અનિલ કુંબલેએ લોન્ચ કર્યું પાવર બેટ, આ સુવિધાઓથી છે સજ્જ

પ્રખ્યાત ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા અનિલ કુંબલેએ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'સ્પેક્ટાકોમ ટેક્નોલોજીસ'ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (આઈએસ)થી સજ્જ બેટ લોન્ચ કર્યું છે.

News18 Gujarati
Updated: October 12, 2018, 1:31 PM IST
અનિલ કુંબલેએ લોન્ચ કર્યું પાવર બેટ, આ સુવિધાઓથી છે સજ્જ
અનીલ કુબલે
News18 Gujarati
Updated: October 12, 2018, 1:31 PM IST
પ્રખ્યાત ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા અનિલ કુંબલેએ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'સ્પેક્ટાકોમ ટેક્નોલોજીસ'ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (આઈએસ)થી સજ્જ બેટ લોન્ચ કર્યું છે. જેમાં દરેક રમતો અને દરેક શોટના આંકડાઓને એકઠાં કરીને એનાલિસિસ કરી શકાશે. કુંબલેની કંપનીએ માઇક્રોસોફ્ટ સાથે મળીને આ બેટને બનાવ્યું છે. જેને પાવર બેટ નામ આપ્યું છે.

પાવર બેટ ખુબ જ હલકું અને માઇક્રોસોફ્ટ અઝુર સ્ફેયર ક્લાઉડ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઇ) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સર્વિસથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે, એનાથી ક્રિકેટરોને રમવામાં સુધારો આવશે. આમાં એક એવી પીચ લાગેલી છે. જે ક્રિકેટર્સની રમવાની રીતને દર્શાવશે અને આંકડોઓને એકત્રિત કરશે.

કંપની પ્રમાણે ખેલાડીઓ બોલને બેટથી હિટ કરશે તો આ બેટમાં લાગેલી ચીપ તેની સ્પીડ, બેટ ઉપર બોલ પડવાથી ટ્વિસ્ટ, બેટના વિલોની સ્વીટ સ્પોટથી બોલને વાગ્યા પછી શોટની ક્વોલિટી સહિત જાણકારીઓ એકત્ર કરશે. આ ચીજોના માપવાના એક અલગ યુનિટમાં કન્વર્ટ કરી શકાશે જેનાથી પાવર સ્પેક્સ કહેવાશે. આ ડેટાને સિક્યોર રીતે કેપ્ચર કરવામાં આવશે. અજુર સ્ફેયર દ્વારા પ્રોસેસ કરવામાં આવશે. એડવાન્સ એનાલિટિક્સ અને AI સર્વિસ થકી રિયલ ટાઇમ ઇનસાઇટ બ્રાડકોસ્ટરને આપવામાં આવશે. પ્રેક્ટિસ અને કોચિંગ દરમિયાન ડેટાને મોબાઇલ એપ થકી એક્સેસ કરવામાં આવી શકે છે.

આ બેટનુ હાર્ડવેર સ્પેક્ટાકોમ ટેક્નોલોજીસ તરફથી બનાવવામાં આવ્યું છે. જ્યારે સોફ્ટવેર અને એનાલિટિક્સને માઇક્રોસોફ્ટને હેન્ડલ કર્યું છે. જોકે, આ ટેક્નોલોજીને ગુરુવારે લોન્ચ કરવામાં આવી છે. કેટલાય સમયથી આ અંગે ટ્રાયલ કરવામાં આવતું હતું. બેટને આ વખતને થયેલા તમિલ નાડુ પ્રીમિયર લીગમાં ઉપયોગમાં લેવાયું હતું.

બેટના લોન્ચિંગ દરમિયાન કંબુલેએ કહ્યું હતું કે, અમારો હેતું માત્ર રિયલ ટાઇમ સ્પોર્ટ્સ એનાલિટિક્સનો ઉપયોગ કરીને પ્રશંસકોને જોડવાનું છે. અને રમતને તેમની નીજક બનાવી રાખવાનું છે. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે, ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નોલોજીને રમતને બાધિત ન કરે.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...