મળી છે કે લેટેસ્ટ Motorola G-સિરીઝ સ્માર્ટફોન ભારતમાં 12 મે એ દસ્તક આપી શકે છે. Motorola Edge સિરીઝ સ્માર્ટફોનમાં Snapdragon 778G+ ચિપસેટ મળશે. Motorola Edge 30 માં કંપની 144Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની OLED ડિસ્પ્લે અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4020mAh ની બેટરી આપી શકે છે.

    જાણીતાં ટિપ્સટર મુકુલ શર્માએ ટ્વિટર પર Motorola Edge 30 ની લોન્ચ તારીખ સજેસ્ટ કરી છે. લીક અનુસાર, આ સ્માર્ટફોન 12 મેના દિવસથી ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે. Motorola Edge 30 ભારતનો પહેલો Snapdragon 778G+ SoC પ્રોસેસર વાળો સ્માર્ટફોન હોઈ શકે છે. જો કે, Motorola એ હજુ સુધી આ સ્માર્ટફોન વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

    આ પણ વાંચો: Xiaomi Super Sale: શાઓમી સુપર સેલ શરુ, અહીં જાણો ફોન, ટીવી અને લેપટોપ પર બેસ્ટ ઓફર્સ

    Motorola Edge 30 ની સંભવિત કિંમત

    એપ્રિલના અંતે આ સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે EUR 449.99 એટલે કે ભારતીય કરન્સીના હિસાબે 36,300 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કલર ઓપ્શનની વાત કરીએ, તો આ Aurora Green, Meteor Gray અને Supermoon Silver કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. એવી અટકળ છે કે ભારતીય વેરિયન્ટ પણ આ જ કિંમતમાં રજૂ થઈ શકે છે.

    Motorola Edge 30 ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશન્સની વાત કરીએ, તો Motorola Edge 30 ના ભારતીય વર્ઝનના સ્પેસિફિકેશન્સ ગ્લોબલ વર્ઝન જેવા જ હોવાની શક્યતા છે. Motorola Edge 30 માં 6.7 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 1080x2400 પિક્સલ અને 144Hz રિફ્રેશ રેટ છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર Snapdragon 778G+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્ટોરેજની વાત કરીએ, તો તેમાં 8GB RAM અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 12 પર બેઝ્ડ My UX પર કામ કરે છે.

    આ પણ વાંચો: નંબર સેવ કર્યા વગર WhatsApp મેસેજ કઈ રીતે મૂકવો? એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ખૂબ કામ લાગશે આ ટ્રિક

    કેમેરાની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં 50MP નો પ્રાઇમરી કેમેરા, 2MPનો ડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ, તો તેમાં 32MP નો સેલ્ફી કેમેરા છે. આ ફોનમાં 4020mAh ની બેટરી મળે છે, જે 33W ટર્બોપાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Motorola, Smartphones

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन