આજે ભારતમાં લોન્ચ થશે Moto G7, જાણો કિંમત અને ફીચર્સ

આજે ભારતમાં લોન્ચ થશે Moto G7

આજે મોટોરોલા તેનો નવો ફોન Moto G7 ભારતમાં લોન્ચ કરશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આજે મોટોરોલા તેનો નવો ફોન Moto G7 ભારતમાં લોન્ચ કરશે. કંપની આ ફોનની લોન્ચિંગને લઇને છેલ્લા વીકથી ટીઝ કરી રહી છે. તમને જણાવી દઇએ કે આ સ્માર્ટફોનને ફેબ્રુઆરીમાં બ્રાઝિલમાં અલગ વેરિએન્ટ્સ Moto G7 Play, Moto G7 Plus અને Moto G7 Power સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપની ભારતમાં Moto G7 Powerને લોન્ચ કરી ચૂકી છે અને હવે G7 લોન્ચ કરશે.

  Moto G7નું સ્પેસિફિકેશન

  આ ફોનમાં 6.24 ઇંચની ફુલ એચડી+ મેક્સ વિઝન એલટીપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080x2270 પિક્સલ છે. ઉપરાંત ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર Qualcomm Snapdragon 632 પ્રોસેસર સાથે 4GB RAM છેય સ્ટોરેજની વા કરવામાં આવે તો ફોનમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. જેને microSDથી 512GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને પાવર માટે 3000mAh બેટરી આપવામાં આવી છે. જે 15W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

  12+8 મેગાપિક્સલનો કેમેરા

  કેમેરાની વાત કરીએ તો આમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી સેન્સર 12 મેગાપિક્સલ છે, જે f/1.8 અપર્ચર સાથે આવે છે. બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. જે f/2.2 અપર્ચર સાથે આવે છે. ઉપરાંત સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલન ફ્રન્ટ કેમેરો છે, જે f/2.2 અપર્ચર સાથે આવે છે.

  કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફોનમાં 4G VOLTE, બ્લુટથ, જીપીએસ, wifi, 3.5 mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: ભારત માટે Netflix લાવ્યું સૌથી સસ્તો પ્લાન, જાણો શું છે પ્લાનિંગ

  આટલી હોઇ શકે છે કિંમત

  મોટોરોલાના ફોનને ગયા મહિને બ્રાઝિલમાં 299 ડોલર (લગભગ 20,700 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો ભારતમાં આની કિંમતની વાત કરીએ તો આ ફોનને ભારતમાં 15થી 20 હજાર રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકાય છે. આ ફોનને સિરેમિક બ્લેક અને વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને બની શકે કે ભારતમાં પણ આ ફોન બન્ને કલર વેરિએન્ટમાં લોન્ચ થાય.
  Published by:Azhar Patangwala
  First published: