Home /News /tech /

Microsoftની ખાસ ટ્રિક! Word પર ખાલી અથવા એક્સ્ટ્રા પેજને સરળતાથી કરી શકો છો ડિલીટ

Microsoftની ખાસ ટ્રિક! Word પર ખાલી અથવા એક્સ્ટ્રા પેજને સરળતાથી કરી શકો છો ડિલીટ

Microsoft Wordની ખાસ ટ્રિક

Microsoft Word Tips and Tricks: વર્ડ ડોક્યુમેન્ટ (Word document)માં ખાલી અથવા એડીશનલ પેજની સમસ્યા મોટાભાગના લોકોને થાય છે. આ ખાલી પેજથી તમારી ઇમ્પ્રેશન યોગ્ય નથી પડતી. અમે તેનું સોલ્યુશન જણાવી રહ્યા છીએ.

    Microsoft Word Tips and Tricks: શું તમને ક્યારેય એવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જ્યાં તમારા વર્ડ ડોક્યુમેન્ટ (Word document)માં કેટલાક ખાલી અથવા એડીશનલ પેજ એડ થઈ ગયા હોય જેની તમને જરૂર ન હોય, અને તમને તેને દૂર કરવાનો ઓપ્શન પણ ન મળતો હોય? વેલ, આવું મોટાભાગના લોકો સાથે થાય છે. આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેનું સોલ્યુશન તેઓ જાણતા નહીં હોય.

    કેટલીકવાર આ સમસ્યા વારંવાર એન્ટર કી (key) દબાવવા, ટેબલ બનાવવા, બિનજરૂરી સેક્શન બ્રેક, એડિશનલ પેરેગ્રાફ માર્કર, અજાણતા જ પેજ બ્રેક વગેરેને કારણે થાય છે. આ ખાલી પેજથી તમારી ઇમ્પ્રેશન યોગ્ય નથી પડતી અને તેનાથી છુટકારો મેળવવા માટે અમે સોલ્યુશન જણાવી રહ્યા છીએ. અહીં કેટલીક રીતો છે જેના દ્વારા તમે આ પેજ દૂર કરી શક્શો.

    આ પણ વાંચો: વોટ્સએપ ચેટ ખોલ્યા વગર પણ વાંચી શકાય છે મેસેજ, જાણો પ્રોસેસ

    Find and Replace ટૂલનો ઉપયોગ કરીને વર્ડમાં પેજને ડિલીટ કરો-

    1. MS વર્ડમાં Word ફાઇલ ખોલો, તમે જે પેજને કાઢી નાખવા માંગો છો તેના પર ગમે ત્યાં ટેપ કરો.

    2. હવે વિન્ડોઝમાં 'Ctrl + G' દબાવો અને જો તમારી પાસે Mac છે તો 'Option + Command + G' દબાવો.

    3. એક ડાયલોગ બોક્સ પોપ અપ થશે, 'ગો ટુ' સેક્શન પર ટેપ કરો અને પેજને ‘એન્ટર પેજ નંબર’ સેક્શનમાં ટાઇપ કરો.

    4. 'Enter' દબાવો અને પછી 'ક્લોઝ' પર ટેપ કરો

    5. વેરીફાઇ કરો કે તે સાચું પેજ છે કે જે તમે દૂર કરવા માંગો છો અને ખાતરી કરો કે કન્ટેન્ટ સિલેક્ટ થયું હોય.

    6. હવે 'ડિલીટ' અથવા 'બેકસ્પેસ' બટન દબાવો.

    આ પણ વાંચો: Google લઇને આવ્યુ છે આ ખાસ ફિચર, હવે કોઇને ખબર નહીં પડે તમે શું સર્ચ કર્યુ!

    બેકસ્પેસ/ડીલીટનો ઉપયોગ કરીને વર્ડમાં પેજ ડિલીટ કરો-

    1. તે આખું પેજ પસંદ કરો કે જેને તમે કાઢી નાખવા માગો છો. તમે તેને કર્સર દ્વારા અથવા Control + A દ્વારા કરી શકો છો.

    2. 'Backspace/Delete' બટન દબાવો.

    3. હવે વર્ડ ફાઇલમાંથી અનિચ્છનીય પેજ દૂર કરવામાં આવશે.

    MS Wordમાં ખાલી પેજને એન્ડથી હટાવો-

    1. જો તમે Windows અથવા Command + 8 નો ઉપયોગ કરતા હો તો Ctrl + Shift + 8 હોલ્ડ કરો. જો તમે Mac યુઝર છો, તો આ પેરેગ્રાફ માર્કર્સને વિઝિબલ બનાવશે.

    2. હવે આઇકન પર ડબલ ક્લિક કરીને પેરેગ્રાફ માર્કર પસંદ કરો.

    3. 'ડિલીટ' અથવા 'બેકસ્પેસ' બટન દબાવો, તે ખાલી પેજ અને પેરેગ્રાફ માર્કર્સને દૂર કરશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Microsoft માઈક્રોસોફ્ટ, Mobile and Technology, Tech tips and Tricks, Tips and tricks

    આગામી સમાચાર