મુંબઈ: 2021 પૂરુ થવાને માત્ર એક મહિનો બાકી છે. માઈક્રોસોફ્ટે માઈનસ્વીપરથી પ્રેરાઈને વિન્ડોઝ સોફ્ટવેર થીમ ‘ugly sweater’ બહાર પાડ્યા છે. Microsoft ‘ક્રિસમસ સ્પેશિયલ સ્વેટર’ (Microsoft ‘Christmas Special’ sweater) માત્ર એક જ રંગમાં ઉપલબ્ધ છે. આ સ્વેટર 6 અલગ અલગ સાઈઝ ઉપલબ્ધ છે. સ્વેટર સ્મોલ, લાર્જ, મીડિયમ અને ત્રણ XL વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ સ્વેટરની ગળાની ડિઝાઈન રાઉન્ડમાં છે. સ્વેટરની પ્રિન્ટમાં માઈનસ્વીપર બ્લોકથી ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે અને તેની આસપાસ સ્નોફ્લેક્સ છે. જે પણ ગ્રાહકો આ સ્વેટર ખરીદવા ઈચ્છે છે તેમણે જલ્દીથી આ સ્વેટરની ખરીદી લેવી. કારણ કે, સ્ટોકમાં માત્ર મર્યાદિત સ્વેટર બાકી છે.
કેવું છે સ્વેટર?
સ્વેટરમાં ગળાની ડિઝાઈનની આજુબાજુ વર્ષ 1990 અને વર્ષ 2021 લખેલું જોવા મળી રહ્યું છે. વર્ષ 1990માં પહેલી ક્લાસિક ગેમ બહાર આવી હતી હતી. સ્વેટરમાં ડાબી તરફ માઈક્રોસોફ્ટનો લોગો જોવા મળી રહ્યો છે તથા જમણી તરફ ક્લોઝ, મિનિમાઈઝ અને મેક્સીમાઈઝનું બટન જોવા મળી રહ્યું છે.
માઈક્રોસોફ્ટના ‘ugly sweater’નું અમેરિકામાં વેચાણ થઈ રહ્યું છે, કંપની આંતરરાષ્ટ્રીય શિપિંગની સુવિધા પણ આપે છે. ગયા વર્ષની જેમ કંપની ક્રિસમસમાં ચેરિટીને દાન આપશે. આ વર્ષે કંપની એબલગેમર્સને $100,000 દાનમાં આપશે. એબલગેમર્સ એક NGO છે જે, વિકલાંગ વ્યક્તિઓને વીડિયો ગેમની સુવિધા આપે છે. માઈક્રોસોફ્ટના ‘ugly sweater’ની કિંમત $74.99 (રૂ.5,600) છે.
ગય વર્ષથી શરૂ થયો ટ્રેન્ડ
માઈક્રોસોફ્ટે ગયા વર્ષથી ‘ugly sweater’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. વર્ષ 2020 માં માઈક્રોસોફ્ટે સ્વેટરના વેચાણથી જે પણ આવક પ્રાપ્ત થઈ હતી તેના એક ભાગની રકમ યુવતીઓ માટેના ફાઉન્ડેશનને દાનમાં આપી દીધી હતી. આ ફાઉન્ડેશન કમ્પ્યૂટર સાયન્સના એજ્યુકેશન સાથે યુવતીઓને સપોર્ટ કરે છે.
જે પણ ગ્રાહકો આ સ્વેટર ખરીદવા ઈચ્છે છે તેમણે જલ્દીથી આ સ્વેટરની ખરીદી લેવી. કારણ કે, સ્ટોકમાં માત્ર મર્યાદિત સ્વેટર બાકી છે. ગ્રાહકો હાલમાં XL અને 2XL ની સાઈઝના સ્વેટરની ખરીદી શકે છે, તમે આ સ્વેટર વિશલિસ્ટમાં પણ ઉમેરી શકો છો. કંપની ડેડિકેટેડ કાર્ડ અને ટમ્બલર્સનું પણ વેચાણ કરી રહી છે. હેલો પોતાની 20મી એનિવર્સરી પર $14.99 (રૂ.1,100)ની કિંમતના પ્લેયિંગ કાર્ડ અને $32.99 (રૂ.2,500) ની કિંમતના ટમ્બલર્સનું વેચાણ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર