માઇક્રોસોફ્ટનું સૌથી સસ્તું લેપટોપ લૉંચ, કિંમત ફક્ત 18,000 રૂપિયા

વિદ્યાર્થીઓ માટે માઇક્રોસોફ્ટનું નવું લેપટોપ

Microsoft Surface Laptop SE: આ લેપટોપમાં ઇન્ટેલ સેલેરિયૉન પ્રોસેસર અને માઇક્રોસોફ્ટની નવી ઑપરેટિંગ સિસ્ટમ Windows 11 SE હશે. લેપટૉપમાં વીડિયો કૉલ માટે 1MP 720p HD કેમેરો છે.

  • Share this:
    મુંબઈ. Microsoft Surface Laptop SE: માઇક્રોસોફ્ટે વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાનું લેટેસ્ટ અને અફોર્ડેબલ લેપટોપ (Microsoft affordable laptop for students) લૉંચ કર્યું છે. આ લેપટોપનું નામ Surface Laptop SE રાખવામાં આવ્યું છે. આ લેટેસ્ટ લેપટોપને કંપનીએ હાઈ-રિઝોલ્યુશન ડિસ્પ્લે અને 16 કલાકના બેટરી બેકઅપ સાથે બજારમાં ઉતાર્યું છે. આ લેપટોપની કિંમત 249 ડૉલર એટલે કે આશરે 18,523 રૂપિયા છે. આ અત્યારસુધીનું સૌથી સસ્તું ડિવાઈસ છે. આ લેપટોપનું વેચાણ આગામી વર્ષથી શરૂ થશે.

    લેપટોપના ફીચર્સ

    કંપનીએ આ લેપટોપમાં 1366x768 પિક્સલ રિઝોલ્યુશનવાળી 11.6 ઇંચની સ્ક્રીન આપી છે. તેનો આસ્પેક્ટ રેશિયો 16:9 છે. આ લેપટોપમાં ઇન્ટેલ સેલેરિયૉન પ્રોસેસર અને માઇક્રોસોફ્ટની નવી ઑપરેટિંગ સિસ્ટમ Windows 11 SE હશે. લેપટૉપમાં વીડિયો કૉલ માટે 1MP 720p HD કેમેરો છે. Windows 11 SE અંગે કંપનીનું કહેવું છે કે ઓછી કિંમતે ઉપલબ્ધ થનારા આ ડિવાઇસમાં રિસોર્સિંસને ઑપ્ટિમાઇઝ કરીને ઑપરેટિંગ સિસ્ટમ પર્ફોર્મન્સને સારું બનાવવામાં મદદ મળશે.

    રેમ અને સ્ટોરેજ

    આ લેપટોપમાં 8GB સુધી DDR4 RAM અને 128 GB સુધી eMMC સ્ટોરેજ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે લેપટોપમાં TPM 2.0 ચિપ આપવામાં આવી છે. ઑડિયો માટે લેપટોપમાં 2 વૉટના સ્ટીરિયો સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે. આ ડિવઇસમાં Intel Celeron N4020 અથવા N4120 પ્રોસેસર સાથે ઉતારવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે USB-A પોર્ટ, એક USB-C પોર્ટ, એક DC કનેક્ટર અને એક 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Jio, Airtel અને BSNLના પૈસા વસૂલ બ્રોડબેન્ડ પ્લાન: જેમાં તમને ઇન્ટરનેટ જ નહીં, ફ્રી અનલિમિટેડ વૉઇસ કૉલિંગ પણ મળશે

    આ દેશોમાં થશે લૉંચ

    આ સાથે જ લેપટોપમાં Wifi 5 (802.11ac) સપોર્ટ અને બ્લૂટૂથ 5.0 LE સામેલ છે. લેપટોપના બહારના ભાગમાં સફેદ રંગનું કવર આપવામાં આવ્યું છે, જેને માઇક્રોસોફ્ટ ગ્લેશિયર કહેવામાં આવે છે. હાલ આ લેપટોપ અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાના માર્કેટમાં લૉંચ કરવામાં આવશે.

    આ પણ વાંચો: વનપ્લસ 10 પ્રોની તસવીરો લીક, જુઓ કેવો દેખાય છે આ ફોન અને તેના સંભવિત ફીચર

    અન્ય કામના સમાચાર: એપલના પ્રથમ કોમ્પ્યુટરની 400,000 ડૉલરમાં હરાજી

    અમેરિકામાં મંગળવારે યોજાયેલી એક હરાજીમાં એપલના સ્થાપક સ્ટિવ જોબ્સ (Steve Jobs) અને સ્ટીવ વોઝનિયાક (Steve Wozniak) દ્વારા બનાવવામાં આવેલું એપલનું પ્રથમ કોમ્પ્યુટર (Apple-। Computer) ચાર લાખ ડોલરમાં વેચાયું છે. 45 વર્ષ જૂના આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું. આ કોમ્પ્યુટરની ડિઝાઈન અને ટેસ્ટિંગ પણ બંને દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: