Home /News /tech /Maruti Brezza: પાકિસ્તાનમાં મારૂતિ બ્રેઝાની કિંમત છે 66 લાખ, ભારતની આ 5 કાર ખુબ જ વેચાય છે

Maruti Brezza: પાકિસ્તાનમાં મારૂતિ બ્રેઝાની કિંમત છે 66 લાખ, ભારતની આ 5 કાર ખુબ જ વેચાય છે

ભારતીય કાર પાકિસ્તાનમાં બદલાયેલા નામથી વેચાય છે. દાખલ તરીકે, મારુતિ સુઝુકીની કાર માત્ર સુઝુકી અને તેના મોડલના નામે જ વેચાય છે

Maruti Suzuki - પાકિસ્તાનમાં આ કંપનીઓની કારની ખૂબ માંગ છે. ક્રેઝ એવો છે કે લોકો તેને મોંઘી કિંમત ચૂકવીને તેમને ખરીદવા માંગે છે

મારુતિ (Maruti), ટાટા (Tata) અને મહિન્દ્રા (Mahindra) સહિતની જાયન્ટ ભારતીય ઓટોમેકર્સનો દબદબો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. પાકિસ્તાનમાં (pakistan)પણ આ કંપનીઓની કારની ખૂબ માંગ છે. ક્રેઝ એવો છે કે લોકો તેની મોંઘી કિંમત ચૂકવીને તેમને ખરીદવા માંગે છે. વેચાણના મામલામાં ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) સૌથી આગળ છે.

નામ બદલીને થાય છે વેચાણ


ભારતીય કાર પાકિસ્તાનમાં બદલાયેલા નામથી વેચાય છે. દાખલ તરીકે, મારુતિ સુઝુકીની કાર માત્ર સુઝુકી અને તેના મોડલના નામે જ વેચાય છે. Celerio, Omni, Vitara, Alto, Swift અને WagonR કાર્સની પાકિસ્તાનમાં સૌથી વધુ માંગ છે.આ સિવાય, પાકિસ્તાનમાં મહિન્દ્રાની નવી સ્કોર્પિયો Nની લોકપ્રિયતા ઘણી છે. તેના લોન્ચ થયા પછી ઘણા દિવસો સુધી તે હેડલાઇન્સમાં હતી.

મારુતિ સેલેરિયો


મારુતિ સુઝુકીની સેલેરિયો (Celerio) પાકિસ્તાનની લોકપ્રિય કારમાંથી એક છે. તે ત્યાં Suzuku Cultus નામથી વેચાય છે. કિંમત વિશે વાત કરીએ તો, તે ભારતમાં 5.23 લાખ રૂપિયાથી 7 લાખ રૂપિયાની વચ્ચે વેચાય છે. જયારે પાકિસ્તાનમાં તેની કિંમત 19,04,000 રૂપિયા (પાકિસ્તાની ચલણ) છે.

આ પણ વાંચો - કારની માઇલેજ વધારવાની ટિપ્સ, આટલું કરવાથી ઓછા પેટ્રોલે લાંબા અંતર સુધી કાર દોડશે

મારુતિ વિતારા બ્રેઝા


મારુતિની કોમ્પેક્ટ મારુતિ વિતારા બ્રેઝા (Suv Vitara Breeza) પણ પાકિસ્તાની કાર માર્કેટમાં ખુબ હિટ છે. પાકિસ્તાનમાં તે વિતારા નામથી જ વેચાય છે. કંપનીએ પાકિસ્તાનમાં આ SUVના નામની સાથે The Game Changer પંચ લાઈન પણ આપી છે. કિંમત વિશે વાત કરીએ તો ભારતમાં તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને વધુમાં વધુ 13.96 લાખ રૂપિયા સુધી જાય છે. પરંતુ પાકિસ્તાનમાં તેને ખરીદવા માટે 66,00,000 પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડે છે.

ઓમ્ની-અલ્ટો-વેગનઆર


પાકિસ્તાનમાં મારુતિ સુઝુકીની અન્ય ડિમાન્ડિંગ કાર વિશે વાત કરીએ તો, Maruti Suzuki Van અથવા Omni લાંબા સમયથી પાકિસ્તાનમાં Suzuki Bolan તરીકે 11.49 લાખ પાકિસ્તાની રૂપિયામાં વેચાય છે. ભારતમાં Altoની પ્રારંભિક કિંમત 3.39 લાખ રૂપિયા છે, જ્યારે પાકિસ્તાનમાં તે 14.75 લાખ રૂપિયામાં વેચાય છે. WagonR ભારતમાં રૂ. 5.47 લાખમાં વેચાય છે, જ્યારે પાકિસ્તાનમાં રૂ. 20.84 લાખમાં વેચાય છે.

મહિન્દ્રા સ્કોર્પિઓ - એન


પાકિસ્તાનમાં ટાટા સફારી અને મહિન્દ્રા સ્કોર્પિયો એન પણ લોકપ્રિય છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં પાકિસ્તાની લોકોમાં Scorpio-N ની કિંમતને લઈને થઇ રહેલી ચર્ચા વાયરલ થઈ હતી. પાકિસ્તાનમાં આ કારની કિંમત 80 લાખથી એક કરોડ પાકિસ્તાની રૂપિયા જણાવવામાં આવી રહી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Mahindra Scorpio, Maruti Suziki, Maruti Suzuki Cars

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन