તમારા કોમ્પ્યુટર પર રહેશે સરકારની નજર, તેની શું થશે આપની પર અસર?

News18 Gujarati
Updated: December 21, 2018, 3:21 PM IST
તમારા કોમ્પ્યુટર પર રહેશે સરકારની નજર, તેની શું થશે આપની પર અસર?
પ્રતીકાત્મક તસવીર

સરકારી આદેશમાં સ્પષ્ટ નથી કરવામાં આવી કોમ્પ્યુટર અને ડેટાની પરિભાષા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઇન્ટેલિજન્સ બ્યૂરોથી લઈને NIA સુધી 10 કેન્દ્રીય એજન્સીઓ હવે કોઈ પણ કોમ્પ્યુટરની કોઈ પણ માહિતી મેળવી શકશે. તેથી સાથે તેમને તેવા ડિવાઇસ અને ડેટા પર નજર, તેને રોકવા અને તેને ડિક્રિપ્ટ કરવાનો પણ અધિકાર હશે. આ આદેશ અનુસાર તમામ સબ્સક્રાઇબર કે સર્વિસ પ્રોવાઇડર અને કોમ્પ્યુટર માલિકોને તપાસ એજન્સીઓને ટેકનીકલ સહયોગ આપવો પડશે. જો એવું નથી કરતા તો તેમને 7 વર્ષ જેલની સજા આપવાની સાથે દંડ પણ ફટકારવામાં આવશે.

ગૃહ મંત્રાલયે આઈટી એક્ટ, 2000ના 69(1) હેઠળ આ આદેશ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની એકતા અને અખંડતા ઉપરાંત દેશની રક્ષા અને શાસન વ્યવસ્થા કાયમ રાખવા માટે જરૂરી લાગે તો કેન્દ્ર સરકાર કોઈ એજન્સીઅને તપાસ માટે તમારા કોમ્પ્યુટરને એક્સેસ કરવાની મંજૂરી આપી શકે છે.

સ્પષ્ટ નથી કરવામાં આવી કોમ્પ્યુટરની પરિભાષા

ગૃહ મંત્રાલયના જે આદેશ મુજબ સરકારી એજન્સઓની માંગ પર કોમ્પ્યુટરમાં રહેલો ડેટા તપાસમાં આપવાની વાત કહેવામાં આવી છે તેમાં કોમ્પ્યુટરની પરિભાષા સ્પષ્ટ નથી કરવામાં આવી. જોકે, જાણકારો મુજબ, આ કોમ્પ્યુટર ટર્મનો મતલબ પર્સનલ કોમ્પ્યુટર, ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન અને ત્યાં સુધી કે ડેટા સ્ટોરેજ ડિવાઇસ તમામ હશે.

એવામાં આ તમામ ડિવાઇસમાં ઉપલબ્ધ ડેટાને આ એજન્સીઓ ક્યારે પણ તપાસ માટે માંગ કરી શકે છે. તેમાં ડીક્રિપ્ટ અને ઇન્ક્રિપ્ટ ડેટા પણ સામેલ હશે. તની પણ તપાસ થઈ શકે છે. સાથોસાથ જે ડિવાઇસની તપાસ કરવામાં આવી રહી છે, તેમાંથી કોઈ પણ ડેટા તપાસ ચાલુ હોય ત્યાં સુધી મોકલવાથી રોકી પણ શકાય છે.

આ પણ વાંચો, જાસૂસીનું લાઇસન્સ: હવે તમારા કોમ્પ્યુટર પર નજર રાખશે NIA, CBI સહિત 10 એજન્સીઓડેટાની પરિભાષા પણ સ્પષ્ટ નથી કરવામાં આવી
આ આદેશમાં એમ પણ નથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે કથિત ડેટાનો શું અર્થ છે અને કયો એવો ડેટા છે જે ખતરાનું કામ હોઈ શકે છે. જોકે, એ સ્પષ્ટ છે કે કોઈ પણ યૂઝરને તેના યૂઝર ડેટાથી મંજૂરી વગર ન રોકી શકાય. આ સેક્શન એમ પણ કહે છે કે એવું ત્યારે જ કરવામાં આવશે જો રાષ્ટ્રીય સંપ્રભુતા, ભારતીય રક્ષા, સુરક્ષા, વિદેશોથી મિત્રતાભર્યા સંબંધો કે પબ્લિક ઓર્ડર બગડવાની શક્યતા હોય.
First published: December 21, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading