Home /News /tech /

બજારમાં આવ્યા પહેલા વાપરી શકશો OnePlus TWS ઇયરબડ્સ, 22 જુલાઇએ થશે લોન્ચ

બજારમાં આવ્યા પહેલા વાપરી શકશો OnePlus TWS ઇયરબડ્સ, 22 જુલાઇએ થશે લોન્ચ

પ્રતિકાત્મક તસવીર

Mobile and technology new: વનપ્લસ બડ્સ પ્રો પહેલા લોન્ચ કરેલા વનપ્લસ બડ્સ અને વનપ્લસ બડ્સ Zનું ફોલો અપ હશે. કંપની વન પ્લસ બડ્સ પ્રો અને વનપ્લસ નોર્ડ2ના લોન્ચ પહેલા ગ્રાહકોને તેને ટ્રાય કરવાનો અવસર પણ આપી રહી છે.

OnePlus TWS હવે ભારતમાં (India) લોન્ચ થવા માટે તૈયાર છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ 22 જુલાઇએ OnePlus બડ્સ પ્રોને લોન્ચ કરશે. વનપ્લસ નોર્ડ2ને પણ તે જ દિવસે લોન્ચ કરવામાં આવશે. વનપ્લસ બડ્સ પ્રો પહેલા લોન્ચ કરેલા વનપ્લસ બડ્સ અને વનપ્લસ બડ્સ Zનું ફોલો અપ હશે. કંપની વન પ્લસ બડ્સ પ્રો અને વનપ્લસ નોર્ડ2ના લોન્ચ પહેલા ગ્રાહકોને તેને ટ્રાય કરવાનો અવસર પણ આપી રહી છે.

લોન્ચની જાહેરાત કરતી સમયે વનપ્લસના એક બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, શું તમે વનપ્લસ નોર્ડ 2 5Gના લોન્ચને લઇને ઉત્સાહિત છો? આ વખતે અમે બે પ્રોડક્ટ વનપ્લસ નોર્ડ2 5G અને બડ્સ પ્રોને લોન્ચમાં સામેલ કરવા જઇ રહ્યા છીએ. શું તમે આ બંનેને ટ્રાય કરવા માંગો છો? તેના લોન્ચ માટે તમારે વધુ રાહ જોવી નહીં પડે..

વનપ્લસે જુલાઇ, 2020માં વનપ્લસ બડ્સને પહેલી વખત રજૂ કર્યા હતા. લોન્ચના એક વર્ષ બાદ કંપની હવે તેનું પ્રો વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે. વનપ્લસે બ્લોગમાં ઇયરબડ્સ વિશે વધુ જાણકારી આપી નથી. પરંતુ બજારમાં આવ્યા પહેલા ગ્રાહકોને પ્રોડક્ટ ટેસ્ટ કરવા માટે આમંત્રિત કર્યા છે. કંપનીએ પ્રોડક્ટ ટેસ્ટ કાર્યક્રમ ધ લેબની જાહેરાત કરી છે, જે અમુક ભાગ્યશાળી ગ્રાહકોને વનપ્લસ નોર્ડ 2 અને વનપ્લસ બડ્સ પ્રો ટેસ્ટ કરવાનો અવસર આપશે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

કઇ રીતે કરવું તેના ટેસ્ટ માટે એપ્લાઇ?
જો તમે બજારમાં આવ્યા પહેલા નોર્ડ 2 અને વનપ્લસ બડ્સ પ્રોને વાપરવા માંગો છો, તો તમારે lab.oneplus.com પર જઇ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. અહીં વનપ્લસ નોર્ડ 2 અને વનપ્લસ બડ્સ પ્રો માટે અલગ અલગ ફોર્મ છે.

જો તમે બંને પ્રોડક્ટ ટેસ્ટ કરવા માંગો છો તો તમારે બંને ફોર્મ ભરવાના રહેશે. આ એપ્લિકેશન ફોર્મને ભરવાની છેલ્લી તારીખ 17 જુલાઇ છે. ફોર્મ ભર્યા બાદ કંપનીને રિવ્યૂ કરવામાં એક સપ્તાહનો સમય લાગશે. ભાગ્યશાળી વિજેતાઓના નામોની જાહેરાત વનપ્લસ નોર્ડ 2 અને વનપ્લસ બડ્સ પ્રોને અધિકારિક લોન્ચની તારીખથી બે દિવસ પહેલા 20 જુલાઇએ કરવામાં આવશે.
First published:

Tags: One Plus, ટેકનોલોજી, મોબાઇલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन