ઓનલાઇન લીક થયા 300 કરોડથી વધુ Email અને Password, તમે તો નથી બન્યાને શિકાર? આવી રીતે કરો ચેક

ઓનલાઇન લીક થયા 300 કરોડથી વધુ Email અને Password, તમે તો નથી બન્યાને શિકાર? આવી રીતે કરો ચેક
આ વખતે જીમેલ ઉપરાંત નેટફ્લિક્સ અને લિંક્ડઇન પ્રોફાઇલ પણ લીક થઈ, 1500 કરોડ રૂપિયા પર તરાપ મારવામાં આવી

આ વખતે જીમેલ ઉપરાંત નેટફ્લિક્સ અને લિંક્ડઇન પ્રોફાઇલ પણ લીક થઈ, 1500 કરોડ રૂપિયા પર તરાપ મારવામાં આવી

  • Share this:
    નવી દિલ્હી. ઓનલાઇન ડેટા લીક (Online Data Leak)નો ગેરકાયદેસર ખેલ પહેલા વર્ષમાં એક કે બે વાર જ થતો હતો, પરંતુ ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ (Online Payment Platform) વધ્યા બાદ ડેટા લીકમાં હાલના દિવસોમાં વધારો થઈ ગયો છે. હેકિંગ (Hacking)ના સમાચારો સમયાંતરે સામે આવતા રહે છે. હવે 300 કરોડથી વધુ ઈ-મેલ આઇડી (E Mail Id) અને પાસવર્ડ લીક (Passwords Leaks) થવાના સમાચાર સામે આવ્યા છે. 'ધ સન'ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેટ યૂઝર્સનું એકાઉન્ટનું અત્યાર સુધીનું સૌથી મોટું હેકિંગ કરવામાં આવી ચૂક્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 3.2 મિલિયન એટલે કે 300 કરોડ ઇ-મેલ આઇડી પાસવર્ડની સાથે લીક થઈ ચૂક્યા છે.

    આ વખતે જીમેલ ઉપરાંત નેટફ્લિક્સ અને લિક્ડઇન પ્રોફાઇલ પણ લીક થઈ છે. રિપોર્ટ મુજબ આ વખતે લગભગ 11.7 કરોડ લોકોના Linkedin અને Netflix એકાઉન્ટ હેક થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર ડેટા લીકમાં લોકોના નેટફ્લિક્સ અને લિંક્ડઇનની પ્રોફાઇલ પણ સામેલ છે. હેકિંગ કરીને લગભગ 1500 કરોડ રૂપિયા પર તરાપ મારવામાં આવી છે. જ્યારે લગભગ 300 કરોડથી વધુ લોકોના ઇમેલ આઇડી અને પાસવર્ડ હેક કરવામાં આવ્યા છે.



    આ પણ વાંચો, આ એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવી શકે છે માલામાલ! મળી શકે છે 10 લાખ રૂપિયા

    હેકિંગનો શિકાર એ યૂઝર વધારે બન્યા છે જે નેટફ્લિકસ અને ગૂગલ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા. મળતી જાણકારી મુજબ યૂઝર્સના આ ડેટાને ઇન્ટરનેટ પર અપલોડ કરી દેવામાં આવી છે. હેકર્સ આ ડેટાનો ઉપયોગ આપના બીજા એકાઉન્સ્વને હેક કરવા માટે કરી શકે છે.

    શું તમે પણ બન્યોનો હેકિંગનો શિકાર? આવી રીતે ચેક કરો

    જો આપને પણ આપનું અકાઉન્ટ લીક થવાની આશંકા છે તો તમારે https://cybernews.com/personal-data-leak-check/ પર ક્લિક કરવાનું રહેશે.

    આ પણ વાંચો, IND VS ENG: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પર ઈંગ્લેન્ડના બેટિંગ કોચે ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

    આ સાઇટ પર તમે તમારો ઇમેલ આઇડી રજૂ કરીને લીક થવાની જાણકારી ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે haveibeenpwned.com વેબસાઇટની વીઝીટ કરી તપાસ કરી શકો છો કે ક્યાંક તમે પણ હેકિંગના શિકાબ નથી બની ગયા ને.
    Published by:Mrunal Bhojak
    First published:February 23, 2021, 10:51 am

    ટૉપ ન્યૂઝ