Home /News /tech /

Motorola smartphone: મોટોરોલાએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ રેન્જનો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

Motorola smartphone: મોટોરોલાએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ રેન્જનો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

મોટો જી51 સ્માર્ટફોન

Moto G51 5G: આ ફોનને ફ્લિપકાર્ટ પરથી એક્સક્લુઝીવ સેલમાં 16 ડિસેમ્બર, 2021થી ખરીદી શકાશે. આ સેલની શરૂઆત બપોરે 12 કલાકે થશે.

મુંબઈ: સ્માર્ટફોન કંપની મોટોરોલા (Smartphone Company Motorola)એ તેનો દમદાર Moto G51 5જી સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ (Moto G51 5G Launched in India) કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોનને ગત મહિને યુરોપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Moto G51 બે કલર ઓપ્શન -ઇન્ડિગો બ્લૂ અને બ્રાઇટ સિલ્વરમાં મળશે. જેને ગ્રાહકો ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ખરીદી શકશે. આ ફોનનું વજન 208 ગ્રામ છે .Moto G51 5G 6.8" 120Hz ફુલએચડી એલસીડી પેક અને 5,000mAh બેટરી સાથે આવશે. એટલે કે દિવસમાં એક વખત ચાર્જ કર્યા બાદ બેટરીની ચિંતા જ નહીં રહે.

Moto G51ની કિંમત

ભારતમાં Moto G51ના સિંગલ 4+64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ.14,999 રાખવામાં આવી છે. આ ફોનને ફ્લિપકાર્ટ પરથી એક્સક્લુઝીવ સેલમાં 16 ડિસેમ્બર, 2021થી ખરીદી શકાશે. આ સેલની શરૂઆત બપોરે 12 કલાકે થશે.

આ પણ વાંચો: Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

Moto G51ના ફીચર્સ

આ સ્માર્ટફોનમાં અનેક આકર્ષક ફીચર્સ આવેલા છે. સ્માર્ટફોનની 120Hz રિફ્રેશન રેટ ડિસ્પ્લે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 પ્લસ પ્રોસેસર તેની સૌથી મોટી ખાસિયત છે. આ સ્માર્ટફોનમાં વોટર રિપેલન્ટ ડિઝાઇન છે, જે ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે આવે છે અને તેમાં 3.5mm હેડફોન જેક સપોર્ટ પણ છે. સ્માર્ટફોનમાં પાસવર્ડ-લેસ અનલોકિંગ માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 સિસ્ટમ પર કામ કરે છે અને 4GB રેમ અને 64GB સુધીની સ્ટોરેજ સાથે આવશે.

મળશે 5000mAhની દમદાર બેટરી

Moto G51 5G 6.8" 120Hz ફુલએચડી એલસીડી પેક અને 5,000mAh બેટરી સાથે આવશે. એટલે કે દિવસમાં એક વખત ચાર્જ કર્યા બાદ બેટરીની ચિંતા જ નહીં રહે. USB-C પોર્ટ દ્વારા 10W ચાર્જર સપોર્ટ ધરાવે છે, આ ઉપરાંત બ્લૂટૂથ 5.2, જીપીએસ, 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ પણ સામેલ છે.

આ પણ વાંચો: Oppo mobile: વધુ દમદાર બનશે ઓપ્પો સ્માર્ટફોન્સનો Camera, ડીજીકેમની જેમ થશે ઝૂમિંગ

Moto G51 5Gમાં મળશે 4 કેમેરા

Moto G51 5Gમાં તમને કુલ ચાર કેમેરા મળશે. જેમાં પંચહોલ સાથે 13 MPનો સેલ્ફી કેમેરા, 50MPનો પ્રાઇમરી કેમેરા, 8 MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રો યુનિટ્સ હશે.

આ સિવાય ફોનની બ્રાઇટનેસ અને ઇમેજ ક્વોલોટી ઓટોમેટિક ઓછા પ્રકાશમાં પણ ઇમ્પ્રૂવ થશે. સ્નેપશોટને પ્રોફેશનલ પોટ્રેટમાં ફેરવી શકશો. આ સિવાય એડજસ્ટેબલ ડેપ્થ સેન્સર દ્વારા બેકગ્રાઉન્ડ્સ આપમેળે બ્લર થઈ શકશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Flipkart, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર