Smartphone Care: જો તમને હંમેશા સ્માર્ટફોન ફાટવાનો ડર લાગતો હોય તો આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેનાથી બચીને તમે તમારા સ્માર્ટફોનને બ્લાસ્ટ થવાથી બચાવી શકો છો.
જો તમે લોકલ ચાર્જરનો ઉપયોગ કરીને સ્માર્ટફોન ચાર્જ કરો છો તો આ સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાનું કારણ બની શકે છે. હકીકતમાં લોકલ ચાર્જર તમારા સ્માર્ટફોનની બેટરી પર પ્રેશર બનાવે છે જેના કારણે તેમાં બ્લાસ્ટ થઇ શકે છે. તેવામાં આવા લોકલ ચાર્જરનો ઉપયોગ ન કરવો જોઇએ.
તમારા સ્માર્ટફોનમાં જો તમે જરૂર કરતા વધુ હેવી ગેમ્સ સતત રમતા રહો છો તો તેના કારણે સ્માર્ટફોન બ્લાસ્ટ થઇ શકે છે. કારણ કે ઘણીવાર ગેમિંગ દરમિયાન પ્રોસેસર ઝડપથી કામ કરે છે જેના કારણે હીટિંગ થવા લાગે છે અને સ્માર્ટફોન ફાટી શકે છે.
જો તમે ગરમીની સીઝનમાં તમારા સ્માર્ટફોનને તમારી લેઘર બેગમાં મુકીને કલાકો સુધી યુઝ નથી કરતાં તો તેની સંભાવના વધુ છે કે સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થાય. કારણ કે ફોનને ક્યારેય વધુ સમય માટે બેગમાં ન રાખવો જોઇએ.
જો તમે ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોન યુઝ કરો છો તો તમારી આ આદત બદલી નાંખો. કારણ કે ઘણીવાર સ્માર્ટફોન પર અચાનક પ્રેશર એટલું વધી જાય છે કે હીટીંગ શરૂ થઇ જાય છે અને તેમાં બ્લાસ્ટ થઇ શકે છે. તેથી આવું ન કરો.
જો તમે મહિનાઓ સુધી તમારા સ્માર્ટફોનને અપડેટ નથી કરતાં તો તેના કારણે પ્રોસેસર પણ બરાબર કામ નથી કરતું અને જ્યારે તે કામ નથી કરતું તો ફોન જરૂરિયાત કરતા વધુ ગરમ થવા લાગે છે અને તેમાં બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે. તેથી તેને સમયે સમયે અપડેટ કરતા રહેવુ જોઇએ.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર