24 જૂને આવી રહ્યું છે માઈક્રોસોફ્ટનું Windows 11, લોન્ચિંગ પહેલા સામે આવ્યા ખાસ ફીચર્સ

24 જૂને આવી રહ્યું છે માઈક્રોસોફ્ટનું Windows 11, લોન્ચિંગ પહેલા સામે આવ્યા ખાસ ફીચર્સ
પ્રતિકાત્મક તસવીર

સૌથી મોટો ફેરફાર ટાસ્કબારમાં હોઈ શકે છે. તેને હવે સેન્ટરમાં લાવી શકાય છે અને ત્યાં એક નવું સ્ટાર્ટ બટન અને મેનૂ છે

 • Share this:
  નવી દિલ્હી : માઈક્રોસોફ્ટ 24 જૂને પ્રેસ ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન વિન્ડોઝ 11 લોન્ચ કરવામાં આવશે અને માઇક્રોસોફ્ટના સીઈઓ અને અધ્યક્ષ સત્ય નડેલા અને ચીફ પ્રોડક્ટ ઓફિસર પેનોસ પનાય બંને આ ઇવેન્ટમાં હાજર રહી શકે છે. 24 જૂનના રોજ સાંજે 8.30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કહેવાય છે કે, આ નવી ઓપરેટિંગ સિસ્ટમના યુઝર ઇન્ટરફેસમાં ઘણા ફેરફારો જોઇ શકાય છે. તમને જણાવી દઈએ કે નવા વિન્ડોઝનું કોડનેમ Sun Valley છે. માઇક્રોસોફ્ટ ઇવેન્ટ પહેલા વિન્ડોઝ 11ની ઘણી ડિટેલ્સ લીક થઈ ગઈ છે.

  વિન્ડોઝનું નવું વર્ઝન નવા ઇન્ટરફેસ સાથે આવી રહ્યું છે. તેમાં નવું સ્ટાર્ટ મેનૂ, રાઉન્ડેડ કોર્નર્સ જેવા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા અપડેટ સાથે, નવો વિન્ડોઝ લોગો પણ લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં XDA Developers હેઠળ જાણવા મળ્યું છે કે આ બ્લ્યુ માઇક્રોસોફ્ટનો લોગો છે. નવી Sun Valley ડિઝાઇન થીમ પર લીક થયેલી તસવીરનો મોટાભાગનો UI દેખાય છે.  બદલાઈ શકે છે ટાસ્ક બાર

  રિપોર્ટ્સ અનુસાર, સૌથી મોટો ફેરફાર ટાસ્કબારમાં હોઈ શકે છે. તેને હવે સેન્ટરમાં લાવી શકાય છે અને ત્યાં એક નવું સ્ટાર્ટ બટન અને મેનૂ છે. સ્ટાર્ટ મેનૂ લાઇવ ટાઇલ્સ વિના છે અને તેમાં પિન્ડ એપ્સ, રીસન્ટ ફાઇલ્સ અને વિન્ડોઝ 11 ડિવાઇસ માટે ક્વિક શટડાઉન/રિસ્ટાર્ટ બટન છે.

  એપ્લિકેશન આઇકન્સને અને મેનૂને ડાબી બાજુ શરૂ લઇ જવા માટેનો એક ઓપ્શન પણ છે. વિન્ડોઝ 11 પણ ડાર્ક મોડ સપોર્ટ સાથે આવે તેવી અપેક્ષા છે. વિન્ડોઝ 11માં બીજો ફેરફાર એ રાઉન્ડેડ કર્વ્સ છે. સ્ટાર્ટ મેનુ, ફાઇલ એક્સપ્લોરર, કોન્ટેક્સ્ટ મેનૂ જેવા UIના મુખ્ય એલીમેન્ટ્સ રાઉન્ડેડ કર્વ્સ સાથે આપવામાં આવ્યા છે.

  આ યુઝર્સ માટે ફ્રી અપગ્રેડ

  જાણવા મળ્યું છે કે વિન્ડોઝ 11 માત્ર વિન્ડોઝ 10 યુઝર્સ માટે જ નહીં, પરંતુ વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1 વાપરતા લોકો માટે પણ ફ્રી અપગ્રેડ તરીકે ઉપલબ્ધ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે વિન્ડોઝ 10ની રિલીઝ દરમિયાન સમયે માઇક્રોસોફ્ટે આવો જ અપગ્રેડ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેમાં વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 યુઝર્સને ફ્રી અપગ્રેડ મળ્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:June 21, 2021, 18:27 pm

  ટૉપ ન્યૂઝ