Home /News /tech /

Moto G51 ફોન 10 ડિસેમ્બરે ભારતમાં થઈ શકે છે લોન્ચ, જાણો ફીચર અને કિંમત વિશે

Moto G51 ફોન 10 ડિસેમ્બરે ભારતમાં થઈ શકે છે લોન્ચ, જાણો ફીચર અને કિંમત વિશે

મોટો G51 (ફાઇલ તસવીર)

Moto G51: ટીપ્સ્ટર મુકુલ શર્મા દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે આ સ્માર્ટફોન 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

મુંબઈ: સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા (Motorola) ભારતીય બજારમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. પોતાનો G31 લોન્ચ કર્યા બાદ હવે સ્માર્ટફોન કંપની મોટોરોલા પોતાનો Moto G51 ભારતમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. Moto G51 ભારતમાં 10 ડિસેમ્બરે લોન્ચ થાય તેવી શક્યતા છે. જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં Moto G51 તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન Moto G31 અને Moto G41 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જો ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે, તો મોટોરોલાનો આ ભારતમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 SoC પ્લસ (Qualcomm Snapdragon 480 SoC Plus) ધરાવતો આ પ્રથમ ફોન હશે.

હાલ મોટોરોલા તરફથી આ સ્માર્ટફોનના લોન્ચને લઈને કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી, પણ ટીપ્સ્ટર મુકુલ શર્મા દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે આ સ્માર્ટફોન 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે. આ સ્માર્ટફોનને કંપનીના અન્ય શ્રેષ્ઠ મિડ રેન્જ ફોન તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. એક નજર કરીએ Moto G51ના સ્પેસિફિકેશન અને તેની કિંમત પર.

Moto G51: અંદાજીત કિંમત

Moto G51 ભારતીય બજારોમાં રૂ. 19,999ના પ્રાઈઝટેગ સાથે આવે તેવી શક્યતા છે. ચીનમાં આ સ્માર્ટફોનની કિંમત 1499 CNY એટલે કે લગભગ રૂ. 17500ની આસપાસ છે. આ કિંમત 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. આ સ્માર્ટફોન બ્લૂ અને ગ્રે ગ્રેડિયન્ટ કલરમાં ઉપલબ્ધ થશે.

Moto G51: સ્પેસિફિકેશન

Moto G51 માં 6.8 ઈન્ચની હોલ પંચ એલસીડી (6.8-inch hole-punch LCD) ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં 120 Hz અને 240 Hz સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2.2 GHz ક્વોલકોમ સ્નેપડ્રેગન 480+ SoC આપવામાં આવ્યું છે, સાથે જ 8GB રેમ અને 128GB સ્ટોરેજ પણ ઉપલબ્ધ છે. આ સ્ટોરેજમાં માઈક્રો એસડી કાર્ડના ઉપયોગથી વધારો કરી શકાય છે.

આ પણ વાંચો: ભારતમાં મળતા એકથી એક હટકે સ્માર્ટફોનની યાદી, જાણો કિંમત અને ફીચર્સ વિશે

કેમેરો

કેમેરાની વાત કરવામાં આવે તો Moto G51માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ટ્રિપલ કેમેરા સેટઅપમાં 50 મેગાપિક્સલ S5JKN1 પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના સેન્સર પણ આપેલા છે. આમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે એક ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Top 10 fast charging phones: આ સ્માર્ટફોનના ફાસ્ટ ચાર્જર મિનિટોમાં બેટરી કરે છે ફૂલ ચાર્જ, જુઓ યાદી

બેટરી

Moto G51માં 10Wનું ફાસ્ટ ચાર્જીંગ અને 5,000mAhની બેટરી પણ આપવામાં આવી છે. ફોન ડોલ્બી એટમોસ (Dolby Atmos) સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 5G સપોર્ટ, Wi-Fi 5, બ્લૂટૂથ v5.2, GPS, USB ટાઈપ-C પોર્ટ, અને 3.5mm ઓડિયો જેક જોવા મળશે. સ્માર્ટફઓનની પાછળની બાજુએ એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Motorola, ટેકનોલોજી, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन