Home /News /tech /70 લાખથી વધુ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા ઓનલાઇન લીક, PANથી લઈને આવક સુધીની છે જાણકારી

70 લાખથી વધુ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા ઓનલાઇન લીક, PANથી લઈને આવક સુધીની છે જાણકારી

પ્રતીકાત્મક તસવીર

એક સાઇબર સિક્યુરિટી રિસચરનો દાવો છે કે, 70 લાખથી વધુ ભારતીય ડેબિટ-ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલો પ્રાઇવેટ ડેટા Dark Web પર લીક થયો છે

નવી દિલ્હીઃ ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયા (Rajshekhar Rajaharia)એ દાવો કર્યો છે કે 70 લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ (Debit Card) તથા ક્રેડિટ કાર્ડ (Credit Card) સાથે જોડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી ડાર્ક વેબ (Dark Web) ફોરમના માધ્યમથી મળી છે, જ્યાં આ ડેટાનો સંભવિત ગ્રાહકોને વેચવામાં આવી શકે છે. સુરક્ષાના હિસાબથી જોઈએ તો આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી પ્રાઇવેટ જાણકારીનો ઉપયોગ અનેક પ્રકારની ખોટી સાઇબર એક્ટિવિટી માટે કરવામાં આવી શકે છે. News18એ પોતાને મળેલા એક રિપોર્ટ મુજબ કહેવામાં આવે છે કે લીક થયલા કુલ ડેટાની સાઇઝ 1.30 GB છે. રાહતની વાત એ છે કે લીક થયેલા ડેટામાં એવી કોઈ જાણકારી નથી, જેની મદદથી કોઈ ફાઇનાન્સિયલ ટ્રાન્સફર થઈ શકે.

જો કે, આ ડેટામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના નંબર વિશે જાણકારી નથી. પરંતુ તેમાં કાર્ડ હોલ્ડર્સના ફોન નંબર્સ, ક્રેડિટ કાર્ડ ટાઇપ, ઇનકમ સ્ટેટસ, વાર્ષિક આવક, જન્મતિથિ, શહેર અને કેટલાક મામલામાં ઓળખ પત્ર વિશે જાણકારી છે.

5 લાખ PAN નંબરની પણ ચોરી

Inc42ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડેટામાં લગભગ 5 લાખ PAN નંબર પણ છે. આ ડેટાથી જાણવા મળે છે કે તેને અલગ-અલગ સોર્સથી એકત્ર કરવામાં આવ્યો છે. શક્ય છે કે બેંકોના થર્ડ પાર્ટી સર્વિસ પાર્ટનર્સે જ આવી સંવેદનશીલ જાણકારીઓ અસુરક્ષિત રીતે રાખી છે.

આ પણ વાંચો, ટૉઇલેટથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના, ચીને પ્લેનના ક્રૂ મેમ્બર્સને ડાઇપર પહેરવા કહ્યું

અનેક શહેરોના કાર્ડહોલ્ડર્સની જાણકારી લીક

નોંધનીય છે કે, લીક થયેલા ડેટામાં મોટાભાગના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દેશના અલગ-અલગ શહેરોથી છે. આ ડેટા સાથે જોડાયેલા એક ફોલ્ડર ડાર્ક વેબ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. શક્યતા છે કે તેને વેચી દેવામાં પણ આવશે. જોકે, આ ડેટામાં રહેલી જાણકારીને લઈને એ જાણવું મુશ્કેલ છે કે હાલના માહોલમાં અટેકર્સ માટે આવી જાણકારી કેટલી કામની પુરવાર થઈ શકે છે.

આ પણ વાંચો, પત્ની અને સાસરિયાઓએ દહેજ પજવણીનો કેસ કર્યો, પતિએ ન્યાય માટે કાઢી દંડવત યાત્રા


મીડિયા રિપોર્ટમાં રાજાહરિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ડેટા લીક વિશે સોથી પહેલા જાણકારી CERT-Inને આપી હતી. CERT-In દેશની સાઇબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે. જોકે, હજુ સુધી તેમને CERT-Inની ટીમ તરફથી કોઈ જવાબ નથી મળ્યો.
First published:

Tags: CYBER CRIME, Cyber Security, Data Leak, Debit card, ક્રેડિટ કાર્ડ, ટેક ન્યૂઝ, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો