મુંબઈ: મોટોરોલા (Motorola) દ્વારા નવી સ્માર્ટવોચ Moto Watch 100 લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ (Smart watch) સૌથી ટકાઉ વસ્તુઓમાંથી બનાવવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે. મોટોરોલાની નવી સ્માર્ટવોચમાં બે અઠવાડિયાની બેટરી લાઇફ, 1.3 ઇંચની સર્ક્યુલર ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ સ્માર્ટવોચ મોટોરોલાની મોટો વોચ OS પર ચાલે છે. મોટોરોલા દ્વારા આ સ્માર્ટવોચને 100 ડોલર (આશરે 7,500 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ, સ્લીપ ટ્રેકિંગ, વેઇટ ટ્રેકિંગ, એસપીઓ2 મોનિટરિંગ જેવી અનેક સુવિધાઓ (Moto Watch 100 features) આપવામાં આવી છે.
હાલ અમેરિકામાં ઉપલબ્ધ
આ વોચ અમેરિકામાં ઉપલબ્ધ રહેશે. આ સ્માર્ટવોચ માટેના પ્રી-ઓર્ડર અમેરિકામાં શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે શિપિંગ 10 ડિસેમ્બરથી શરૂ થશે. જોકે, ભારતની બજારમાં જોવા મળશે કે નહીં તેની જાહેરાત હજી થઈ નથી. આ સ્માર્ટવોચને મલ્ટિપલ સ્ટ્રેપ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ વોચ લિનોવોની માલિકીની બ્રાન્ડની સૌથી સસ્તી સ્માર્ટવોચ છે.
સ્માર્ટવોચના ફીચર્સ
આ સ્માર્ટવોચમાં 1.3 ઇંચની એલસીડી ડિસ્પ્લે આવે છે. જેમાં 42 MM કેસ મળે છે. આ વોચ ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે આવે છે અને હેલ્થ ફીચર્સ મળે છે. જેમાં હાર્ટ રેટ મોનિટરિંગ, એસપીઓ2 ટ્રેકર, સ્લીપ ટ્રેકિંગ જેવા ફીચર સામેલ છે. મોટોરોલાએ મોટો વોચ 100 પર 26 સ્પોર્ટ મોડ્સ પ્રીલોડેડ કર્યા છે. જે બાસ્કેટબોલ, બેડમિન્ટન, બાઇક ઇન્ડોર, ક્રિકેટ, સ્નોબોર્ડ, ટેનિસ અને યોગ જેવી એક્ટિવિટીને ટ્રેક કરવામાં મદદ કરે છે. યુઝર્સ કંપેટીબલ ફોન સાથે જોડાયેલા હોય ત્યારે મોટો વોચ 100 દ્વારા તેમની ફિટનેસ ટ્રેકિંગ પર પણ નજર રાખી શકે છે.
મોટો વોચ 100 ઓછામાં ઓછા એન્ડ્રોઇડ 5.0 અથવા આઇઓએસ 10.2 ચાલતી ડીવાઈસ સાથે સુસંગત છે. આ સ્માર્ટવોચ 5ATM વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે અને મેપિંગ તથા નેવિગેશન સુવિધાઓ માટે GPS/ GLONASS/ BeiDouનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 355mAh બેટરી મળે છે. આ બેટરી બે અઠવાડિયા સુધી ચાલવાનો દાવો કરવામાં આવે છે. આ બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવામાં લગભગ એક કલાક લાગે છે.
ઉલ્લેખનીય છે કે, 2019માં eBuyNow કોમર્સ દ્વારા નવી મોટોરોલા-બ્રાન્ડેડ સ્માર્ટવોચ બનાવવાના અધિકારો મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ Moto Watch 360 બહાર પાડી હતી અને હવે eBuyNowએ મોટોરોલા તરફથી Moto Watch 100 તૈયાર કરાઈ છે. આ વોચ બાબતે મોટોરોલાએ તેના પ્રોડક્ટ પેજ પર કહ્યું છે કે, Moto Watch 100 સૌથી ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર