લૉંચ થતાની સાથે જ Jio Mart Appની ધૂમ! 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી

લૉંચ થતાની સાથે જ Jio Mart Appની ધૂમ! 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી
એપ લૉંચ થતાં હવે યૂઝર્સ સરળતાથી ખરીદી કરી શકશે.

અત્યાર સુધી યૂઝર્સ જિયો માર્ટની વેબસાઇટના મધ્યમથી ઑર્ડર આપી રહ્યા હતા, હવે JioMart એપથી યૂઝર્સ ખૂબ જ સરળતાથી ઑર્ડર આપી શકશે.

 • Share this:
  મુંબઈ : રિલાયન્સ (Reliance) જિયોનું ઑનલાઇન કંઝ્યૂમર ગ્રોસરી પ્લેટફૉર્મ જિયો માર્ટ એપ (Jio Mart App) ગૂગલ પ્લે સ્ટોર અન એપલ સ્ટોર પર આવી ગઈ છે. આ એપને 10 લાખ કરતા વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Annieના ટૉપ ચાર્ટ રેન્ક પ્રમાણે જિયોની નવી એપ શૉપિંગ કેટેગરીમાં એપલના એપ સ્ટોર (App Store) પર બીજા અને ગૂગલ પ્લે સ્ટોર પર ત્રીજા નંબર પર આવી ગઈ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર અત્યારસુધી 10થી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.

  વર્તમાન સમયમાં દેશભરમાંથી જિયો માર્ટ પ્લેટફોર્મ મારફતે રોજ 2.5 લાખ ઑર્ડર આવી રહ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. કંપનીએ આ એપમાં બિલની ચૂકવણી માટે Sodexo મીલ કૂપન એડ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ કારણે ગ્રાહકો માટે ખરીદી કરવી સરળ બની જાય છે.  (આ પણ વાંચો : Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે! )

  બીટા પ્લેટફૉર્મ jiomart.comને માર્ચના અંતમાં દેશના 200 શહેરમાં લૉંચ કરવામાં આવી હતી. ઑનલાઇન શૉપિંગ સ્ટોર્સની જેમ તેના પર ગ્રૉસરી અને બીજા સામાનની શૉપિંગ કરી શકાય છે. રિલાયન્સ તરફથી એન્ડ્રોઇડ અને આઇફોન બંને માટે એપ લૉંચ કરવામાં આવી છે. ગ્રાહકો તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. હાલ ગ્રાહકો વેબસાઇટના મધ્યમથી ઑર્ડર કરી રહ્યા હતા. એપ લૉંચ થતાં હવે ગ્રાહકોને ઑર્ડર આપવમાં વધારે સરળતા રહેશે.

  (આ પણ વાંચો : સારા સમાચાર : AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર ન જોવા મળી)

  જિયો માર્ટનું એપ બેઝ્ડ ઇન્ટરફેસ ગ્રાહકો માટે ખૂબ સરળ છે. ગ્રૉસરી શૉપિંગ માટે રજૂ કરવામાં આવેલી આ એપમાં ગ્રાહકો યૂઝરનેમ અને પાસવર્ડથી લોગ-ઇન કરી શકે છે. જે બાદમાં તેઓ પોતાનો જૂનો ઑર્ડર પર જોઈ શકે છે અને નવો ઑર્ડર પણ આપી શકે છે. એપમાં બિલની ચૂકવણી માટે વિવિધ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં Sodexo, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ROne લૉયલ્ટી પોઇન્ટ્સ, કેશ ઑન ડિલિવરી સહિત વિકલ્પ સામેલ છે.

  નોંધનીય છે કે તાજેતરમાંજ RILની વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting-AGM)માં મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે કંપની પાસે જિયો માર્ટ માટે ભવિષ્યમાં અનેક યોજના છે. જિયો માર્ટ અને વૉટ્સએપ સાથે મળીને નાના વેપારીઓને આગળ વધવા માટે મોકો આપશે.

  (ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:July 25, 2020, 09:13 am

  ટૉપ ન્યૂઝ