Home /News /tech /ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે K-Speed Customsનું આ મોડિફાઈડ BMW G310 R બાઈક
ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે K-Speed Customsનું આ મોડિફાઈડ BMW G310 R બાઈક
તસવીર : Instagram/K-Speed Customs
બાઈક લવર્સ હંમેશા તેમને મનગમતા બાઇકની જ પસંદગી કરે છે. K- સ્પીડ કસ્ટમ્સે BMW G310R એ ખૂબ જ અદભુત બાઈક બનાવ્યું છે. કે-કસ્ટમ્સે કરેલ મોડિફાઇડ બાદ આ બાઈક ખૂબ જ આકર્ષક લાગે છે.
નવી દિલ્હી: બાઈક લવર્સ હંમેશા તેમને મનગમતા બાઇકની જ પસંદગી કરે છે. K- સ્પીડ કસ્ટમ્સે BMW G310R એ ખૂબ જ અદભુત બાઈક બનાવ્યું છે. કે-કસ્ટમ્સે કરેલ મોડિફાઇડ બાદ આ બાઈક ખૂબ જ આકર્ષક લાગે છે. આ બાઈકને ‘રોડ રંબલર’ પણ કહે કહે છે. G310R બાઈક દેખાવમાં ખૂબ જ આકર્ષક છે.
આ બાઈકની ફ્યૂઅલ ટેન્ક અને રિઅર ફેન્ડરનો શેડ બ્લ્યૂ, વ્હાઈટ અને રેડ રંગનો છે. આ શેડની સાથે કાળો રંગ પાવરટ્રેનનું બન્ડલિંગ કરે છે અને કોન્ટ્રાસ્ટનું કામ કરે છે. ઉપરાંત એલોય વ્હીલ્સ અને મોનો-સોક એબ્ઝોર્બર લુક માટે સફેદ રંગથી કવર કરવામાં આવ્યું છે.
આ બાઈકની ડિઝાઈનમાં સાઈડ પેનલ દૂર કરવામાં આવ્યા છે. ફ્રન્ટ અને રિઅર ફેન્ડર પણ હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે બ્લેક રબર સંપૂર્ણપણે ઢંકાઈ ગયું છે. આ ડિઝાઈન મોટરસાયકલથી એકદમથી અલગ છે. G310R મોડ વર્ઝનમાં ટુ વ્હીલરનો પાછળના ભાગના લુકમાં વધારો કરનાર અન્ડર સીટ એક્ઝોસ્ટ મફલર છે. સીટમાં સિંગલ પીસ સેડલ છે, જે રાઈડરને સપોર્ટ આપે છે.
ફ્યૂચરિસ્ટીક હેડલેમ્પને બે નાના LED ટર્ન ઈન્ડિકેટર્સથી સપોર્ટેડ સરક્યુલર અને રેટ્રો લુકિંગ LED હેડલેમ્પ સાથે બદલવામાં આવ્યો છે. સાઈડ વ્યૂ મિરરની જગ્યાએ બ્લેક બાર એન્ડ મિરર આપવામાં આવ્યા છે. જે G310R બાઈકને એક અલગ લુક આપે છે. બાઈકના ટાયર ખૂબ જ ભારે અને ચંકી છે, જે બાઈકને સ્ટેબિલિટી આપે છે અને રેલી રેસર મોટરસાયકલ બનાવે છે.
આ બાઈકના પરફોર્મન્સની વાત કરવામાં આવે તો મોડિફાઈડ મોટરબાઈકના પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઈક સિંગલ, વોટર કૂલ્ડ, રિવર્સ ઈન્કલાઈન્ડ સિલિન્ડર સાથે 34bhp/28Nm 313-cc એન્જિન પર ચાલે છે. બાઈકના પાવરહાઉસને સિક્સ સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. બાઈક લવર્સને આ બાઈક ખૂબ જ પસંદ આવશે. આ બાઈક ખૂબ જ આકર્ષક છે અને યુવા પેઢીને આ બાઈક ખૂબ જ પસંદ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર