હવે ત્રણ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થશે, TRAIનો નવો નિયમ 16 ડિસેમ્બરથી લાગુ

News18 Gujarati
Updated: December 3, 2019, 10:25 PM IST
હવે ત્રણ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થશે, TRAIનો નવો નિયમ 16 ડિસેમ્બરથી લાગુ
પ્રતિકાત્મક તસવીર

ટેલિકૉમ રેગ્યુલેટર ટ્રાઇએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીના નવા નિયમો જાહેર કર્યા છે.

  • Share this:
અસીમ મનચંદા, CNBC આવાઝ : હવે મોબાઇલ નંબર પોર્ટ કરવું સરળ થઈ જશે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (Mobile Number Portability)ના નિયમો જાહેર કર્યા છે. હવે આ નિયમ મુજબ તમારો મોબાઈલ નંબર 3 દિવસમાં જ પોર્ટ થઈ જશે. મોબાઇલ પોર્ટબિલિટીના નવા નિયમો 16મી ડિસેમ્બરથી લાગુ પડશે.

આ નિયમ લાગુ થયા બાદ તમે નંબર બદલ્યા વગર એક ઑપરેટરમાંથી બીજા ઑપરેટરમાં નંબર પોર્ટ કરાવી શકશો. હાલમાં નંબર પોર્ટ કરવા માટે 7 દિવસનો સમય લાગે છે હવે 3 દિવસમાં નંબર પોર્ટ થઈ જશે.

આ પણ વાંચો :  Xiaomiએ લૉન્ચ કર્યુ Mi Credit, માત્ર 5 મિનિટમાં એક લાખ રૂની લોન મળશે

MNPશું છે?

મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ યૂઝરને પોતાનો નંબર બદલ્યા વગર કંપની બદલવાની પરવાનગી આપે છે. જેના માટે યૂઝરનો એક પોર્ટિંગ કોડ જનરેટ થાય છે. આ યૂનિક કોડ જ તેમને નંબર બદલવા માટે મદદ કરે છે.ઑપરેટર્સને ફાયદો થશે

ટેલિકૉમ ઑપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે. ટ્રાઈ દ્વારા હવે આ પ્રક્રિયાની 5.74 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે. આ ફીસ બાદ હવે ટેલિકૉમ ઑપરેટર્સને તમામ ટ્રાન્ઝેક્શનમાં બચત થશે.
First published: December 3, 2019, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading