મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ, અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: March 25, 2019, 7:38 PM IST
મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ, અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

  • Share this:
આઇપીએલની સીઝન શરૂ થઇ ગઇ છે. જેને લઇને ઈ-કોમર્સ સ્ટોર ફ્લિપકાર્ટ હાલમાં મોબાઈલ બોનાન્ઝા સેલ થકી ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં અનેક કંપનીના સ્માર્ટફોનનો સેલ ચાલી રહ્યો છે. આ સેલ 28 માર્ચ સુધી ચાલવાનો છે. જેમાં ગ્રાહકોને એક્સચેન્જ ઓફર તથા પેમેન્ટ ઓફરનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે.

ફ્લિપકાર્ટ મોબાઈળ બોનાન્ઝા સેલમાં Poco F1 ના 6 જીબી રેમ/128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની મૂળ કિંમત રૂ. 24,999 છે તેને 20,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. તો Realme 2 Pro સ્માર્ટફોનની મૂળ કિંમત રૂ. 14,990 છેતેને 11,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. Vivo Y81 સ્માર્ટફોનના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની મૂળ કિંમત રૂપિયા 13,990 છે જેને હાલમાં 8,490 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બેરોજગાર યુવાનો માટે મોટી તક, ત્રણ સરકારી બેંકમાં મોટી ભરતી

સ્માર્ટફોનની કિંમત ઘટાડવાની સાથે ફ્લિપકાર્ટ પર સામાન્ય એક્સચેન્જ વેલ્યુ સાથે 500 રૂપિયાનું વધારાનું ઈન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Flipkart Mobiles Bonanza સેલમાં સગભગ તમામ મોબાઈલ ફોન એક્સચેન્જ ઓફર સાથે વેચવામાં આવી રહ્યા છે.

આ સેલમાં Redmi Note 6 Pro, Poco F1, Asus ZenFone Max M2, Google Pixel 3 અને Samsung Galaxy Note 8, ZenFone Max Pro M1, ZenFone Lite L1, ZenFone 5Z, Honor 10 Lite, Honor 9 Lite, Inifnix Hot S3X , Samsung Galaxy Note 8, Galaxy S8, Nokia 5.1 Plus, Vivo V15 Pro, Oppo F11 Pro તથા Google Pixel 3 Series સહિતના ફોન ઉપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
First published: March 25, 2019, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading