જોરદાર બેટરી બેકઅપ સાથે રૂ. 30,000થી ઓછી કિંમતના પાંચ સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

મિડ બજેટ સ્માર્ટફોન (પ્રતીકાત્મક તસવીર)

Mid budget top 5 smartphones: આજે લગભગ દરેક બ્રાન્ડ પોતાના મિડ બજેટ સ્માર્ટફોન (mid-budget smartphone)માં 4000mAh અથવા તેનાથી વધુ બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ આપતા હોય છે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટફોન મેન્યુફેક્ચર્સ (smartphone manufacturers) દ્વારા તેમના ફોનના વેચાણની કી પોઈન્ટ ગણાતી બેટરી ટેક્નોલોજીને સતત અપગ્રેડ કરવામાં આવતી હોય છે. આજે લગભગ દરેક બ્રાન્ડ પોતાના મિડ બજેટ સ્માર્ટફોન (mid-budget smartphone)માં 4000mAh અથવા તેનાથી વધુ બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ આપતા હોય છે. ચાઈનીઝ સ્માર્ટફોન (Chinese smartphone) બનાવતા કંપનીઓને આ બાબતમાં મહારથ હાંસલ છે અને હવે તેમના દરેક ફોનમાં મોટાભાગે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે, જેની મદદથી લગભગ 1 જ કલાકની અંદર ફોનને ફુલ ચાર્જ કરી શકાય છે. OnePlus Nord 2 જેવી કેટલીક ડિવાઈસ 65W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા આપે છે. જેની મદદથી માત્ર 30 મિનીટની અંદર ફોન ફુલ ચાર્જ થઈ જાય છે. જો તમે પણ ફોનનો વધુ ઉપયોગ કરો છો અને તમારે પણ વધુ ફાસ્ટ ચાર્જ બેટરી ઓપ્શન ધરાવતા ફોનમાં રસ છે, તો અહીં અમે આપને ફાસ્ટ ચાર્જિંગ ધરાવતા અને 30,000ની અંદર મળતા સ્માર્ટફોન વિશે જણાવીશું.

Xiaomi Mi 11X 5G (Rs 29,999થી શરૂ):

શરૂઆત કરીએ Xiaomi Mi 11Xથી. આ ફોનમાં 6.67 ઈન્ચની ફુલ એચડી+ E4 AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટ, 360Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,300 nits પીક બ્રાઈટનેસ છે. આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 SoC અને 48 મેગાપિક્સલના ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,520mAh બેટરી છે.

OnePlus Nord 2 5G (Rs 29, 999થી શરૂ):

લિસ્ટમાં સામેલ આ ફોન પણ તમને ચોક્કસથી ગમશે. OnePlus Nord 2 5G MediaTek SoC ધરાવતો કંપનીનો પ્રથમ ફોન છે. આ ફોનમાં મિડીયાટેક ડાયમેન્સિટી 1200 AI ચીપસેટ અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.43 ઈન્ચ ફુલ એચડી+ અમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 50 મેગાપિક્સલના ટ્રિપલ રીઅર કેમેરા છે સાથે જ 4500mAhની ડ્યુઅલ સેલ બેટરી પણ છે જે 65T ચાર્જર સપોર્ટ કરે છે. આ ફોન 30 મિનીટમાં ફુલ ચાર્જ થઈ શકે છે.

આ પણ વાંચો: WhatsApp Tips: સ્માર્ટફોન ખોવાઈ જાય તો આ રીતે રિકવર કરો વોટ્સએપ મેસેજ

Poco F3 GT 5G (Rs28,999થી શરૂ):

જો તમે ગેમ રમવાનો શોખ ધરાવો છો તો Poco F3 GT તમારી માટે એક સારો વિકલ્પ છે. આ ફોન મિડીયાટેક ડાયમેન્સિટી 1200 AI ચીપસેટ, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવે છે. Poco F3 GTમાં 6.67 ઈન્ચ AMOLED ડિસ્પ્લે છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 480Hz ટર સેમ્પલિંગ રેટ છે. આ ફોનમાં 64 મેગાપિક્સલના ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. આ સાથે જ 67W ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 5,065mAh બેટરી પણ સામેલ છે.

Realme X7 Max 5G (Rs 26,999થી શરૂ):

આ લિસ્ટમાં 6.43 ઈન્ચ ફુલ એચડી+ (2400×1080 pixels) 120Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ ધરાવતી AMOLED ડિસ્પ્લે વાળો Realme X7 Max 5G પણ સામેલ છે. આ ફોનમાં 64 મેગાપિક્સલ કેમેરો સાથે જ મિડીયાટેક ડાયમેન્સિટી 1200 SoC અને 4,500mAh બેટરી તથા 50W ફાસ્ટ ચાર્જીગ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Laptop: 30 હજારથી પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જુઓ યાદી

Samsung Galaxy M52 5G (Rs 24,999થી શરૂ):

Samsung Galaxy M52 5Gમાં મિડ રેન્જ ચિપસેટ 778 SoC સ્નેપડ્રેગન આપવામાં આવ્યું છે. આમાં 6.67 ઈન્ચ ફુલ એચડી+AMOLED ડિસ્પ્લે અને સ્લીક ફોર્મ ફેક્ટર છે. ફોનમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. 5,000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવેલું છે.
First published: