મોટોરોલાએ ભારતમાં લોન્ચ કર્યા બે નવા બજેટ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

 • Share this:
  મોટોરોલાએ ભારતમાં પોતાના બે નવા બજેટ સ્માર્ટફોન Moto G6 અને Moto G6 Playને લોન્ચ કરી દીધા છે. કંપનીએ ભારતમાં આની કિંમત ક્રમશ: 13,999 રૂપિયા અને 11,999 રૂપિયા રાખી છે. ગ્રાહક Moto G6ને એક્સક્લૂસિવ રૂપમાં એમેઝોન પરથી ખરીદી શકશે જ્યારે G6 Play ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

  લોન્ચ ઓફર હેઠળ Moto G6 સાથે કંપનીને કેટલીક ઓફર આપી છે. HDFC બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરનાર ગ્રાહકોને આ સ્માર્ટફોન ખરીદવા પર 1250 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. તે સાથે જ 09 મહિના સુધી નો કોસ્ટ EMIનો વિકલ્પ મળશે. જોકે, આ ઓફર માત્ર 06 જૂન સુધી જ વેલિડ રહેશે.

  બીજી તરફ Moto G6 Playની વાત કરીએ તો આમાં ગ્રાહકોને લોન્ચ ઓફરના રૂપમાં ICICI ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી શોપિંગ કરવાથી 1000 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ સાથે જ અહી એક્સચેન્જ ઓફર અને બાયબેક ઓફર પણ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે.

  Moto G6 અને G6 Play દેખવામાં એક જેવા જ લાગે છે. આ બંનેની ડિસ્પલેમાં 18:9 એસ્પેક્ટ રેશ્યો આપવામાં આવ્યો છે. કર્વ્ડ ડિસ્પલની જગ્યાએ એજેસ કર્વ્ડ ડિસ્પલે આપવામાં આવી છે. G6ની બિલ્ડ ક્વોલિટી શાનદાર છે અને આની પાછળ પણ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે.

  Moto G6ની વાત કરીએ તો આમાં ડિસ્પલે 5.7 ઈંચની છે આ એક ફુલ એચડી છે. આમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને બે વેરિએન્ટ 3GBની રેમ અને 32GB મેમોરી અને 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમોરી સાથે લોન્ચ કર્યો છે. જોકે, ગ્રાહકોને 4GB રેમવાળા વેરિએન્ટ માટે 15,999 રૂપિયા ચૂકવવા પડશે.

  સ્માર્ટફોનના ફ્રન્ટમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને આમાં ક્નેક્ટિવિટી માટે USB Type C આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે Moto G6માં ડ્યૂઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે જે પ્રોટ્રેટ મોડ માટે છે, જેને એક કેમેરો 12 એમપીનો છે જ્યારે બીજો કેમેરો 05 મેગાપિક્સલનો છે. જ્યારે આના ફ્રન્ટમાં સેલ્ફી માટે 16 એમપીનો કેમરો આપવામાં આવ્યો છે.

  Moto G6 Playમાં તમને 5.7 ઈંચની જ ડિસ્પલે મળશે, પરંતુ આ ફુલ એચડી નહી માત્ર એચડી છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવામાં આવ્યો છે અને એન્ડ્રોયડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 3GB રેમ સાથે 32GB મેમોરી આપવામાં આવી છે. આમાં કંપનીએ 4000mAhની બેટરી આપી છે. ફોટોગ્રાફી માટે બેકમાં 13 એમપીનો કેમેરો આપ્યો છે, જ્યારે ફ્રન્ટમાં 8 એમપીનો સેલ્ફી કેમેરો આપ્યો છે.
  Published by:Mujahid Tunvar
  First published: