નહીં પડે પાસવર્ડની જરુરીયાત, માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે પાસવર્ડલેસ લૉગઇન

News18 Gujarati
Updated: July 13, 2019, 3:49 PM IST
નહીં પડે પાસવર્ડની જરુરીયાત, માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે પાસવર્ડલેસ લૉગઇન
પાસવર્ડ લેસ સાઇન ઇન કરવા પર તમામ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ્સમાં વિન્ડોઝ હૈલો ફેસ, ફિંગરપ્રિન્ટ એટલે કે પિનના ઉપયોગથી લૉગઇન કરી શકાશે.

પાસવર્ડ લેસ સાઇન ઇન કરવા પર તમામ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ્સમાં વિન્ડોઝ હૈલો ફેસ, ફિંગરપ્રિન્ટ એટલે કે પિનના ઉપયોગથી લૉગઇન કરી શકાશે.

  • Share this:
દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ લૉગઇન કરવાની પરંપરાગત રીતને છોડીને પાસવર્ડ વગર લોગ ઇન કરવા પર કામ કરી રહી છે. કંપની માઇક્રોસોફ્ટ એકઉન્ટ્સમાં પાસવર્ડ વગર એટલે કે પાસવર્ડ લેસ લૉગઇનગિન ફિચર પર કામ કરી રહી છે. આ ફિચર લેટેસ્ટ વિન્ડોઝ 10 ઇનસાઇડર પ્રીવ્યૂ બિલ્ડ 18936માં આપવામાં આવ્યું છે. પાસવર્ડ લેસ સાઇન ઇન ફિચરને અંતિમ રુપ મળ્યા બાદ વિન્ડોઝ 10 યૂઝર્સને અપડેટ દ્વારા આ ફિચર મળશે.

આ સાધનો દ્વારા કરો લૉગિન

પાસવર્ડ લેસ સાઇન ઇન કરવા પર તમામ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ્સમાં વિન્ડોઝ હૈલો ફેસ, ફિંગરપ્રિન્ટ એટલે કે પિનના ઉપયોગથી લૉગઇન કરી શકાશે. જો તમારી પાસે વિન્ડોઝ હૈલો સેટઅપ નથી તો માઇક્રોસોફ્ટના વોક થ્રૂ દ્વારા તેને સેટઅપ કરી શકો છો.

પાસવર્ડલેસ લોગઇન કેવી રીતે કરવું?

પાસવર્ડલેસ લૉગઇનકરવા માટે તમે સેટિંગ્સ પર જાઓ
એકાઉન્ટ્સ વિકલ્પ પર ક્લિક કરો

'મેક યોર ડિવાઇસ પાસવર્ડલેસ' ને ઓન કરો'

થોડા દિવસો પહેલા જ માઇક્રોસોફ્ટે ચેતવણી આપી હતી કે વિશ્વભરમાં લગભગ 10 લાખ કમ્પ્યુટર્સ હજુ પણ વૉનાક્રાઇ જેવા મૉલવેયરના હુમલાના જોખમમાં છે. 2017માં દુનિયાભરમાં વાનાક્રાઇ મૉલવેર ફેલાયો હતો, જેના કારણે કરોડો ડૉલરનું નુકસાન થયું હતું. સૉફ્ટવેર દિગ્ગજે તાજેતરમાં વિન્ડોઝ માટે રિમોટ ડેસ્કટૉપ સેવાઓમાં 'વૉર્મિબલ' વલ્નરબિલિટીની શોધી છે, જેને ઓટોમેટિક વિસ્તૃત કરી શકાય છે.
First published: July 13, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading