સામાન્ય ફરિયાદના નિવારણ માટે સરકારે લૉન્ચ કરી આ App

News18 Gujarati
Updated: October 2, 2019, 9:37 AM IST
સામાન્ય ફરિયાદના નિવારણ માટે સરકારે લૉન્ચ કરી આ App
ગ્રાહકોની ફરિયાદ માટે સરકારે એક ઍપ્લિકેશન રજૂ કરી છે.

સરકારે કહ્યું છે કે સામાન્ય ફરિયાદોનું 15 દિવસમાં સમાધાન કરવામાં આવશે. તે જ સમયે, કેટલીક જટિલ પ્રકારની ફરિયાદોનું પણ નિવારણ 60 દિવસમાં કરવામાં આવશે.

  • Share this:
ગ્રાહકોની ફરિયાદ માટે સરકારે એક ઍપ્લિકેશન રજૂ કરી છે. ગ્રાહકો આ ઍપ્લિકેશન દ્વારા સરળતાથી તેમની ફરિયાદો નોંધાવી શકે છે. તેમની ફરિયાદોનું નિવારણ 60 દિવસમાં કરવામાં આવશે.

15 દિવસમાં સામાન્ય ફરિયાદોનું નિવારણ

સરકારે કહ્યું છે કે સામાન્ય ફરિયાદોનું 15 દિવસમાં સમાધાન કરવામાં આવશે. કેટલીક જટિલ પ્રકારની ફરિયાદોનું નિવારણ 60 દિવસમાં કરવામાં આવશે. આ 'કન્ઝ્યુમર ઍપ' (Consumer App) હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં મફત મળશે. આ ઍપ Android અને Apple બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે.

ઍપ્લિકેશન દ્વારા તમારી ફરિયાદની નોંધણી

આ ઍપ્લિકેશનને રજૂ કર્યા બાદ ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને મંગળવારે જણાવ્યું હતું કે, ગ્રાહકોની ફરિયાદો માટે સરકારે આ વધારાના પ્લેટફોર્મ રજૂ કર્યા છે. કન્ઝ્યુમર હેલ્પલાઈન અને ગ્રાહક અદાલતોની ભૂમિકા ચાલુ રહેશે.

આ પણ વાંચો: Video: ફોન પર બેક કવર અથવા ટેમ્પર ગ્લાસ લગાવતા પહેલા સાવધાન!

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો આ ઍપ્લિકેશન પર માત્ર તેમની ફરિયાદો નોંધાવી શકશે નહીં, પરંતુ તેમની ફરિયાદ પર શું કરવામાં આવ્યું છે તેની માહિતી પણ મેળવશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે ફરિયાદોનો નિકાલ કરવામાં ઓછામાં ઓછો સમય લેવો જોઇએ.મોબાઇલ ઍપ્લિકેશન પર મળશે અન્ય સુવિધાઓ

ગ્રાહક બાબતોના સચિવ અવિનાશ કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફરિયાદી તરફથી સંતોષકારક પ્રતિસાદ મળ્યા બાદ ફરિયાદના નિકાલ અંગે વિચારણા કરવામાં આવશે. એરલાઇન્સ, બૅન્કિંગ અને ઉડ્ડયન સહિત 42 સેક્ટરની ફરિયાદો નોંધાવવા ગ્રાહકોએ મોબાઈલ એપ પર નોંધણી કરાવવી પડશે. આ સિવાય ગ્રાહકો પણ આ ઍપ દ્વારા સરકારને સૂચનો આપી શકશે. તેમને મોબાઇલ ઍપ્લિકેશન પર અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે.

આ પણ વાંચો: જિયોફોનની દિવાળી 2019 ગિફ્ટ: જિયોફોન મેળવો ફક્ત રૂ. 699માં!

આ પણ વાંચો: સરકારે ગાયના ગોબરમાંથી બનેલો સાબુ લોન્ચ કર્યો, આવી છે કિંમત
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर