લો આવી ગયું Microsoftનું Surface Go 3, જાણો તેની કિંમત અને ફીચર

માઇક્રોસોફ્ટ સર્ફેસ ગો 3

Surface Go 3 વર્ઝન સર્ફેસ ગો 2નું અપગ્રેડેડ વર્ઝન છે. નવા મોડલમાં 10th જનરેશન ઈન્ટેલ કોર i3 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • Share this:
મુંબઈ: માઈક્રોસોફ્ટે (Microsoft) બુધવારે સર્ફેસ ગો (Surface Go 3) લોન્ચ કર્યું છે. માઈક્રોસોફ્ટનું આ પહેલું ડિવાઈસ છે, જે વિન્ડોઝ 11 સાથે પ્રિલોડેડ આવશે. સપ્ટેમ્બર 2021માં સર્ફેસ લેપટોપ સ્ટુડિયો (Surface Laptop Studio), સર્ફેસ પ્રો 8 (Surface Pro 8) અને સર્ફેસ ડ્યુઓ 2 (Surface Duo 2)ની સાથે આ નવા મોડલની જાહેરાત કરવામાં આવી હતી. Surface Go 3 વર્ઝન સર્ફેસ ગો 2નું અપગ્રેડેડ વર્ઝન છે. નવા મોડલમાં 10th જનરેશન ઈન્ટેલ કોર i3 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણોસર સર્ફેસ ગો 2ની સરખામણીએ Surface Go 3 60% વધુ ઝડપથી કામ કરી શકે છે. 23 નવેમ્બરથી ઈ-કોમર્સ વેબસાઈટ પર Microsoft Surface Go 3નું વેચાણ શરૂ થશે.

કિંમત અને ફીચર્સ

Microsoft Surface Go 3નું ટોપ એન્ડ મોડલ 10th-gen Intel Core i3 પ્રોસેસર, 8GB RAM અને 128GB SSD સ્ટોરેજ સાથે આવે છે. Microsoft Surface Go 3ની કિંમત રૂ. 62,999 છે. આ જ મોડલનું 10th જનરેશન Intel Pentium Gold પ્રોસેસર મોડલ 8GB RAM અને 128GB SSD સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત રૂ. 57,999 છે. આ ટેબ્લેટનું 10th જનરેશન Intel Core i3 પ્રોસેસરવાળું 4GB RAM અને 64GB eMMC સ્ટોરેજ ધરાવે છે, જેની કિંમત રૂ. 47,999 છે. Surface Go 3ને પ્રિ-ઓર્ડર કરવાથી રૂ. 9,699ની સર્ફેસ પેન ફ્રી આપવામાં આવશે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

પ્રી-ઓર્ડર કરી શકાશે

Microsoft Surface Go 3નું લો એન્ડ વર્ઝન પણ ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 42,999 છે. આ ડિવાઈસમાં 10th જનરેશન Intel Pentium Gold સાથે 4GB RAM અને 64GB eMMC સ્ટોરેજ આપવામાં આવ્યું છે. એમેઝોન ઈન્ડિયા વેબસાઈટ પરથી પ્રિ ઓર્ડર બુક કરી શકાશે. પ્રિ ઓર્ડર બુક કરનાર ગ્રાહકને રૂ. 9,699 ની કિંમતનું Surface Pen ફ્રી આપવામાં આવશે. 23 નવેમ્બરથી ઈ-કોમર્સ વેબસાઈટ પર Microsoft Surface Go 3નું વેચાણ શરૂ થશે.

આ પણ વાંચો: Laptop: 30 હજારથી પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જુઓ યાદી

Dolby Audio sound ટેકનોલોજી

Microsoft Surface Go 3 માં 10.5 ઈંચની 3:2 ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઈસના બેક અને ફ્રન્ટ પર 1080p કેમેરા આપવામાં આવ્યા છે. જે Dolby Audio sound ટેકનોલોજી આપવામાં આવી છે. જેમાં studio microphones પણ આપવામાં આવ્યા છે. જેનાથી તમે વીડિયો કોલ પર ખૂબ જ સ્મુધલી વાત કરી શકો છો. જે Surface Go Signature Type Coverને સપોર્ટ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published: