Mother's Day 2021: મમ્મીને ગિફ્ટ કરો શાનદાર સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી

Mother's Day 2021: મમ્મીને ગિફ્ટ કરો શાનદાર સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી
આવો જાણીએ કેટલાક સ્માર્ટફોન વિશે જેની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી છે પણ તેના ફીચર્સ ખૂબ જ આકર્ષક છે

આવો જાણીએ કેટલાક સ્માર્ટફોન વિશે જેની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી છે પણ તેના ફીચર્સ ખૂબ જ આકર્ષક છે

  • Share this:
    Mother's Day 2021: Mother’s Day દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 9 મે એટલે કે આજે છે. આમ તો બધાને પોતાની માતા સાથે ખાસ લગાવ હોય છે, પરંતુ અનેકવાર આપણે તેમને એ વાત વ્યક્ત નથી કરી શકતા. તો આ ખાસ દિવસે પોતાની મમ્મીને પોતે જ જણાવો કે આપણા માટે તેઓ કેટલા જરૂરી છે. આજના દિવસે તમે પોતાની મમ્મીને ગિફ્ટ (Mother’s Day Gift) આપીને જણાવી શકો છો કે તેઓ આપના જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે.

    આવો જાણીએ કેટલાક એવા જ સ્માર્ટફોન વિશે જેની કિંમત 10 હજાર રૂપિયાથી પણ ઓછી છે, પરંતુ ફીચર્સના મામલામાં આ સ્માર્ટફોન્સ જોરદાર છે, અને તેને તમે પોતાની જનેતાને ગિફ્ટ કરી શકો છો.



    Redmi 9 Prime: કિંમત 9,499 રૂપિયા (4GB/64GB સ્ટોરેજ)

    Redmi 9 Primeમાં 6.53 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે આવે છે, જેનું રેઝોલ્યૂશન 1080X2340 પિક્લ્જ છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપેલું છે. રેડમી 9 પ્રાઇમને કંપનીએ સ્પેસ બ્લૂ, મિટ ગ્રિન, સનરાઇઝ ફ્લેફર અને મેટ બ્લેક કલરમાં લૉન્ચ કર્યો છે. રેડમીના આ ફોનમાં 2.0 ગીગાહર્ટ્સ ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી

    Realme Narzo 30A: કિંમત 9,499 રૂપિયા (4GB/64GB સ્ટોરેજ)

    Realme Narzo 30Aમાં 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનું રેઝોલ્યૂશન 720x1600 પિક્સલ છે. ડિસ્પ્લેની સ્ટાઇલ વોટરડ્રોપ નૉચ છે. આ ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર છે. સ્માર્ટફોનમાં 3GB/4GB LPDDR4X RAM અને 32GB/64GB સ્ટોરેજનું ઓપ્શન મળે છે. કેમેરાની વાત કરીએ તો ફોનના બેક પેનલ પર ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપેલું છે.

    આ પણ વાંચો, ન્યૂઝીલેન્ડની આસપાસ પડી શકે છે ચીનનું અનિયંત્રિત રોકેટ, આગામી 12 કલાક ખૂબ અગત્યના



    Samsung Galaxy M02s: કિંમત 9,999 રૂપિયા (4GB/64GB સ્ટોરેજ)

    Samsung Galaxy M02sમાં 6.5 ઇંચનો ઇનફિનિટિ-V ડિસ્પ્લે છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે 4 GB સુધી રેમ તથા 64 GB સુધીનું સ્ટોરેજ મળે છે. તેને તમે 1 TB સુધી પણ માઇક્રો એસડી કાર્ડથી વધારી શકો છો. Samsung Galaxy M02s સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવે છે, જેનો પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે. સ્માર્ટફોનની બેટરી 5000 એમએએચની છે, જેની સાથે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 09, 2021, 10:30 am

    ટૉપ ન્યૂઝ