Home /News /tech /Youtube video: 2021માં ભારતમાં YouTube પર સૌથી વધુ જોવામાં આવ્યા આ વીડિયો, તમે જોયા કે નહીં?

Youtube video: 2021માં ભારતમાં YouTube પર સૌથી વધુ જોવામાં આવ્યા આ વીડિયો, તમે જોયા કે નહીં?

યુ-ટ્યુબ વીડિયો

Most viewed video on youtube 2021: કોઈપણ સવાલ હોય તેનો જવાબ અને રીત યૂટ્યૂબ પર મળી જ જતી હોય છે. યૂટ્યૂબે વર્ષ 2021માં સૌથી વધુ જોવામાં આવેલા વીડિયોનું લિસ્ટ બહાર પાડ્યું છે.

મુંબઈ. Most viewed video on youtube 2021: YouTube ભારતમાં સૌથી લોકપ્રિય ગૂગલ એપ્સમાંથી એક છે. કોઈપણ સવાલ હોય તેનો જવાબ અને રીત યૂટ્યૂબ પર મળી જ જતી હોય છે. યૂટ્યૂબે વર્ષ 2021માં સૌથી વધુ જોવામાં આવેલા વીડિયોનું લિસ્ટ બહાર પાડ્યું છે. આજે અમે આપને ભારતમાં સૌથી વધુ જોવામાં આવેલા (Most Watched) ટોપ 10 યૂટ્યૂબ વીડિયો (YouTube Videos) વિશે જણાવીશું. આવો જોઈએ કયા છે આ ટોપ 10 વીડિયો.

1. ઈમરાન હાશ્મીનું લુટ ગયે

જુબિન નોટિયાલ દ્વારા ગાયેલું ગીત લુટ ગયે યૂ ટ્યૂબ વોચ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. આ ગીતમાં ઈમરાન હાશ્મી એક પોલિસ ઓફિસરના રોલમાં છે. સોન્ગમાં ઈમરાનની અપોઝિટ દુલ્હનના રોલમાં યુક્તિ થરેજા જોવા મળે છે. આ ગીત લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું.

" isDesktop="true" id="1163720" >

2. ઝોમ્બિ: ધ લિવિંગ ડેડ

આ કોમેડી હોરર જોનરની 40 મિનિટની એક શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ રાઉન્ડ2હેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક ડોક્ટરનો એક્સપરિમેન્ટ જીવતા લોકોને ઝોમ્બિ બનાવી દે છે.

" isDesktop="true" id="1163720" >

3. બાદશાહનું પાની પાની

યૂટ્યૂબના ટોપ 10 જોયેલા વીડિયોની યાદીમાં બાદશાહ અને જેક્લિનનું સોન્ગ પાની પાની ત્રીજા સ્થાને છે. આ ગીતમાં જાણીતા રેપર બાદશાહ અને સિંગર આસ્થા ગિલ દ્વારા પ્લેબેક સિંગિંગ કરવામાં આવ્યું છે. લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવ્યું છે.

" isDesktop="true" id="1163720" >

4. હની સિંહનું સૈયાજી:

આ લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે યોયો હની સિંહનું સૈયાજી. આ એક મ્યૂઝિક સોન્ગ છે. આ સોન્ગમાં નુસરત ભરૂચા અને હની સિંહ જોવા મળે છે. આ સાથે જ સોન્ગમાં પ્લેબેક વોઈસ હની સિંહ અને નેહા કક્કર દ્વારા કરવામાં આવ્યું છે.

" isDesktop="true" id="1163720" >

5. રાતા લંબિયા લંબિયા:

ફિલ્મ શેરશાહનું ગીત રાતા લમ્બિયા લમ્બિયા એ આ લિસ્ટમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ફિલ્મ સાથે જ ફિલ્મના ગીતો પણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ સોન્ગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની કેમિસ્ટ્રી જોવા મળે છે.

" isDesktop="true" id="1163720" >

6. બારિશ કી જાયે

આ વર્ષનું સૌથી ચર્ચાસ્પદ રહેલું ગીત બારિશ કી જાયે લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. સિંગર બી પ્રાકના આ મ્યિઝિક વીડિયોમાં નવાઝુદ્દીન સિદ્દિકી અને સુનંદા શર્મા જોવા મળે છે. યૂ ટ્યૂબ પર ગીતના 480 મિલિયન વ્યૂઝ છે.

" isDesktop="true" id="1163720" >

7. ફ્રી ફાયર વર્લ્ડ સિરીઝ ફાઈનલ

મ્યૂઝિક વિડીયો સિવાય આ લિસ્ટમાં ગેમિંગ વીડિયોનો પણ સમાવેશ થાય છે. લગભગ પાંચ કલાક સુધી ચાલનાર ફ્રી ફાયર વર્લ્ડ સિરીઝ ફાઈનલ ટોપ 10 લિસ્ટમાં સાતમાં ક્રમે છે.

" isDesktop="true" id="1163720" >

8. TVF’s એસ્પિરન્ટ UPSC - ઓપ્શનમે ક્યા હૈ

TVFની આ સીરિઝનો પહેલો એપિસોડ યૂટ્યૂબના મોસ્ટ વોચ્ડ વીડિયોમાં આઠમાં સ્થાને છે. નામ પરથી જ આપણે અનુમાન લગાવી શકીએ કે લાખો વિદ્યાર્થીઓએ આ સીરીઝ ચોક્કસથી જોઈ હશે. જેના કારણે આ સીરીઝ ખૂબ લોકપ્રિય થઈ છે.

" isDesktop="true" id="1163720" >

9. લેન્ડ ઓફ બિગ બોસ

કોમેડી ને ફની વીડિયોની વાત કરવામાં આવે તો ધ લેન્ડ ઓફ બિગબોસ પણ ટોપ 10માં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે. અજય નાગર એટલે કે કેરીમિનાટી દ્વારા બનાવાયેલો આ વીડિયો દર્શકોને ખૂબ પસંદ આવ્યો અને તેને ઘણી બધી વખત જોવામાં આવ્યો.

" isDesktop="true" id="1163720" >

10. ધ મમ્મી રિટર્ન્સ

આશિષ ચંચલાની દ્વારા બનાવાયેલો વીડિયો ધ મમ્મી રિટર્ન્સ 2021માં મોસ્ટ ટ્રેન્ડિંગ વીડિયોઝમાંથી એક રહ્યો છે. આ સાથે જ સૌથી વધુ જોવામાં વેલા યૂટ્યૂબ વીડિયોઝમાં પણ તે સામેલ છે.

" isDesktop="true" id="1163720" >

તો આ છે ભારતમાં સૌથી વધુ જોવામાં આવેલા (Most Watched) ટોપ 10 યૂટ્યૂબ વીડિયો. આ યાદીમાં ઇમરાન હાશ્મી સૌથી ટોંચ પર છે, તો આશિષ સંચલે બનાવેલો વીડિયો 10 નંબર પર છે.
First published:

Tags: Year Ender 2021, Youtube, અરજી, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો